જો તમારે તમારા પ્રેમ અને લાગણીના સંબંધોને મજબૂત બનાવવા હોય તેમજ તેમાં મીઠાશ લાવવી હોય તો કિસ એક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. પતિ-પત્ની વચ્ચે જો કોઇ પણ પ્રકારનો ઝઘડો થયો હોય તો તેનો અંત લાવવા માટે એક કિસ મહત્વનો ભાગ ભજવે છે. એક રિસર્ચ અનુસાર જ્યારે તમે સામેવાળી વ્યક્તિને કિસ કરો છો ત્યારે જો તે ગુસ્સામાં હોય તો તે એક જ સેકન્ડમાં નરમ થઇ જાય છે અને ગુસ્સો ગાયબ થઇ જાય છે. જો કે તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે, કિસ કરવાથી બે વ્યક્તિઓના સંબંધો મજબૂત તો થાય છે પણ સાથે-સાથે તમારા હૃદય અને દિમાગને પણ લાભ પહોંચે છે.
પ્રાચીન સમય માં જયારે માનવીય સભ્યતા ની શરૂઆત થઇ રહી હતી, તો લોકો એક બીજા પ્રત્યે એમનો લગાવ અને પ્રેમ પ્રદર્શિત કરવા માટે ચુંબન નો સહારો લેતા હતા. કિસ ના અલગ અલગ રીતે થી પ્રેમ દર્શાવવા માં આવે છે. જેમ કે નાના બાળકો ને માથા પર અથવા ગાલ પર નાની એવી કિસ કરવામાં આવે છે. ઘણા પ્રકાર ના રીસર્ચ માં પણ આ વાત સાબિત થઇ ચુકી છે કે કિસ કરવાથી ફક્ત કેલેરી નો નાશ, પ્રેમ, લગાવ અને આકર્ષણ જ નથી વધતું પરંતુ માનસિક તણાવ પણ દુર થઇ જાય છે.પ્રેમ એક ખુબ જ ભાવનાત્મક અહેસાસ છે જેમાં સ્પર્શ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. કોઈ ના પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે લોકો એને કિસ કરે છે.
કિસ કરવાના ફાયદા:
કિસિંગ વખતે થૂકના સ્વેપિંગના કારણે એમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. કારણ કે નવા જર્મ્સ એક બીજાને મળે છે અને તેનાથી જર્મ્સ ઈમ્યુનને મજબૂત બનાવે છે.કિસ વખતે શરીરમાં એડ્રેનાલિન નામનું હોર્મોન બને છે જે દિલ માટે ખુબ ફાયદાકારક છે. આ આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન માટે પંપિંગમાં મદદ કરે છે. તેનાથી બ્લડ પ્રેશર ઓછુ થાય છે અને શરીરમાં રક્ત સંચાર ઠીક રાખવામાં મદદ મળે છે.
કિસિંગ કરતી વખતે દિમાગને ક્લિક કરે છે અને તેના ઉપરાંત બ્રેનમાંથી કેમિકલનું કોકટેલ સેક્રિટ થવા લાગે છે અને જેનાથી હેપ્પી હોર્મોન્સ ઝડપથી વધતા જાય છે. તેનાથી તમને ખૂબ સારુ અને હલકુ ફિલ થાય છે. કિસ કરવાના કારણે ઘણી એલર્જી પણ થવાના ચાન્સ ઓછા થઈ જાય છે. કારણ કે જ્યારે કિસ કરવામાં આવે છે ત્યારે તો સ્ટ્રેસ ઓછુ થાય છે અને સ્ટ્રેસ એલર્જી માટે મોટુ કારણ પણ માનવામાં આવે છે.
