કોપર ને સૂકા નાળિયેર તરીખે પણ ઓળખવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. પૂજાઓમાં હંમેશા નાળિયેરનો ઉપયોગ થાય છે. અને આમ પણ ઘણી સ્વાદિષ્ટ મીઠાઈઓ પણ સૂકા નાળિયેર થી બનાવવામાં આવે છે. જેમાં વિટામિન, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળતા હોય છે, જે સ્વાસ્થ્યમાં ઘણું ફાયદાકારક છે, આમ તો તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરે છે.
કોપરું અનેક રોગોથી મુક્તિ અપાવે છે. મેદસ્વીપણાની સમસ્યાથી પણ રાહત મળતી રહે છે, તેથી જો કોલેસ્ટ્રોલને ઓછું કરવા માંગતા હો તો કોપર નો વપરાશ રોજિંદા જીવનમાં અવસ્ય કરવો જોયએ. કોપરું હાડકાંને મજબૂત બનાવે છે. અને સ્ટ્રોંગ રાખે છે.કોપરું હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે. હાડકાં માટે જરૂરી ખનિજ તત્વો મેળવવા ખૂબ જ ફાયદાકારક છે. અને કોપરામાં આ ખુબજ પ્રકારમાં મળી આવે છે.
જો હાડકાંમાં આ જરૂરી તત્વો નથી તો આર્થરાઈટિસ ઓસ્ટિઓપોરોસિસ જેવા રોગો થવાની સમભાવના રહે છે. આમાં એવા ઘણા ખનિજો છે. જે આરોગ્ય જાળવી રાખે છે, જે રોગોથી પણ બચવા માટે મદદ કરે છે. કોપરું આ ખતરનાક રોગ જેવા કે કેન્સરમાં પણ ફાયદાકારક છે. કેન્સરને સૌથી ખતરનાક સમસ્યા માનવામાં આવે છે, કેન્સર એ એક ગંભીર રોગ છે જે જીવલેણ છે. સ્ત્રીઓને જે સ્તન કેન્સર થવાની સંભાવના હોય છે. જો તેમાં કોપરાનું નું સેવન કરે, તો તેના સ્વાસ્થ્યમાં જબરદસ્ત ફાયદો જોવા મળે છે.
આ કોપરું હૃદયના દર્દીઓ માટે ખાસ ફાયદાકારક છે.આમ તો કોપરું એવા લોકો માટે ખૂબ ફાયદાકારક કે જેમને હાર્ટને લગતી સમસ્યાઓ હોય છે, જેમ કે પુરુષોના શરીરમાં 38 ગ્રામ ડાયેટ ફાઇબરની જરૂર પડે છે. અને સ્ત્રીના શરીરને 25 ગ્રામ ડાયેટ ફાઇબરની જરૂર હોય છે, તેમ આવી સ્થિતિમાં કોપરું શરીરમાં આ ઉણપને પૂર્ણ કરે છે. જે હૃદય સંબંધિત અનેક રોગોથી બચાવે છે.
નારિયેળની કાચલી ખાવાના પણ ઘણાં ફાયદા છે. નારિયેળમાં શરીરને સ્વસ્થ રાખતા પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. દરરોજ એક ટુકડો ખાવાથી શરીરની ઈમ્યૂનિટી વધશે અને યાદશક્તિ પણ સારી થશે. ખાંસી, ફેફસાના રોગો અને ટીબી માં સુકા નારિયેળને ઘસીને છીણ બનાવી લો. પછી એક કપ પાણીમાં ચોથા ભાગનું છીણ પલાળી દો. બે કલાક પછી તેને ગાળીને નારિયેળનું છીણ કાઢીને વાટી લો. તેને ચટણી જેવું બનાવીને પલાળેલા પાણીમાં ઘોળીને પી જાવ. તે રીતે તેને રોજ ત્રણ વાર પીવાથી ખાંસી, ફેફસાના રોગો અને ટીબીમાં લાભ થાય છે.
મસ્તિક સ્વસ્થ રહે છે .કોપરું ખાવાથી બ્રેન ફંક્શનમાં સુધારો થાય છે. અને ઈલેક્ટ્રીકલ સિગ્નલ પણ સારી રીતે કામ કરે છે. બ્રેનમાં ન્યુરોન્સ હોય છે અને તેની ઉપર એક કવર હોય છે, જેની ઉપર કોઈ પણ ક્ષતિ ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યા ઉભી કરી શકે છે. નારિયેળમાં રહેલા તત્વ આ ભાગની રક્ષા કરે છે અને તેમાં રાહત આપે છે.
સુકા નારિયેળમાં તંદુરસ્ત ફેટ હોય છે જે બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરે છે. જેનાથી આર્ટરીજમાં બ્લોકેજની શક્યતા ઓછી થઇ જાય છે. અને હ્રદય પણ સારી રીતે કામ કરે છે અને હ્રદયનો હુમલનો ભય નથી રહેતો. સુકા નારિયેળના સેવનથી ગઠીયા ઠીક થઇ જાય છે. અને દુખાવામાં રાહત મળે છે. કેમ કે કોપરામાં ઘણા મિનરલ્સ હોય છે. તેવામાં તે ઉતકોને સ્વસ્થ રાખે છે અને શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માં મદદ કરે છે.
શરીરમાં લોહીની ઉણપ થવી જો કે ક્યારેક ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. સુકું નારિયલ ખાવાથી એનીમિયા એટલે લોહીની ઉણપ ની બીમારીમાંથી પણ રાહત આપે છે. હમેશા મહિલાઓના લોહીમાં ઉણપ વધુ હોય છે અને તે નબળી બની જાય છે બીજું તો ઠીક, શરીરમાં જીવાણુઓનો હુમલો પણ આરામથી થઇ શકે છે જેનાથી ગંભીર બીમારીઓ થઇ શકે છે. સુકા નારિયેળમાં આયરન વધુ પ્રમાણમાં મળી આવે છે અને તેના સેવનથી એનીમિયા ઉપર કાબુ મેળવવામાં સરળતા રહે છે.
જો દરરોજ આ સૂકા નાળિયેર નું સેવન કરવામાં આવે. તો તેનાથી મગજ ને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને સુકા નાળિયેર ખાવાથી મગજ ને એ તીક્ષ્ણ બનાવે છે. અને મનના તમામ રોગોથી એ દુર રાખે છે. નિયમિત રીતે સૂકા નાળિયેરનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા પણ સુધરે છે. અને તે પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને તેને નિયમિત પણે લેવાથી પેટ સંબંધિત તમામ રોગોને મટાડે છે.