બેક અને નેક પેઇન કામ પરથી રજા લેવા માટેનું સૌથી સામાન્ય બહાનું છે. ૫૦ ટકા કામ પર જતા લોકો વર્ષમાં ઓછામાં ઓછા એક વાર બેક પેઇન અને નેક પેઇન ના શિકાર બને જ છે. વળી રિસર્ચ એ પણ જણાવે છે કે કમરની નીચેના ભાગનો દુખાવો જે વ્યક્તિને પથારીવશ કરતી અવસ્થા છે એ બીમારીઓમાં છઠ્ઠું સ્થાન ધરાવતી બીમારી છે જેની પાછળ લોકોએ ખૂબ પૈસા ખર્ચ કરવા પડે છે.
સોપારી લઈને તેનો પાવડર બનાવી દો. પછી સરસવનું તેલ અથવા તલનું તેલ 25 ગ્રામ લેવાનું છે. તે 25 ગ્રામ તેલમાં સોપારીનો પાવડર નાખીને તેને ગરમ કરો. તેને ખુબ ધીમા તાપે ગરમ કરવું , અને તેમાં 1-2 ઊભરો આવવા દેવાનો. આ રીતે તેનો ઉકાળો તૈયાર કરવાનો છે. અને તેલ ઠંડું થઈ જાય એટલે તેને ગાળી લેવું. આ તેલ જે સાંધા પર દુઃખાવો થતો હોય ત્યાં લગાવવાનું. આ તેલ લગાવવાની લાભ થાય છે
500 ગ્રામ ધતૂરના પત્તાના રસમાં 15 ગ્રામ, અફીણ, 5 ગ્રામ સીંધા લૂણ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પછી તેનાથી દિવસમાં 4 વખત માલિશ કરો અને કમર ના દુખાવામાં આરામ મેળવો. કમરના અસહ્ય દુખાવા માટે 100 ગ્રામ કમળ કાકડીનું ચૂર્ણ લો. પછી એક વાસણમાં દૂધ નાખો અને તેને ઉકાળીને તેમાં કમળ કાકડીના ચૂર્ણને નાખો. પછી તે દૂધનું સેવન કરો આનાથી રાહત મળે છે.
૧૦ ગ્રામ આદુ લઇ પછી એના રસમાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાથી કમરના દુઃખાવાથી રાહત મળે છે. રાત્રે ઘઉંના દાણાને પાણીમાં પલાળી પછી સવારે તેને ખસખસ અને ધાણા સાથે દૂધમાં બરાબર મિક્સ કરી આની પેસ્ટ બનાવો, અઠવાડિયામા 2 વખત આ ચટણી ખાવાથી કમરનો દુઃખાવો જતો રહે છે.
કમરનો દુખાવો ન થાય તેના માટે ઉજાગરા ન કરવા જોઈએ. મળ-મૂત્ર-સ્વેદ-છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન કયારેય ન કરવો. કબજિયાત ન થવા દેવી, ચિંતા-ભય-ક્રોધથી બચવાના પ્રયત્ન કરવા જોઈએ. કમરના દુ:ખાવાને દૂર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રિંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો આહાર માં ન લેવા. તેલ, મસાલા, અથાણાં પણ ન ખાવા જોઈએ.
લવિંગ અને એલચીનું તેલ બરાબર માત્રામાં ભેળવી દુઃખાવો થતો હોય ત્યાં લગાવવાથી રાહત મળશે. સરસવનું તેલ અને તલનું તેલ મિક્સ કરી સારી રીતે ગરમ કરી લો અને જે જગ્યાએ દુઃખાવો હોય ત્યાં માલિશ કરો, તેનાથી તરત આરામ મળશે. થોડી સુંઠ અને તુલસીને પાણીમાં લઇ ગરમ કરી લો, જ્યારે ઉકાળો થઇ જાય ત્યારે આનો ઉપયોગ કરવો.
ખોરાકમાં કેલ્શિયમ અને વિટામિનની માત્રા વધારી દેવી. કામ કરતી વખતે તમારું શરીર એકદમ સીધું રાખવું. કમરના દુઃખાવાની તકલીફ હોય તેવા લોકોએ હંમેશા કડક બિસ્તર પર જ ઊંઘવું જોઇએ. ૨ ગ્રામ તજના પાઉડરમાં એક ચમચી મધ ઉમેરી દિવસ માં બે વાર લેવાથી કમરના દુઃખાવામાં રાહત મળે છે. અડધી ચમચી ગૂગળ ગરમ પાણી સાથે સવાર-સાંજ સેવન કરવાથી દુખવામાં રાહત થાય છે.
કમરના દુખાવામાં અજમો પણ રામબાણ સાબિત થાય છે. ૨૦ ગ્રામ અજમા લેવા, તેને એક પોટલીમાં બંધ કરી દો અને તેને ગેસ પર ગરમ કરીને દુઃખાવો થતો હોય તે જગ્યાએ શેક કરવો. આવું કરવાથી કમરના દુઃખાવામાં આરામ મળે છે. કમર દર્દ ઉંમર ના કારણે થતો રોગ છે. ઉંમર થતાની સાથે જ હાડકાં કમજોર થવા લાગે છે. યોગ્ય કસરત કરવાથી પણ કમરના દુઃખાવામાંથી રાહત મળે છે.
કરમના દુઃખાવાથી પરેશાન હોવ તો તમારે સવાર-સાંજ આ ઉકાળો પીવો જોઇએ. જાયફળને પહેલા પાણીમા પલાળો, પછી તેને ઘસીને તલના તેલ સાથે મિક્સ કરી દો, પછી તેને ગરમ કર્યા બાદ ઠંડુ થવા માટે મૂકી દો. ઠંડુ થયા બાદ કમર દુખતી હોય તે જગ્યાએ માલિશ કરવાથી દુઃખાવાથી રાહત મળે છે.
ગોખરુ દેશી દવા વાળાને ત્યાં મળી જાય છે. 15 ગ્રામ ગોખરુ અને 15 ગ્રામ સૂંઠ લો. આ બંનેનો નહિ જેવો ભૂકો કરી એને ઉકાળવું. તેને 150 ગ્રામ તેલ માં ઉકળવા દો અને 100 ગ્રામ જેટલું તેલ વધે એટલે ગેસ બંધ કરી અને તેલ ઠંડું થઈ જાય એટલે તેને ગાળી લેવાનું છે. કમર પર આ તેલ ની માલિશ કરવાથી લગાવવથી આરામ મળે છે.