Site icon Ayurvedam

મળી ગયું હાડકાં તકલાદી થવાનું અને સાંધા અને ગોઠણના દુખાવાં અને કેન્સર થવાનું કારણ, આજથી જ બંધ કરી દ્યો આનું સેવન નહીંતો થઈ જશો હેરાન

ખાંડ એક એવી વસ્તુ છે કે જેના વગર મીઠાશ નથી આવતી. એક વાત તો ખૂબ જ મુશ્કિલ છે કે ખાંડ ખાવાવાળો વ્યક્તિ લાંબા સમય સુધી તેના વગર રહી શકે. ખાંડનો ઉપયોગ આપણે કેક, મીઠાઈ, આઈસ્ક્રીમ, ચોકલેટ, ખીર જેવી વસ્તુઓમાં મેળવીને તેનું સેવન કરવામાં આવે છે.

જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, બિસ્કિટનું પેકેટ તથા પ્રત્યેક દિવસે દિવસે આપણા પ્રત્યેક ઘરોમાં ખૂબ ઉપયોગ વધતો જાય છે. ખાંડને કારણે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે એવું વૈજ્ઞાનિકો અને સંશોધકો કહે છે. ખાંડ વધારે પ્રમાણમાં ખાવાથી દાંત અને પેઢા નો આરોગ્ય જોખમાય છે.

ખાંડ માં કેલરી સિવાય બીજા કોઇ પોષકતત્વો હોતા નથી જે આપણા શરીરની ઉર્જા વધારવામાં મદદ કરે, જ્યારે તમે શુગરની માત્રા વધુ લેશો ત્યારે થોડા સમય બાદ તમને એનર્જીની કમી અનુભવાશે અને આળસ જેવું લાગશે. આ સ્થિતિ લાંબો સમય રહે તો તે ઘાતક સાબિત થઇ શકે છે.

વધુ પડતું ખાંડ નું સેવન આપણા લીવરના કામને વધારી દે છે અને શરીરમાં લિપિડનું નિર્માણ વધી જાય છે. આવી સ્થિતિમાં ફેટી લિવર ડીસીઝ જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. ખાંડ તવચામાં રહેલા પાણીને શોષી લે છે અને તેને સૂકી કરી નાખે છે. જો તમે વધારે ખાંડ ખાઓ છો તો તમારે પાણી પણ વધારે પીવું જોઈએ.ખાંડ તવચામાં રહેલી કેલાજીનને નુકસાન કરે છે. કેલાજીન એક પ્રદાર્થ છે જે તવચાને એક સાથે રાખવામાં મદદ કરે છે. જેના થી તવચા એકદમ ટાઈટ દેખાય છે.

વધુ ખાંડ લેનારા લોકો અકાળે વૃધ્ધ પણ થઇ જાય છે. આ સૌથી મોટી સાઇડ ઇફેક્ટ છે. જ્યારે આપણે વધુ માત્રામાં ખાંડ ખાઇએ છીએ તો શરીરમાં ઇંફ્લેમેટરી ઇફેક્ટ બને છે અને ત્વચા પર દાણા નીકળવા, વૃધ્ધ દેખાવુ અને કરચલીઓ પડવી જેવી સમસ્યાઓ થાય છે.
વધુ ખાંડ ના સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. તે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ વધારે છે જે દિલ માટે ઘાતક છે.

ખાંડનો વધુ ઉપયોગ કરવાથી તમારા ગુપ્તાંગોમાં ખંજવાળની સમસ્યા ઉભી થઈ શકે છે. એટલુ જ નહી આ ગુપ્તાંગો દ્વારા વધુ તરલ સ્ત્રાવ અને સંકમ્રણ માટે પણ જવાબદાર હોઈ શકે છે. દાંતોના ઉપરી પરત ઉપરાંત તેનો પ્રયોગ તમારા હાડકાને કમજોર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ઑસ્ટિયોપોરાસિસ જેવી સમસ્યાઓ માટે પણ ખાંડનુ વધુ સેવન જવાબદાર છે.

આજકાલ સ્થૂળતા એક મોટી સમસ્યા બની ગઈ છે. સ્થૂળતા એટલે તમામ રોગોને આમંત્રણ. જો તમે મીઠાઈ ન ખાતા હોવ તો પણ, તમે ખાંડવાળા પીણાં, ઠંડા પીણા, ચોકલેટ, પેસ્ટ્રી વગેરેની બહારની દરેક વસ્તુના શોખીન હશો. આ દ્વારા પણ ખાંડ તમારા શરીરમાં પહોંચે છે અને તમારું વજન ઝડપથી વધે છે.

વધારે ખાંડ ખાવાથી તમને યાદશક્તિ ગુમાવવાનું જોખમ રહે છે. વધારે ખાંડ તમારા શરીરમાં સુગર લેવલ વધારે છે. આના કારણે મગજમાં ગ્લુકોઝ સંપૂર્ણ રીતે પહોંચતું નથી અને યાદશક્તિમાં ઘટાડો થવા લાગે છે. જો તમને સાંધાનો દુખાવો હોય અથવા સંધિવાની સમસ્યા હોય તો તમારે વધારે ખાંડનું સેવન ન કરવું જોઈએ. વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધે છે, જેના કારણે સાંધાનો દુખાવો અને આર્થરાઈટિસ જેવી બીમારીઓ થાય છે. તમને જણાવી દઈએ કે સંધિવા એક અસાધ્ય રોગ છે.

ખાંડ વાળ, હાડકાં, લોહી અને દાંતમાંથી કેલ્શિયમ શોષી લે છે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. તો જો તમે મીઠાઈના શોખીન છો, તો હવેથી આ ટેવને કાબૂમાં રાખો. દાંતના દુઃખાવા, સડો અને પોલાણનું કારણ પણ ખાંડ છે. ઘણા સંશોધનો સૂચવે છે કે ઘણી વખત ખાંડનો વધુ પડતો વપરાશ કેન્સરનું કારણ પણ બની શકે છે.

Exit mobile version