મોંઘી દવાઓ વગર નપુસંકતા, વીર્ય વધારવા તેમજ અનિંદ્રા થઈ જશે જીવનભર ગાયબ, જાણી લ્યો આ 100% અસરકારક ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કૌંચા એ એક ઔષધ તરીકે વપરાતી વનસ્પતી છે. તે જંગલોમાં વધુ જોવા મળે છે. તે એક ફળ જેવું હોય છે તેના બીજ અંદરથી મળી આવે છે અને તે કાળા રંગના હોય છે. આ બીજથી ઘણી આર્યુવેદિક દવા બનાવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.

કૌંચા બીજ મધુર તૂરા, કડવા, પચવામાં ભારે, વાયુ દોષ હરનાર, કફ, પુષ્ટિ, બળ અને વીર્યધાતુને ખૂબ વધારનાર, ઠંડા, વીર્યસ્તંભક, અને કફદોષ, રક્તપિત્ત, નબળાઈનો શ્વાસ અને વાયુનાં દર્દો મટાડનાર છે. તો ચાલો આપણે હવે કૌંચાથી થતા ફાયદા વિશે જાણીએ.

કૌચાનું ચૂર્ણ ૪૦૦ ગ્રામ લઈ તેમાં ૪ લિટર દુધમાં ઉકાળી લો. દૂધ બળીને માવો થાય એટલે તેમાં ધી નાખી શેકવો. શેકાય જાય પછી સાકળની ચાસણી લઈ તેમાં નાખી દેવી અને તેનો પાક બનાવો. સવાર સાંજ આ પાકને ખાવો. કૌંચાના બીને મધ સાથે લેવાથી શરીરમાં શક્તિ આવે છે. કૌંચાના મૂળ વાયુ મટાડવા ઉપયોગી બને છે.

કૌંચાના બીજના ફાયદા મન સાથે પણ સંકળાયેલા છે. આ બીજ ખાવાથી મગજ યોગ્ય રીતે કાર્ય કરે છે. જે લોકો નિયમિતપણે કૌંચાના બીજ ખાતા હોય છે તે લોકોનું મગજ ઝડપથી કામ કરે છે. આ સિવાય તેમની સાંદ્રતા ક્ષમતામાં પણ સુધારો થાય છે. અસ્થમાના દર્દીને કૌંચાના બીજનું સેવન કરવું જોઇએ. આ બીજ ખાવાથી અસ્થમાથી રાહત મળે છે અને આ રોગ મટે છે. આયુર્વેદમાં કૌંચાના બીજ દમ સાથે સંકળાયેલ દવાઓ બનાવવા માટે વપરાય છે.

જે વ્યક્તિ જાડા હોય તે વ્યક્તિ માટે કૌંચાના બીજ લાભદાયી છે. આ બીજનો ઉપયોગ કરવાથી વજન ઘટવા લાગે છે. જે વ્યક્તિ પાતળા થવું હોય તેણે આ બીજ ને તેના ખોરાકમાં લેવા જોઈએ. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસીને પીઠના દુખાવાની ફરિયાદ થાય છે. પીઠનો દુખાવો થવાની સ્થિતિમાં, કોઈ પણ પ્રકારની દવા લેવાને બદલે કૌંચાના બીજ ખાઓ અથવા તેના પાંદડાની પેસ્ટ લગાવો. કૌંચાના બીજ ખાવાથી પીઠનો દુખાવો દૂર થાય છે.

ઘણા દિવસથી એકધારો તાવ આવતો હોય, રોગી ગાંડા કાઢતો હોય ત્યારે કૌંચાનો ઉકાળો દર્દીને આપવો. પેશાબ સાફ આવીને તાવ ઊતરે છે અને ચિત્તભ્રમ પણ મટે છે. જે લોકોને અનિદ્રાની બીમારી છે, તેઓએ સફેદ મુસળી સાથે કૌંચાના બીજ ખાવા જોઈએ. આ બંને વસ્તુ એક સાથે ખાવાથી સારી ઊંઘ આવે છે. તેથી, અનિંદ્રા થી પીડાતા લોકોએ ચોક્કસપણે તેનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીઝને લગતી દવાઓ બનાવવા માટે કૌંચાના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. તણાવ થી રાહત મેળવવા કૌંચાના બીજ ફાયદાકારક છે. કૌંચાના બીજ ખાવાથી તાણમાંથી રાહત મળે છે અને મન શાંત રહે છે. કૌંચાના બીજ ખાવાથી મગજને લગતી તણાવ અને અન્ય સમસ્યાઓ દૂર થાય છે.

જે સ્ત્રીને બાળકો ન થતા હોય અથવા તો ગર્ભ ન રહેતો હોય તેણે ૬ ગ્રામ કૌંચાના મૂળ ૧૦૦ મિલી દૂધ અને સાકર આ બધું મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દુર થાય છે અને ગર્ભ રહી જાય છે.જે વ્યક્તિને હાથીપગો જેવા રોગ થયા હોય તેણે કૌચાના મૂળ ઘસી ને લગાવવાથી રાહત મળશે.

જુના થયેલા જખમ રુજાતા ન હોય ત્યારે તેના મૂળનો લેપ બનાવી લગાડવાથી ફાયદો થશે. કૌંચાના બિયાનું ચૂર્ણ મધ સાથે લેવાથી શક્તિ આવે છે. આ જ ચૂર્ણને ઘી તથા મધ સાથે લેવાથી શ્વાસમાં ફાયદો કરે છે. કૌંચાનાં મૂળ પણ વાયુના રોગ પર અપાય છે. કૌંચાના મૂળના ઉકાળાથી પેશાબ સાફ આવે છે. મળાશય તથા મુત્રાશયમાંનો વાયુ નાશ પામે છે.

કૌંચાના બીનું ચૂર્ણ ૪૦૦ ગ્રામ લઈ તેને ૪ લિટર દૂધમાં નાખી ધીમા તાપે ઉકાળવું. દૂધ બળીને માવો થઈ જાય એટલે તેને ઘી માં શેકવો. સાકરની ત્રણ તારી ચાસણી કરી તેમાં ઉપર માવો નાખી પાક બનાવવો. સવાર-સાંજ ૨૦ ગ્રામ સુધી આ પાક ખાઈ શકાય છે. મળાશયમાં થતો વાયુનો અંત આવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top