ડાયાલીસીસ અને ઓપરેશન વગર માત્ર આ અસરકારક આયુર્વેદિક ઉપચારથી કિડનીના દરેક પ્રકારના રોગ માંથી મળી જશે છુટકારો, જરૂર જાણી લ્યો ઉપચાર વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કિડની શરીરનું એક ખુબ જ અગત્યનુ અંગ છે. કિડની શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરી તેમાંથી પાણી, સોડિયમ, પોટેશિયમ તથા બીજા અગણિત પદાર્થો ગાળીને પેશાબ રૂપે શરીરની બહાર ફેંકવામાં મદદ કરે છે.  તે એક દિવસ માં 1200 લીટર લોહી શુદ્ધ કરે છે.

પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી હોર્મોન્સ, હિમોગ્લોબીન, કેલ્શિયમ, મેટાબોલિઝ્મ માં પણ કિડની ની મોટી ભૂમિકા છે. કિડનીમાં મૂત્રવાહીની, મૂત્રાશય અને મૂત્રનલિકા જેવી રચના આવેલી હોય છે જે  રુધિરનું ગાળણ કરે છે. કિડનીનો આકાર કાજુ જેવો હોય છે. આજે અમે તમને કેટલાક સસ્તા અને સારા ઘરેલું ઉપાયો જણાવીશું, જેના દ્વારા તમે તમારી કિડનીને લગતા રોગોને દૂર કરીને કિડનીને સ્વસ્થ રાખી શકો છો.

ચાલો અમે તમને કિડનીને લગતા રોગોના ઘરેલુ ઉપચાર: કિડનીના રોગ થવાના કારણ જેવા કે ઓછું પાણી પીવું, પૂરતી ઊંઘ ન લેવી, દારૂ પીવું, સિગારેટ પીવી, પેશબને રોકવું, ઠંડુ પીણું વધારે પીવું, મીઠું વધારે ખાવું જેવા કારણોને કારણે કિડનીના રોગો થાય છે.

કિડનીના રોગોમાં શરદી થવી, શરીરમાં સોજો ચડવો, પેશાબ વારંવાર જવું, મોઢામાં દુર્ગંધ આવવી, ત્વચા પર ખંજવાળ આવવી, પેશાબમાં બળતરા થવી, ભૂખ ઓછી લગાવી, થકી જવું, બ્લડપ્રેશર વધવું વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

બેકિંગ સોડાનો ઉપયોગ કિડનીને અનેક પ્રકારના રોગોથી બચાવી શકે છે. કિડનીના ઘણા રોગો એસિડિટીને કારણે થાય છે. બેકિંગ સોડા એસિડિટીને દૂર કરે છે. કિડનીને તમામ પ્રકારની બીમારીઓથી બચાવવા માટે દરરોજ સવારે સૂકી દ્રાક્ષનું પાણી પીવું. આ માટે, સુકી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળો. સવારે આ પાણીમાંથી સુકી દ્રાક્ષને કાઢી અને તે પાણી પીવું.

તમામ પ્રકારના વિટામિન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે, પરંતુ કિડનીને સ્વસ્થ રાખવા વિટામિન ડી ખાસ કરીને મહત્વનું ગણાય છે. વિટામિન ડી કિડની સંબંધિત રોગોને ઘટાડવામાં મદદ કરે છે. કિડનીને તમામ પ્રકારના રોગોથી બચાવવા માટે વિટામિન સીનો ઉપયોગ કરવો જોઈએ. વિટામિન બી6 નું સેવન કરવાથી પણ કિડનીમાં પથરીનું જોખમ ઓછું થાય છે.

કિડનીના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક નીવડે છે. આયુર્વેદમાં પણ એવું માનવામાં આવે છે કે તેના સેવનથી પથરી તૂટીને મૂત્ર માર્ગે દ્રારા બહાર નિકળી જાય છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે શાકભાજીનો રસ પીવો ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. કિડનીને લગતા તમામ રોગો શાકભાજીનો રસ પીવાથી મટાડી શકાય છે.

ઊંટડીના દૂધમાં મધુમેહ, અલ્સર, હૃદયરોગ, ગેંગરિન, કિડની સંબંધી બીમારીઓથી શરીરનો બચાવ કરવાની રોગપ્રતિકારક ક્ષમતા હોય છે. તે શરીરમાં એવી કોશીકાઓના નિર્માણમાં મદદ કરે છે જે સંક્રમણ રોગોની વિરુદ્ધ એન્ટીબોડીઝના રૂપમાં કામ કરે છે.

સફરજનના વિનેગર માં અનેક પ્રકારના એન્ટી બેક્ટેરિયલ ઘટકો જોવા મળે છે, જે કિડનીને તમામ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી સુરક્ષિત રાખે છે. સફરજનનાવિનેગરનો  ઉપયોગ કિડનીમાંથી તમામ પ્રકારના હાનિકારક તત્વોને દૂર કરવા માટે થાય છે. સફરજનના વિનેગર દ્વારા કિડનીની પથરી પણ બહાર કાઢી શકાય છે.

250 ગ્રામ ગોખરુ ના કાટાને 4 લિટર પાણીમાં ઉકાળો. જ્યારે આ પાણી 1 લિટર જેટલું રહે ત્યાસુધી ઉકાળો. ત્યારબાદ તેને ઠંડુ પાડવા દો અને પછી તેને સ્વચ્છ બોટલમાં ભરો. તેમાંથી 100 ગ્રામ જેટલું દરરોજ સવાર થી સાંજ સુધીમાં પીવું. પીધા પછી 1 થી 2 કલાક કંઈપણ ન ખાવું. આ ઉપાય દરરોજ કરવાથી, એક થી બે અઠવાડિયામાં જ કિડનીમાં આરામ મળી જશે.

કિડનીની સાથે શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવા માટે વધુ માત્રામાં પાણી પીવું જોઈએ. વધારે પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાંથી બધા હાનિકારક તત્વો પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. લીમડાની છાલ અને પીપળા ની છાલને પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય પછી તેને ઠંડુ કર્યા પછી ગાળી લો, અને દિવસમાં 2 થી 3 વખત પીવો. આ રીતે નિયમિત પીવાથી કિડનીમાં ઘણો ફાયદો થાય છે.

ખોરાકમાં મીઠું, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું વધારે સેવન કરવું જોઈએ. મીઠું રોજ ૫-૬ ગ્રામથી પણ ઓછું લેવું જોઈએ. ૪૦ વર્ષની ઉંમર બાદ ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે. ચિકરી એક છોડ છે. આ છોડના ઉપયોગથી સુગર, પાઈલ્સ અને લીવર સહિતના તમામ રોગો મટાડી શકાય છે. કિડનીના રોગોથી છુટકારો મેળવવા માટે ચિકરીના પાનને ખૂબ ચાવીને ખાવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top