Site icon Ayurvedam

વગર દવાએ માત્ર આ શક્તિશાળી ફળથી ગેસ-અપચો અને પેટની ચરબીને રાખશે 100% જીવો ત્યાં સુધી દૂર

ફળો અને શાકભાજીનું સેવન ન કરવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ફળ વીટામીનો મેળવવા માટે નો ખુબ સારો સ્ત્રોત છે. તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અહીં અમે તમને એક એવા ફળ વિશે જણાવવા માંગીએ છીએ જે દુનિયા માં સૌથી શક્તિશાળી ગણાય છે. આ ફળ ખાતા જ શરીરને ગજબની તાકાત મળે છે.

કીવી મુખ્યત્વે ચીની ફળ છે, પરંતુ તેના ફાયદાઓને જોતા, તે વિશ્વના અન્ય દેશોમાં પણ ઉગાડવામાં આવે છે. કિવીની ખેતી ભારત ના કેટલાક વિસ્તારોમાં પણ થાય છે, પરંતુ તેમ છતાં આપણે તેને આયાત કરીએ છીએ.

વિટામિન સી , કે, ઇ અને કેલ્શિયમ, ફોલેટ, પોટેશિયમ, ફાઇબર થી ભરપૂર કિવી અનેક રોગો માં રાહત આપી શકે છે, ચાલો અમે તમને જણાવીએ કિવિના ફાયદાઓ. કિવી ખાવાથી શરીરનું પાચન તંત્ર સારું રહે છે અને પેટ સંબંધિત બીમારીઓમાંથી છૂટકારો મળે છે. કિવીમાં પૂરતા પ્રમાણ માં ફાઇબર હોય છે જે પેટની ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરે છે.

રોજ સવાર સાંજ કિવી ખાવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે અને વ્યક્તિને પૂરતી ઊંઘ આવે છે. કિવીના બીજના તેલમાં સરેરાશ 62 ટકા આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે, અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે હ્રદયની બીમારીઓ સહિત અનેક બીમારીઓથી દૂર રાખે છે.

વીટામીન સી થી ભરપૂર કિવીમાં પૂરતા પ્રમાણ માં એન્ટી ઓક્સિડેન્ટ મળે છે. જે અનેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે. ફોલેટ એ કીવીમાં વધારે પ્રમાણ માં જોવા મળે છે. સગર્ભા સ્ત્રી ઓ માટે ફોલેટ એ એક આવશ્યક ખનિજ છે, જેના કારણે એનીમિયા, થાક, નબળાઈ જેવી સમસ્યાઓ દૂર થાય છે.

દુનિયા ના આ શક્તિશાળી ફળ ખાવાથી આંખો સંબંધિત બધી બીમારીઓ દૂર થાય છે અને આંખોનું તેજ પણ વધે છે. કિવી ખાવાથી શરીરના સાંધાના દુખાવા અને શરીરના અન્ય દુખાવા પણ દુર થાય છે.  હૃદય માટે કિવી  અનિયંત્રિત પ્લાઝામાં ગ્લુકોઝનું સ્તર, કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ, હાઈ બ્લડ પ્રેશર, વધારે ચરબી વગેરે જેવી સમસ્યાથી બચાવમાં મદદ કરે છે. રોજ કીવી ખાવાથી હૃદય સુરક્ષિત રહે છે. અને હૃદય રોગની સમસ્યાથી છુટકારો મળે છે.

વજન ઘટાડવા માટે ૧૦૦ ગ્રામ કીવીમાં માત્ર 55 કેલેરી હોય છે. તેની સાથે સાથે તેમાં ફાઈબર પણ હોય છે. તે ભૂખ લાગવાની પ્રક્રિયાને ધીમી કરે છે. જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટે છે. વિટામીન સી અને ઈ થી સમૃદ્ધ ફળ કીવી વાળને ખરતા અટકાવે અને વાળનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. કીવીમાં બંને આવશ્યક વિટામીન છે અને તેમાં અન્ય ખનીજો પણ રહેલા હોય છે. જે વાળને લાંબા કરવામાં અને વાળને સ્વસ્થ બનાવે છે.

ત્વચા ને સુંદર બનાવવા માટે કીવી નો ઉપયોગ કરવો જોઈએ. ૧૦૦ ગ્રામ કીવીમાં ૯૨.7 મીલીગ્રામ વિટામિન સી રહેલું હોય છે. જે ત્વચાને ખુબસુરત બનાવે છે.તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ત્વચાને અનુકુળ પોષક તત્વો રહેલા છે. જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

શરદી ઉધરસ માટે પણ કિવી ઉપયોગી છે શરદી, ઉધરસ અને તાવ એક સામાન્ય સંક્રમણ છે. જે કુપોષણ અને ઓછી રોગ પ્રતિકારક શક્તિના કારણે થાય છે. માટે કીવી ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તાવ, શરદી જેવી નાની બીમારીઓ પણ દુર થાય છે.

કિવિમાં ઈન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે. આવા કિસ્સામાં જો સંધિવા હોય તો કિવિનું નિયમિતપણે સેવન કરવું ફાયદાકારક રહે છે. આ ઉપરાંત, તે શરીરની આંતરિક ઈજા મટાડવા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવિ ઉપયોગી છે. કિવિ નિયમિત ખાવાથી શરીર માં કોલેસ્ટ્રોલની માત્રા માં ઘટાડો થાય છે. હૃદય સંબંધિત ઘણા રોગો માં કિવિ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

હવે આપણે કિવિના ફાયદાઓની  સાથે ગેરફાયદાની પણ માહિતી મેળવીશું.

કેન્સરના રોગીઓને ઓક્સીડેટીવ તણાવથી લડવાની જરૂર હોય છે. માટે તે ઓછામાં ઓછા બે કિવિ ખાવા જોઈએ. ટાઇપ 2 ડાયાબિટીસ વાળા લોકોએ એક જ કીવી ખાવું જોઈએ.

શરદી અને શ્વાસથી પીડાતા લોકોએ પણ રોજ એક થી બે કીવી જ ખાવા જોઈએ. કિવી ફળના દુરૂપયોગથી ઉબકા, ઉલ્ટી અને ઝાડા થઈ શકે છે, અને આવા ખરાબ કિસ્સાઓમાં તે શ્વાસની સમસ્યા અને અસ્થિરતા પણ પેદા કરી શકે છે.

Exit mobile version