Site icon Ayurvedam

100થી પણ વધુ રોગોનો કાળ છે આ ફળ, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ જીવો ત્યાં સુધી નહિ આવે નજીક

શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાંથી એક શાક છે કોળું, કોળાનું શાક ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા કરાવે છે. કોળાના શાકમાં એવા બધા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. કોળામાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઇ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા તત્વો હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

કોળું લાભકારી અને પિત્તશામક છે. કોમળ પ્રકૃતિવાળા કે શરીરમાં વધુ પડતી ગરમીવાળા લોકો માટે કોળા નું શાક ઉત્તમ પથ્ય છે. ભારતમાં કોળું બધે ઠેકાણે થાય છે. સારા નિતારવાળી જમીન તેને માફક આવે છે. તેનાં પાન મોટા અને ફૂલ પીળા રંગના હોય છે. તેના ફળ આઠ શેરથી માંડી એક મણ સુધીના વજનમાં હોય છે. એક વેલા પરથી પચાસ-સાઠ કોળાં ઊતરે છે.કોળામાં વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. તેથી જો તમે કોળાનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના દ્વારા તમે વાયરસ અને બેક્ટેરિયાથી પકડાવાથી બચી શકો છો.

જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો, તો કોળાનું સેવન કરવું જોઈએ. કારણ કે કોળામાં કેલરી અને ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, તેના સેવનથી વજન કંટ્રોલ થાય છે.

કોળાના મૂળનું ચૂર્ણ સૂંઠના ચૂર્ણ સાથે મેળવી દિવસમાં બેથી ત્રણ વાર લાંબા સમય સુધી લેવાથી શ્વાસ રોગ (દમ) મટે છે.કેળાનાં બીના મગજના આટાને ઘીમાં શેકી, સાકર મેળવી, લાડુ બનાવી, થોડા દિવસો સુધી રોજ સવારે ખાવાથી અતિ મહેનત કરવાથી આવેલી નિર્બળતા મટે છે. કોળાના રસમાં સાકર નાખીને પીવાથી અમ્લપિત્ત મટે છે. ભૂરા કોળાને સૂકવી, ચૂર્ણ કરીને ખાવાથી, તેનું શાક કરીને ખાવાથી કે તેનો પાક અવલેહ બનાવીને ખાવાથી પાંડુરોગ મટે છે.

ભૂરા કોળું નું ઘીમાં શાક બનાવી ખાવાથી અથવા તેનો રસ કાઢી, તેમાં ખાંડ મેળવી, સવાર-સાંજ અર્ધો અર્ધો કપ પીવાથી સ્ત્રીઓને પુષ્કળ માસિક આવતું હોય, શરીરમાં બળતરા. રહેતી હોય અને લોહી ઘટી ગયું હોય તો તેમાં ઉત્તમ ફાયદો કરે છે. કોળાનો રસ હિંગ અને જવખાર મેળવીને પિવડાવવાથી પથરી પર ગુણકારી છે.

ડુંગળી અને સોયા દૂધ સાથે કોળાનાં બીજનું મિશ્રણ કરવું એ કૃમિઓનો કુદરતી ઉપાય છે. 3 ચમચી કોળાના બીજને ત્રણ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ આ કોળાના દાણામાં અડધો ડુંગળી અને અડધો ગ્લાસ સોયા દૂધ અને એક ચમચી મધ મિક્સ કરો. તે બધાને બ્લેન્ડ કરો અને પ્રવાહી સ્વરૂપમાં ગ્રાઇન્ડ કરો. આ મિશ્રણનો ઉપયોગ દિવસમાં ત્રણ વખત ત્રણ દિવસ માટે કરો.

કોળાનું સેવન પેટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કોળાનું સેવન કરવાથી શરીરમાં રહેલાં ઝેરી તત્વો બહાર નીકળે છે, જે પાચન તંત્ર (પાચનક્રિયા)માં સુધારો કરે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે. આંખોને સ્વસ્થ રાખવા માટે કોળાનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કોળામાં વિટામિન એ અને બીટા કેરોટીન મળી આવે છે. તેથી તેનું સેવન કરવાથી આંખોને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આંખોની રોશની પણ તેજ થાય છે.

કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ ઘટાડવા માટે કોળાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કોળું કેન્સર વિરોધી ગુણ ધરાવે છે, જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. કોળાનું સેવન ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કોળું એન્ટી ઓક્સીડેન્ટ ગુણથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે. વળી, તેનું સેવન ત્વચા સંબંધી કરચલીઓ અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

Exit mobile version