Site icon Ayurvedam

આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ,નસમાં લોહી જામવું, અશક્તિ, નબળાઈ માટે તો છે મોંઘી દવા કરતાં પણ વધુ ફાયદાકારક

ન્યુઝીલેંડ અને ઈટલીનું પ્રખ્યાત ફળ એવા કીવીની ખેતી હવે આપણાં ભારત દેશના હિમાચલમાં થવાલાગી છે. કીવીના છોડને હવે હિમાચલનું વાતાવરણ અનુકૂળ આવી ગયું છે.કીવી જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં કીવીની ખેતી થાય છે.આજકાલ બજારમાં કીવીની માંગ ખૂબ વધી રહી છે. કારણ કે કીવીએ એવું ફળ છે જે ખાવાથી શરીરમાં એક અલગ પ્રકારની શક્તિ આવે છે.

કિવીને ખોરાકમાં લેવા અંગે લોકોને ખૂબ જ મૂંઝવણ રહેતી હોય છે કે આને છોલીને ખાવું કે છોલ્યા વગર ખાવું ? આહારના હેતુથી જોવા જાય તો છોલ્યા વગર ખવાતું કિવી ખૂબ જ પૌષ્ટિક હોય છે. પરંતુ તેની છાલમાં રેશા હોય છે, જે લોકોને ગમતા  નથી. રેશાથી તેમને મોઢામાં કંઇક અટપટું લાગવા માંડે છે. આ રેશાને કપડાંથી સાફ કરીને હટાવી શકાય છે. ઘણાં લોકોએ કિવીને છોલ્યા વગર ખાવાથી મોઢું છોલાઇ જવાની વાત કરી છે.

કીવી લગભગ દરેક ઋતુમાં મળતુ ફળ છે. પરંતુ ઓછા પ્રમાણમાં મળે છે. આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષિક લાગે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કહેવામાં આવી રહ્યું છે કે 100 ગ્રામ કિવીમાં 61 કેલરી, 14.66 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 1 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ ફાઇબર, 25 માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્વ રહેલા છે. જો શરીરમાં સેલ્સની ઉણપ થઇ જાય તો ડોક્ટર આ ફળ ખાવાની સલાહ આપે છે. તે સિવાય કીવી ખાવાથી કેટલીક અન્ય બિમારીઓ પણ દૂર કરી શકાય છે.

કીવીના જ્યુસનો એક ગ્લાસપી લો, તો એક લોહીના બાટલા ચડાવ્યા બરાબર કહેવાય. જેટલા વિટામીન 10 સફરજમાંથી મળે છે એટલા વિટામીન્સ માત્ર એક કીવીમાંથી મળે છે. કીવીમાં ભરપુર પ્રમાણમાં વિટામીન C તથા વિટામીન E રહેલું છે.

કીવીના જ્યુસનો એક ગ્લાસપી લો, તો એક લોહીના બાટલા ચડાવ્યા બરાબર કહેવાય”,જેટલા વિટામીન 10 સફરજમાંથી મળે છે એટલા વિટામીન્સ માત્ર એક કીવીમાંથી મળે છે. કીવીમાં ભરપુર પ્રમાણમાં વિટામીન C તથા વિટામીન E રહેલું છે.

અનિંદ્રાથી પીડાતા લોકો માટે કીવી વરદાન સ્વરૂપ છે.અપૂરતી ઊંઘ તણાવ પેદા કરે છે.સુવાના સમય પહેલા 2 કીવી ખાવાથી સારી ઊંઘ આવે છે.કીવીમાં રહેલ વિટામિન C,વિટામિન E અને સેરોટોનીન અનિંદ્રાની સમસ્યામાં રાહતઆપે છે. કીવીમાં રહેલ વિટામિન C થી રોગપ્રતિકારક શક્તિ વધે છે.તેમાં રહેલ પોષકતત્વો રોગો સામે લડવાની શક્તિ પૂરીપાડે છે.હૃદયને લગતી બીમારીઓ,બ્લડ પ્રેશર,કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ માટે કીવીનું સેવન ફાયદાકારક છે.