કિસ કરવાથી મહિલાઓની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. હાઈપોથેસિસ નામની જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર મહિલાઓને ‘સાઈટોમેગાલોવાયરસ’થી બચવામાં મદદ મળે છે જે પ્રેગ્નેન્સીમાં બાળકને જન્મજાત આંધળા બનાવી શકે છે. કિસ કરવાથી એક મિનિટમાં છ કેલરી બર્ન થાય છે અને તમારું મેટાબોલિઝમ વધે છે. કિસકરતી વખતે ચહેરાના 30 સ્નાયુઓને એક્ટીવ થવાની તક મળે છે. ઘણા લોકો સેક્સની ક્ષમતાવધારવા માટે પણ કિસ કરે છે. કિસ દરમ્યાન પુરુષના ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સ મહિલાના મુખમાં સ્થળાંતરિત થાય છે. ટેસ્ટોસ્ટેરોન મહિલાની ઉત્તેજનાને વધારી દે છે અને પરિણામરૂપ સેક્સની તકો વધે છે.
કિસ કરવાથી ચહેરાના મસલ્સ ટાઇટ થાય છે. એનાથી ચહેરાનું બ્લડ સક્યુર્લેશન ઇમ્પ્રૂવ થાયછે, જેનાથી કરચલી જલદી પડતી નથી અને ચહેરા પર ચમક આવે છે. કિસ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. આખા દિવસમાં એક કિસ કરવાથી માત્રભાવનાઓ જ નહીં પણ હેલ્થને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે. કિસ કરવાથી શરીરમાં એડ્રેલિન નામનું હોર્મોન રીલીઝ થાયછે, જે શરીરમાં દર્દને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. માથાના દુખાવામાં કિસ સૌથી અસરકારક સાબિત થાય છે. સ્ટ્રેસનું મુખ્ય કારણ કોર્ટિસોલ હોર્મોન હોય છે.કિસ કરવાથી શરીરમાં કોર્ટિસોલ ઓછું થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધેછે જેનાથી તણાવમાં ઘટાડો થાય છે.
જે નિયમિત રીતે કિસ કરે છે, તેમને પેટ મૂત્રાશય અને રક્ત સંબંધિત સંક્રમણથવાની શક્યતા પણ ઓછી રહે છે. કિસ દરમિયાન પ્રાકૃતિક એન્ટીબાયોટિકનો સ્ત્રાવથાય છે, જે અનેક દુખાવામાંથી રાહત આપે છે. કિસ કાર્ડિઓ વેસક્યુલર બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. પાર્ટનરને નિયમિત રીતે કિસ કરનારા લોકોમાં તણાવ ઓછો જોવા મળે છે.સાથે જ તેઓ પોતાના સંબંધને મુદ્દે વધુ સંતુષ્ટ હોય છે, તેમના શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ નિયંત્રિત રહે છે.
કિસ નકારાત્મક ઉર્જા બહાર ફેંકી સકારાત્મક ઉર્જા લાવે છે, જે આત્મ સમ્માન વધારે છે. જ્યારે કોઇ વ્યક્ત કિસ કરે ત્યારે તેનું બ્લડ પ્રેશર ઘટે છે. કિસ કરવાથી લોહીને નસોમાં ફરવામાં મદદ મળે છે અને બ્લડ પ્રેશર પણ નીચે લાવે છે. કિસ કરવાને કારણે ઓક્સિટોસીન, સેરોટોનિન અને ડિપોમેઇન જેવા સારા રસાયણો બહાર આવે છે તેથી સમગ્ર દિવસ દરમિયાન સારો અનુભવ થાય છે. કહેવાય છે કે જોશથી કરવામાં આવેલી દરેક કિસ આશરે 8થી 16 કેલેરી બાળે છે. એટલે નુકસાનકારક તો ન જ કહેવાય.
એક કિસ તમારા પાર્ટનર સાથે સુસંગતતાનું મૂલ્યાંકન પૂરુ પાડે છે. એમ કહેવાય છે કે મહિલાઓ માત્ર જાતીય સંબંધોની પહેલ કરવા માટે જ નહિ, પરંતુ તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા માટે પણ તે કિસનો ઉપયોગ કરે છે. કિસ એક વ્યકિતની સ્મેલ, સ્વાદ અને અવાજ બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિટ કરે છે જે બે વ્યક્તિ વચ્ચેનો મતભેદ દૂર કરે છે. કિસ કરવાથી ઓક્સીટોસિન હોર્મોનનો સ્ત્રાવ થાય છે, જેના દ્વારા શરીર રિલેક્સ થાય છે.