આચાર્ય સુશ્રુતે જેનો ‘કુસ્તુમ્બરી’ ના નામથી ઉલ્લેખ કર્યો છે તે કોથમીર દાળ, શાક, કઢી, ખમણ વગેરે ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે જાણીતી છે. કાળી માટીમાં કોથમીરના સફેદ અને આછા જાંબુડી રંગનાં ફૂલ થાય છે. તેમાં ધાણા તૈયાર થાય છે. જેમાં જીરૂ ઉમેરીને આપણે ધાણાજીરૂ બનાવીએ છીએ. આ ધાણાને દબાવતાં તેની બે ફાડ થાય છે. એમાંથી દાળ નીકળે તે આપણે પ્રિય મુખવાસ ધાણાની દાળ.
સૂકા ધાણાનો તડકો લગાવવાથી દાળ,શાક ,ભાજીનો સ્વાદ વધી જાય છે.. આ ફલત સુગંધિત મસાલા જ નહી પણ સારી દવા પણ છે. કોથમીર વાટીને ,ટળ પર લેપ કરો . થોડા દિવસોના આ ઉપચારથી વાળ ઉઅગવા લાગશે.
રક્તકણ અને કોલેસ્ટ્રોલ માટે ઉત્તમ
ધાણાનો એક અસામાન્ય ગુણ એ છે કે શરીરમાં રહેલાં વિષાકત તત્ત્વો-ટોક્સિનને શરીરની બહાર ફેંકી શકે છે. એના એન્ટી ઓક્સિડન્ટ ગુણને કારણે લીવરની કાર્યક્ષમતાને ઉત્તેજિત કરે છે. પરિણામે પાચક સ્રાવોનો યોગ્ય સ્ત્રાવ થાય છે. જે કોલેસ્ટેરોલનું નિયમન કરવામાં ઉપયોગી છે.
ધાણાનું બનાવેલું પાણી નિયમિત પીવાથી રક્તગત કોલેસ્ટેરોલનું પ્રમાણ ક્રમશ: ઘટતું જાય છે. એટલે જ તેને સ્રોતો વિશોધિની અર્થાત રસ-રક્ત વગેરે ધાતુઓનું વહન કરનારા માર્ગોને અવરોધ રહિત રાખવાનો ગુણ ધરાવનાર કહ્યાં છે.
આંખ માટેની બેસ્ટ ઔષધિ
ધાણાંનો એક ગુણ ચક્ષુષ્ય એટલે કે આંખો માટે હિતકારી-ગુણકારી છે. કોથમીરનો તાજો રસ બે ચમચી જેટલો સવારે પીવાથી અથવા ખોરાકમાં કોથમીર ઠીક-ઠીક પ્રમાણમાં લેવાથી આંખોની બળતરા, લાલાશ, સોજો, ખંજવાળ, તડકામાં પૂરેપૂરી આંખોના ખોલી શકવી જેવી સમસ્યાઓ દૂર થાય છે.
કોથમીરનો તાજો રસ બે ચમચી જેટલો સવારે પીવાથી અથવા ખોરાકમાં કોથમીર લેવાથી તડકામાં આંખોની બળતરા, લાલાશ, સોજો, ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર થાય છે.
પેટને લગતી દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ
લીલી કોથમીર ડાયાબિટિસ ને કંટ્રોલ કરવામાં ફાયદા કારક ગણવામાં આવી છે. ડાયાબિટિસ ના રોગી માટે કોથમીર કોઈ પણ જાડી બુટ્ટી થી ઓછી નથી. કોથમીરથી ન તો ફક્ત તમારા પેટ ની સમસ્યા જ દૂર થાય છે પણ સાથે જ પાચન ક્રિયા પણ સારી થાય છે. જ્યારે પણ પેટ મા દુખતું હોય ત્યારે અડધા ગ્લાસ પાણી માં બે ચમચી કોથમીર નાખી ને પીવાથી રાહત મળે છે.
કોથમીરને વાટીને તેનું રસ કાઢી લો પછી પાણીમાં ખાંડને મિક્સ કરી આ રસને પણ નાખી દો. આ રીતે પીવાથી ઉનાળામાં લાગતી લૂથી રાહત મળે છે. જો માસિક ધર્મમાં વધારે લોહી આવતું હોય તો ધાણાને વાટી તેમાં દેશી ખાંડ લો અને ઘી મિક્સ કરી ખાવાથી આરામ મળશે પણ યાદ રાખો કે ત્રણેની માત્રા એક જેવી હોય .
માસિકધર્મ ની સમસ્યા માં ફાયદાકારક
આ સિવાય માસિક ધર્મમાં એક મોટો ગ્લાસ પાણી લો. એમાં બે મોટી ચમચી ધાણા નાખી તેને ઉકાળી લો જ્યારે પાણી એક ચોથાઈ સુધી રહી જાય તો તેમાં શાકર નાખી, ચાળીને પીવું જોઈએ થોડા દિવસ ચાલૂ રાખો.
ખાંસી હોય કે દમા હોય શ્વાસનો ફૂલવું હોય ધાણા અને શાકર વાટીને રાખી દો.એક ચમચી ભાતના પાણી સાથે દર્દીને પીવડાવો . આરામ આવવા લાગશે.થોડા દિવસ નિયમિત કરવું.આ પીવાથી મૂત્રની બળતરા ખત્મ થાય છે.
એક નાની ચમચી ધાણા લો તેને એક કપ બકરીના દૂધમાં મિક્સ કરી મિઠાસ માટે શાકર પણ નાખો. આથી મૂત્રના બળતરા ખત્મ થશે.ડાયાબીટીસ માટે કોથમીર ફાયદાકારક છે.
સ્કીન પ્રોબ્લેમ માટે ઉત્તમ
ખીલ માટે કોથમીર રામબાણ ઈલાજ મનાય છે, કોથમીરના જ્યુસ મા હળદરનો પાવડર ભેળવીને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. દિવસમાં બે વખત આ લેપ નો ઉપયોગ કરવાથી ખીલ અને ચહેરા પરના ડાઘા તેમજ બ્લેક સ્પોર્ટ્સ થી છુટકારો મળે છે અને ચહેરો વધુ નિખાર મેળવે છે.
તમે દરરોજ ફુદીનો અને કોથમીરનું સેવન સલાડ, ચટણી કે અન્ય કોઈપણ રીતે કરી શકો છો. રોજિંદી ડાયટમાં આ બન્ને વસ્તુઓ સામેલ કરવાથી પોષક તત્વોની સાથે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા સામે પણ રક્ષણ મળે છે.
ઉનાળાના ઘણા રહેવાસીઓએ તેના ઉત્તમ સ્વાદ, ઝડપી વૃદ્ધિ, અભૂતપૂર્વ અને વાવેતરની સરળતા માટે પ્રાચ્ય મસાલાને પસંદ કર્યું. ઘરગથ્થુ પ્લોટમાં બીજમાંથી ધાણા ઉગાડવાનું સૌથી સહેલું છે.