વાળને લગતી સમસ્યાઓ માટે પણ કીવી ખાવાથી ફાયદો થાય છે.કીવીમાં રહેલ વિટામીન્સ ખરતા વાળ અટકાવે છેઅને વાળને લાંબા મજબૂત બનાવે છે. કીવી માં લૉ ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ અને હાઈ ફાઈબર હોય છે. જે શરીરમાં ચરબી ને જમા થવા દેતું નથી. કીવી ફ્રુટ ફક્ત શરીરને નુકસાનકારક ચરબીને દૂર કરે છે.

પેટમાં થતી નાની-મોટી બીમારીઓ માટે તો જાણે કીવી રામબાણ ઈલાજ છે તેનાથી પેટ દર્દ, બવાસીર વગેરે જેવી બીમારીઓ સંપૂર્ણપણે દૂર થાય છે. આની સાથે જ કીવી રહેલા ફાઇબર પણ પાચનતંત્રને વ્યવસ્થિત કામ કરતા રહેવા માટે મદદ કરે છે. અને કબજીયાતના દર્દીઓ માટે તો કેવી જાણે અમૃત સમાન હોય છે.

કીવીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. કીવીના સેવનથી શરીરમાં સોડિયમનું લેવલ ઓછું થાય છે અને કાર્ડિયોવસ્કુલર રોગોથી બચી શકાય છે. તે સિવાય કીવીમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી સૂજનની સમસ્યા દૂર રહે છે.

કીવીમાં ફાઈબર વધારે પ્રમાણમાં મળે છે, જેના કારણે તેને ખાવાથી કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે.કીવી ખાવાથી પેટમાંદુ:ખાવો,કબજિયાત અને પેટથી સંબંધિત બધી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

કીવીમાં એક્ટિનીડેન નામનું એંઝાઇમ જોવા મળે છે, જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે.કીવી ફળના નિયમિત સેવનથી પાચનતંત્ર પણ મજબૂત બને છે અને ભોજનને પચવામાં સરળતા રહે છે. કેમકે કીવીમાં રહેલ ફાઈબર પાચનમાં મદદ કરે છે.

કીવીમાં લ્યુટિન રહેલા છે. જે આપણી ત્વચા અને ટિશૂશને સ્વસ્થ રાખે છે. કીવીના સેવનથી આંખોની કેટલીક બિમારીઓ દૂર રહે છે. આંખોની વધારે સમસ્યા એવી છે જેને લ્યૂટિન નષ્ટ થવાના કારણે ઉત્પન્ન થાય છે. તે સિવાય કીવીમાં ભરપૂર વિટામીન એ રહેલા છે. જે આંખોની રોશનીને સારી રાખે છે.

કીવીમાં રહેલા તત્વ બ્લડ ક્લોટિંગ એટલે નસમાં લોહી જામવાથી રોકી શકે છે. જેનાથી કેટલીક સમસ્યાઓ દૂર થાય છે અને કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પણ બચી શકાય છે. ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારીઓ માં પણ ડૉક્ટર દરદીને કેવી ખાવાની સલાહ આપે છે વધુ તાવમાં પણ કેવી ખાવાથી ફાયદા થાય છે.

આપણી ત્વચામાં રહેલ કોલેજન અને આપણી ત્વચાને સુંદર રાખવા માટે મહત્વનો ભાગ ભજવે છે અને આના માટે તેને પૂરતા પ્રમાણમાં વિટામીન સી ની જરૂર પડે છે કે જે કિવિ માં પૂરતા પ્રમાણમાં હોય છે. કીવીના સેવનને કારણે આપણી ત્વચા એ મુલાયમ અને ચમકદાર થઈ જાય છે. આનાથી શરીરમાં ચરબી તો ઓછી રહે જ છે પરંતુ આપણી ત્વચા પણ કરચલી  રહિત રહે છે અને આપણે જવાન રહી શકીએ છીએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version