કિસમિસ એટલે સૂકી દ્રાક્ષ રુક્ષ અને નિસ્તેજ શરીરને દ્રાક્ષ તેના સ્નિગ્ધગુણથી મૃદુ-કોમળ કરવાની ક્ષમતા ઘરાવે છે. હિન્દીમાં દ્રાક્ષને મુનક્કા કે અંગુર કહે છે. દ્રાક્ષમાંનાં વિશિષ્ટ તત્વોદ્રાક્ષમાં ટાર્ટરિક એસિડ, સાઇટ્રિકએસિડ, સોડિયમ અને પોટેશિયમ ક્લોરાઈડ, પોટેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ રહેલાં છે.
કિસમિસ આખા શરીરની બળતરા, તમામ પ્રકારના તાવ, શરીરના વિવિધ માર્ગોમાંથી રક્તનું વહેવું. (રક્તપિત્ત), ક્ષય, મહાત્વય (વધારે પડતું મદ્યપાન કરવાથી થતું એક દર્દ), ઉધરસ, અવાજની વિકૃતિ કે અવાજનું તરડાઈ જવું, કબજિયાત વગેરે દર્દોને મટાડે છે. કિસમિસ શરીરની માંસપેશીઓને પુષ્ટ કરનાર છે. અને કામશકિત વધારનાર છે. ખીલ કે શરીરના બીજા ભાગોમાં થતી ફોલ્લીઓમાં બાફ- બફારાને વગેરે ને કારણે થતાં દર્દોમાં તથા અમ્લપિત્ત (એસિડિટી)માં પણ ફાયદાકારક છે.
પલાળેલી કિસમિસના પાણીની અંદર ભરપૂર માત્રામાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર અને અન્ય વિટામીન્સ હોય છે. તેનું સેવન કરવાના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે. અને સાથે સાથે તેની અંદર કુદરતી રીતે શુગર રહેલી હોય છે. જેનું સેવન કરવાથી શરીરની સુગર લેવલમાં પણ નિયંત્રણ રહે છે. સામાન્ય રીતે દ્રાક્ષ પીળી અને કાળા રંગની આવતી હોય છે. સવાર સવારમાં દ્રાક્ષના સેવન કરવા માટે કાળા રંગની દ્રાક્ષ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
ખૂબ ઉલટીઓ થતી હોય, ત્યારે પેટમાં કંઈ ટકતું નથી. આવે વખતે કિસમિસ નું જ્યુસ કે પાણી ચમચી જેટલું પીવું અને નાભિની આસપાસ તલના તેલનું માલિશ કરવું. જેથી વાયુદોષની ઉગ્રતા ઘટતાં ઉલટી અને ઝાડા ધીમે ધીમે બંધ થાય છે. ખૂબ ઝાડા થતા હોય ત્યારે કિસમિસ સાથે ધાણાજીરૂનો પાવડર પાણી સાથે મેળવી, પલાળી, મસળીને ગાળી લીધા પછી ચમચી જેટલું પીવું તેનાથી ઝાડા બંધ થાય છે.મોં કડવું થઈ જવું, સૂકાઈ જવું અને વાયુ અને પિત્ત દોષોથી થતા રોગોમાં કિસમિસ ઉપયોગી છે.
કિસમિસમાં જોવા મળતા ફાઈબર ગૈસ્ટ્રોઈન્ટેસ્ટિનલ માર્ગથી વિષાક્ત અને અપશિષ્ટ પદાર્થોને બહાર કાઢવમાં મદદ કરે છે. કિસમિસમાં વિટામિન એ, એ-કૈરોટીનૉઈડ અને એ-બીટા કૈરોટીન રહેલુ હોય છે. જે આંખોને ફ્રી રૈડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. તેમા એંટી ઑક્સીડેંટ ગુણ પણ જોવા મળે છે. કિસમિસ ખાવાથી મોતિયાબિંદ વય વધવાને કારણે આંખોમાં થનારી નબળાઈ, મસલ્સ ડૈમેજ વગેરે થતા નથી.
કિસમિસ ની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેનું પલાળેલું પાણી પીવામાં આવે તો તેના કારણે લીવરની અંદર રહેલી બધી જ ખરાબ અને ઝેરી તત્વો સાફ થઈ જાય છે. જેથી કરીને લીવર યોગ્ય રીતે કાર્ય કરે છે. જે સ્ત્રીઓને વધારે પડતું માસિક આવતું હોય, (લોહીવા) કે વારંવાર ગર્ભસ્ત્રાવ થતો હોય કે શરીરની તજા ગરમીના કારણે ગર્ભ ના રહેતો હોય એમણે બે કાળી દ્રાક્ષ, વરિયાળી, સાકરને સવારે પલાળીને બનાવેલું શરબત સાંજે પીવું અને સાંજનું પલાળેલું સવારે પીવું.
વજન વધારવામાં પણ કિસમિસ ખૂબ લાભકારી છે. કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જોવા મળે છે. જે એનર્જી આપવ સાથે વજન વધારવામાં પણ મદદગાર કરે છે. કિસમિસમાં ખૂબ પ્રમાણમાં આયરન હોય છે. જે એનીમિયા સામે લડવાની શક્તિ ધરાવે છે. લોહી બનાવવા માટે વિટામીન બી કોમપ્લેક્સની જરૂર પડે છે. અને કિસમિસ આ કમી પૂરી કરે છે. તેમા રહેલ કૉપર પણ લોહીમાં લાલ રક્ત કોશિકાને બનાવવામાં મદદ કરે છે.
કિસમિસ માં રહેલ ફિનૉલિક પાયથોન્યૂટ્રિયંટ જે જર્મીસાઈડલ એંટી બૉયટિક અને એંટી ઑક્સીડેંટ તત્વોને કારણે ઓળખાય છે. તે વાયરલ અને બૈક્ટીરિયલ ઈંફેક્શનથી લડીને તાવને જલ્દી ઠીક કરી નાખે છે. કિસમિસનુ સેવન કરવાથી હાજમો ઠીક રહે છે. અને પાચન તંત્ર પણ સારું કાર્ય કરે છે. કિસમિસ લૈક્સટિવના રૂપમાં કાર્ય કરે છે.આ પેટમાં જઈને પાણીને શોષી લે છે. જેના ફળસ્વરૂપ કબજિયાતથી રાહત મળે છે.
જો કિસમિસના પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે મોંમાંથી આવતી વાસને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સાથે સાથે તેની અંદર રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ કેન્સરથી બચવા માં પણ મદદરૂપ સાબિત થાય છે. તેની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જેનું સેવન કરવાના કારણે શરીરમાં કુદરતી રીતે હિમોગ્લોબિનની માત્રામાં વધારો થાય છે. બીપી જે તમને એનિમિયા જેવી સમસ્યાથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
બીજ વગરની કાળીદ્રાક્ષ એક ભાગ, અને હરડેનું ચૂર્ણ બે ભાગ લઈને બંનેને બંનેને બરાબર લસોટીને એક-એક તોલાની મોટી ગોળીઓ વાળવી. સવારે અડધી વાડકી ઠંડા પાણીમાં એક ગોળી નાખીને ઓગાળવી. દસ-પંદર મિનિટ પછી પી જવું. હૃદયરોગ, લોહીવિકાર, મેલેરિયા (વિષમ જ્વર), પાંડુરોગ(એનિમિયા), ઉલટી, ચામડીના વિકારો, ઉધરસ, કમળો, અરુચિ, પેટમાં વાયુનો ભરાવો વગેરે દર્દીમાં ઉપયોગી કહેલી છે.