કેટલાક લોકોને ભોજન બાદ ખાટા ઓડકાર આવવાની સમસ્યા રહે છે. જો કે ઓડકાર આવવા એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જેના કારણે પેટમાં રહેલો વધારાનો ગેસ બહાર નીકળી જાય છે. પરંતુ વારંવાર ઓડકાર આવવાના કારણે વ્યક્તિ હેરાન-પરેશાન થઇ જાય છે. કેટલીક વખત તો ઓડકારના કારણે શરમ અનુભવવી પડે છે.
દહીં પેટમાં કુદરતી રીતે રહેલા ગટ બેક્ટેરિયાના સંતુલનને જાળવી રાખે છે. આ બેક્ટેરિયાને અસંતુલિત થવાના કારણથી પેટમાં ગેસ અને ઓડકાર જેવી સમસ્યાઓ વ્યક્તિને પરેશાન કરવા લાગે છે. એવામાં દહીંનો આ નુસખો તરત જ રાહત આપી શકે છે. તેનાથી બચવા માટે રોજ ભોજનમાં દહીંને સામેલ કરવું જોઇએ. તે સિવાય છાશને પણ ભોજનમાં સામેલ કરી શકો છો.
કદાચ ખબર નહીં હોય કે કૈમોમાઇલ ટી પીવાથી પેટમાં ગેસ ઓછો થાય છે. તે સિવાય ઓડકાર અને પેટના દુખાવાથી પણ રાહત મળે છે. જેના માટે કૈમોમાઇલ ચા પીવી જોઇએ. વધારે ઓડકાર આવવા પર દિવસમાં 2-3 કપ કૈમોમાઇલ ટી પી શકો છો. ઇલાયચી ખાવાથી પેટમાં ડાયજેસ્ટિવ જ્યૂસ જલદી બને છે. જેના કારણથી પેટમાં ગેસ ઓછો થાય છે. તે સિવાય પેટ પણ ઓછુ ફુલે છે.
પેટનો ગેસ અને ઓડકારથી રાહત મેળવવા માટે દિવસમાં 3 વખત ઇલાયચીનું સેવન કરો.વરિયાળી ખાવાથી પણ પેટની ગેસ અને ઓડકારમાં રાહત મળે છે. વરિયાળી પાચન તંત્રને રાહત આપવાની સાથે સાથે પેટ ફુલવુ , ગળામાં જ્વલન થવી જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે. ભોજન કર્યા બાદ અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવાથી વારંવાર આવી રહેલા ઓડકારથી રાહત મળી શકે છે.
ખોરાક સાથે પાણી ઓછું પીવું. બે ખોરાકની વચ્ચે પાણી પીવું.વધુ ચરબીવાળા ખોરાક તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે લેવાનું ટાળો. ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેનો વાલ્વ ઢીલો થઇ જાય છે. એના લીધે ઓટકારની સમસ્યા થાય છે.
કોફી, ટમેટાં કે સંતરાંનો જ્યુસ, દારૂ કે તમાકુ ન જ ખાવા કારણકે આ દરેક જઠરની અંત:ત્વચાને સીધું નુકસાન પહોંચાડે છે. જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે. ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ પાયા નીચે ઇંટો ગોઠવવી. વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું.
દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે. જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.અને ઓટકાર આવતા નથી . મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.
દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે. દરરોજ રાત્રે સૂતાં પહેલાં ગળ્યા દૂધમાં બે સચચી ઇસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દૂર થાય છે. જોકે ઇસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે. ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં ત્રણવાર અડધો તોલો અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબીબાજુના હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધ મીઠુ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.
ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.અને ખાટા ઓટકાર પણ નહિ આવે. અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.
વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું. તુલસી મળવી મુશ્કેલ હોય તો, ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે. ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ. કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી ઓટકારા મા રાહત મળે છે .
કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પિત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.અને ખાટા ઓટકારા પણ નહિ આવે. જાંબુડીની છાલનો રસ દુધમાં મેળવી પીવાથી ઉલટી થઈ ઓટકારા માં રાહત મળે છે . આમળાનો રસ પીવાથી ખાટા ઓટકારા મટે છે.