Site icon Ayurvedam

99% લોકો નથી જાણતા પાચનના દરેક રોગો, કબજિયાત, લોહીની ઉણપ જેવા 50થી વધુ રોગોમાં દવા કરતાં 100% વધુ ફાયદાકારક છે આનું સેવન

ગરમીની ઋતુ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગે છે. ભારતમાં કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે અને તેવું તે માટે કારણ કે કેરીમાં ઘણા બધા ગુણો રહેલા છે. તેમાં વિટામીન એ, બી સહિત બીજા ઘણા બધા પોષકતત્વો રહેલા છે, જે શરીરને ઘણી બધી બીમારીઓથી પણ બચાવે છે.  કેરીમાં એવા ઘણા ગુણ રહેલા હોય છે, જે શરીરને સ્વસ્થ્ય બનાવી રાખે છે. કેરીમાં વિટામીન સી પણ ભરપુર માત્રામાં હોય છે.

પાકી કેરી ત્રિદોષહર છે. તે વાત,પિત્ત અને કફનું શમન કરે છે. પાકી કેરી અમૃતતુલ્ય છે. પાકી કેરી સ્વાદિષ્ટ, મીઠી, સ્નિગ્ધ, વીર્ય-બળ વધારનાર છે તથા વાયુના વિકારને દૂર કરે છે. હૃદય માટે ટોનિક અને તૃપ્તિદાયક છે. ચામડીના રંગને સુધારનાર તથા સૌંદર્ય વધારનાર છે. કબજિયાત અને પેટના રોગો માટે પાકેલી કેરી અદ્‌ભુત ઔષધ છે. તો ચાલો આજે આપણે જાણીએ કેરીથી થતાં ફાયદાઓ વિશે.

કેરીમાં લોહતત્ત્વો ભરપૂર છે આથી જે લોકોને એનિમિયા થયો હોય તેવાં લોકો જો તેનો ભોજનમાં ઉપયોગ કરે તો તેનાથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચનશક્તિમાં સુધારો થાય છે. કેરીનો રસ લગભગ અડધો ગ્લાસ, નાની વાટકીમાં સહેજ દહીં અને એક ચમચી આદુના રસ ને સારી રીતે મિક્સ કરીને દિવસમાં ૩ થી ૪ વાર પીવાથી હરસ (મસા) નો રોગ મટે છે.

કેરી મોટા પ્રમાણમાં ફાઈબરની માત્રા જોવા મળે છે .જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખૂબ ઓછા માત્રામાં હોય છે. જેને કારણે શરીરમા વજન વધવાની શક્યતા નહિવત્ થઇ જાય છે. જેમને એસિડિટીની ફરિયાદ હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કેરી લેવી જોઈએ.

કબજીયાત અને પેટના રોગો માટે પાકેલી કેરી અદભુત ઔષધીના ગણવામાં આવે છે. ગરમીમાં પાકેલી કેરી નો રસ પીવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. પાકેલી કેરી કિડની માટે પણ લાભદાયી છે . પાકેલી કેરી માં લોહતત્વ ભરપૂર હોય છે એના કારણે પાચન શક્તિ મજબૂત બને છે. કેરીનો ઉપયોગ સ્કર્વી રોગની સારવાર માટે પણ કરી શકાય છે. કર્કશને લીધે, પેઢા વારંવાર રક્તસ્રાવ, ફોલ્લીઓ, ઇજાઓ, નબળાઇ અને થાકનો અનુભવ કરે છે. કેરીમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે લોકોમાં વિટામિન સીની ઉણપ હોય છે તેમને માટે કેરી સારી છે.

વજન ઘટાડવી એ કેરીના ફાયદામાં પણ મોટો ફાયદો છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો કાચી કેરીનું સેવન શરૂ કરવું વધુ સારું છે. કેલરી બર્ન કરવામાં કાચી કેરી મુખ્ય ભાગ ભજવે છે. વળી, કાચી કેરીમાં પણ કેલરી ઓછી હોય છે અને ખાંડ વધારે હોતી નથી. જે લોકોને ડાયાબિટીઝની સમસ્યા હોય છે તે કાચી કેરીનું સેવન પણ કરી શકે છે. કાચી કેરી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. કાચા કેરી મેદસ્વીપણા અને ડાયાબિટીઝ સાથે લડતા લોકો માટે ફાયદાકારક છે.

ઉનાળાની મૌસમમાં લુ લાગવી નાની સમસ્યા થઇ જાય છે. જેનાથી ઘણી વાર ઉલ્ટી, તાવ, જેવી સમસ્યા થઇ જાય છે. આ સમસ્યાથી છુટકારો આપવામાં કાચી કેરી ખુબ જ મદદગાર હોય છે. એના માટે કાચી કેરીને આગમાં શેકીને આનું શરબત બનાવીને પીવાથી અને શરીર પર માલીશ કરવાથી લુની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ દરરોજ આ શરબત પીવાથી લુ લાગવાની શક્યતા ઓછી થઇ જાય છે.

વિટામીન એથી ભરપુર હોવાના કારણે તેના સેવનથી આંખોની રોશની સુધરે છે. એક કપ કેરીના રસમાં વિટામીન એનો 25 ટકા ભાગ આપણા શરીરને મળે છે. તેનાથી આંખોની રોશની તેજ થાય છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપુર કેરીનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેના કારણે તમે ખતરાથી બચી શકો છો.

કેરીના જ્યૂસનું વધારે પ્રમાણમાં સેવન પરસેવામાંથી સોડિયમ ક્લોરાઇડ અને આર્યન જેવા તત્વોને શરીરથી દૂર કરે છે. કાચી કેરીનો આ એક સ્વાસ્થ્ય લાભ છે. વિટામિન સીની કમીથી સ્કર્વી રોગ થાય છે. ગરમીઓમાં કારી કેરીના સેવનથી તેને રોકી શકાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version