દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ હોઈ છે અને તેનો બાહ્ય રંગ ભૂરો હોઈ છે . પણ જયારે તમે આ ફળ ને કાપો ત્યારે તે ફળ અંદર થી લીલા રંગ નું હોઈ છે . આ ફળ સૌથી પહેલા ચીન માં ઉગાડવામાં આવ્યું હતું . તે સૌથી વધારે પહાડી ક્ષેત્રો માં જોવા મળે છે. તેને વધારે તો ઠંડા પ્રદેશ માજ ઉગાડવામાં આવે છે. “કીવીના જ્યુસનો એક ગ્લાસપી લો, તો એક લોહીના બાટલા ચડાવ્યા બરાબર કહેવાય”.
જેટલા વિટામીન 10 સફરજમાંથી મળે છે એટલા વિટામીન્સ માત્ર એક કીવીમાંથી મળે છે. કીવીમાં ભરપુર પ્રમાણમાં વિટામીન C તથા વિટામીન E રહેલું છે. કીવીની છાલમાં એસિડ હોય છે જેનો સ્વાદ જીભને ખરાબ લાગે છે. પણ જે એને છાલ સાથે ખાય છે તેના માટે તે ઘણું ફાયદાકારક સાબિત થાય છે. એટલે કે કીવીને છાલ સાથે ખાવાની રીત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કીવી ખાવા ના ફાયદા:
કોઈ વ્યક્તિ ને હમેશા પેટ ખરાબ રહતું હોઈ કે પછી કોઈ વ્યક્તિ ને કબજિયાત ની સમસ્યા હોઈ તો આવી સમસ્યા વાળા લોકો ને કીવી અવશ્ય ખાવું જોઈએ. કીવી માં ભરપુર માત્ર માં ફાયબર મળે છે. આ ફળ પેટ ને લગતી બધીજ સમસ્યા માટે લાભદાયક હોય છે . જો કોઈને પેટ માં દુખાવો કે કબજિયાત ની સમસ્યા કે પછી અન્ય કોઈ પણ પરેશાની હોય તો તેને કીવી નો ઉપયોગ કરવો ખૂબજ જરૂરી છે.
ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં શરીરમાં લોહીની પ્લેટસ માં ઉણપ થવા લાગે છે. કીવી ફળ ખાવાથી લોહીમાંથી ઓછા થતી લોહીની પ્લેટની સંખ્યા ને વધારી શકાય છે. તેથી ડોક્ટર લોહીની પ્લેટ ને નીચે જતા આંકડા ને વધારવા માટે રોજ દિવસમાં 2 કીવી ફળ ખાવાની સલાહ આપે છે. ડેંગ્યું અને ચીકનગુનિયા થાય તો કીવી ફળ ખાવાથી બીમારી સામે લડવામાં મદદ મળે છે. તેથી ડેંગ્યું ના તાવમાં કીવી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
કીવી ફળ ફોલિક એસીડ થી ભરપુર હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ખાસ કરીને લાભદાયક છે. ગર્ભવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલા ને ૪૦૦ થી 600 માઈક્રોગ્રામ ફોલિક એસીડ ની જરૂરિયાત હોય છે જે કીવી ફળ ખાવાથી સરળતાથી પૂરી પડી શકે છે. ફોલિક એસીડ નું સેવન ગર્ભમાં ઉછરી રહેલ બાળકના મગજનો વિકાસ થાય છે.
કીવી ફળ ખાવાથી આંખોની બીમારીઓ થવાનો ભય ઓછો થઇ જાય છે. કીવીમાં વિટામીન ‘એ’ અને એન્ટીએક્સીડેંટ મળી આવે છે જે આંખોની રોશની પણ વધારવામાં મદદ કરે છે અને આંખોને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવે છે. કીવીમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, ઇરીટેબલ બોલેસ સિન્ડ્રોમ માં આ ફળ જરૂર ખાવું જોઈએ. આ ફળ ખાવાથી પેટનો દુઃખાવો, કબજિયાત, દસ્ત અને પેટને લગતી બીજી બીમારીઓને દુર કરી શકાય છે.
કીવી ખાવાથી લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ નથી વધતું. તેથી કીવી નું સેવન કરવાથી હ્રદય ના રોગ અને મધુમેહ માં ફાયદો થાય છે. કીવી એક શક્તિશાળી ઇન્ફલેમેટરી છે તેથી જો આર્થરાઈટીસ ની તકલીફ હોય તો કીવી ખૂબ જ ફાયદાકારક છે. કીવી ફળ ખાવાથી સાંધાના સોજામાં રાહત મળે છે અને તે ઓછા થઇ જાય છે. તેમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ ઓછા પ્રમાણમાં મળી આવે છે જેના લીધે શરીરમાં ગ્લુકોઝ નું પ્રમાણ વધી નથી શકતું. તેથી કીવી ખાઈને મોટાપો પણ ઓછો કરી શકાય છે.
કીવી ખાવાથી ન માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી શકે છે, પણ તેના સેવનથી ગુડ કોલેસ્ટ્રોલ ને વધારી પણ શકાય છે. જે લોકોને હ્રદયને લગતી બીમારીઓ છે, તેમણે નિયમિત રીતે કીવી ખાવા જોઈએ. કીવીમાં એન્ટીઓક્સીડેંટ અને વિટામીન ‘ઈ’ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. તેના સેવનથી શરીરમાં ઈમ્યુનીટી વધે છે અને સ્કીન સેલ્સ ને તે ડેમેઝ થવાથી બચાવે છે. જેના લીધે સ્કીન લાંબા સમય સુધી હમેશા તાજી જોવા મળે છે. એટલે કે કીવી ફળ ખાવાથી ચહેરા અને સ્કીન ઉપર વધતી ઉંમરની અસરને ઓછી કરી શકાય છે.
કીવી નું ફળ શરીર માં પાચનતંત્ર ની શક્તિ વધારે છે. આ ફળ માં એક્ટીનીડેન નામનું તત્વ હોઈ છે ,જે જમવાનું જલ્દી પચાવવા માં મદદ કરે છે . જો જમવાનું સરખી રીતે અને યોગ્ય સમયે પચવા લાગે તો પાચનતંત્ર પણ સરખું થઇ જાય છે .નીંદર નથી આવતી કે તેના જેવી કોઈ પણ સમસ્યા થી પરેશાન હોઈ તો આ ફળ નું સેવન જરૂર કરવું જોઈએ. જો રાત્રે સુતા પેહલા ૨ કીવી ખાવા માં આવે તો ખુબજ સરસ નીંદર આવી જે છે . કીવી નું ફળ આખો માટે પણ ખુબજ લાભદાયી હોઈ છે. કીવી ખાવા થી આખો ની સમસ્યા દુર થઇ જાય છે .
કીવી ફળમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ‘એ’, બી6, બી12 અને કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા તત્વ મળી આવે છે જે શીરીરને દરેક પ્રકારની તકલીફમાંથી બચાવવામાં મદદ કરે છે, તેથી કીવી ફળ ખાઈને દાંતની તકલીફ, લોહી સર્ક્યુલેશન અને ચિંતા જેવી ગંભીર તકલીફો થી રાહત મેળવી શકો છો.