Site icon Ayurvedam

કિડની બગાડતાં શરીર માં જોવા મળતા લક્ષણો અને તેના થી બચવાના ઉપાયો વાંચો અને વધુ માં વધુ શેર કરો કોઈ ને કામ લાગી જશે..

કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે.

કિડની ફેલ થવાના લક્ષણો:

શરીરનું વજન અચાનક વધી જવું, અને અન્ય અંગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે. એટલે ધ્યાન રાખો કે  હાથ-પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવતો ને.

પેશાબ કરતી વખતે લોહી પડતું હોય તો આ બાબત ચિંતાજનક છે. પેશાબ કરતી વખતે લોહી ટપકવું કિડની ખરાબ થયાના સંકેત છે. જો વારંવાર પેશાબ જવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં. વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.

કિડની ખરાબ થવાથી શરીરમાં વધારે પાણી જમા થાય છે. જેના કારણે ફેફસામાં પાણી ભરાઈ જાય છે. જેથી તેની કાર્યક્ષમતા પર અસર પડે છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.તેના લીધે શ્વાસ ને લગતા રોગો પણ થઈ શકે છે.

કિડની ખરાબ થવાના કારણે મગજમાં ઓક્સિજનની કમી ઊભી થાય છે. જેના કારણે વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને એકાગ્રતા ઘટી જાય છે.અને સ્વભાવ ચીડિયો થઈ જાય છે. કિડનીનાં રોગમાં રક્તક્ષય (લોહીનો અપુરતો પુરવઠો) થતાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે.  જેથી ચક્કર આવે છે. અને એકાગ્રતામાં મુશ્કેલી થાય છે.અને શરીર માં નબળાઈ જોવા મળે છે.

જો કિડની નો રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢ નો અનુભવ થાય. પાયલોનફ્રીટિસ ને લીધે શરીર માં ઠંડીથી તાવ પણ આવી શકે છે.

કિડનીનું કામ બગડતાં લોહીમાં અશુધ્ધિ અને કચરો જમા થાય છે.  જેને કારણે સખત અને તીવ્ર ખંજવાળ આવે છે. અને ત્વચા પર ઘસરકા ના નિશાન જોવા મળે છે. કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે. જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેડુના ભાગ સુધી પહોંચી શકે છે.

આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થઇ શકે છે, આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે. કિડનીનાં રોગને લીધે લોહીમાં જમા થતી અશુધ્ધિ નાં કારણે ઉબકા અને ઊલ્ટી પણ થઇ શકે છે.

કિડની ખરાબ થતાં તેને બચાવવાના ઉપાય :

નિયમિત કસરત કરવી :

શરીર તંદુરસ્ત રાખવું. નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરત થી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.

પોષ્ટિક ખોરાક લેવો:

ખોરાક મા નમક (મીઠું), ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી ,ફળો અને રેસા વાળા ખોરાક નું પ્રમાણ વધારે રાખવું. મીઠું(નમક) રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. ૪૦ વર્ષની ઉમર બાદ ખોરાકમા નમક(મીઠું)ના પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે.

યોગ્ય વજન જાળવવું :

સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ,લોહીનું દબાણ ,હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે. ધુમ્રપાન ને કારણે લોહીની નળીઓ સંકોચાય જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે.

Exit mobile version