કારેલા આપણા આરોગ્ય માટે લાભદાયી છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ કારેલાના સેવનથી આપણું આરોગ્ય સારુ રહે છે. આમ તો લીલા શાકભાજીને આરોગ્ય માટે એક વરદાન ગણવામાં આવે છે.
પરંતુ કારેલાની વાત જુદી છે. એનો પ્રયોગ શાકભાજી સ્વરૂપમાં કરાય છે, પરંતુ કારેલાનું સીધુ સેવન આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે. કારેલા પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરવામા મદદ કરે છે.
ખીલની સમસ્યામાં ફાયદાકારક :
કારેલા નો જ્યુસ પીવાથી લોહી શુદ્ધ થઇ જાય છે અને લોહી શુદ્ધ થવાથી ચહેરા પર દાણા નથી હોતા અને ડાઘા ની તકલીફ થી પણ બચાવવામાં આવી શકે છે. ડાઘા થવાનું મુખ્ય કારણ લોહી માં અશુદ્ધિઓ હાજર થવાનું હોય છે અને લોહી માં અશુદ્ધિઓ થવાથી ત્વચા પર ખરાબ અસર પડે છે અને ડાઘા થવા લાગી જાય છે. તેથી ડાઘા અને ત્વચા થી જોડાયેલ કોઈ તકલીફ થવા પર તમે કારેલા નો જ્યુસ પી લો.
ડાયાબિટીસ માટે ની ઉત્તમ દવા :
શુગર ના દર્દીઓ મેટ કારેલા નો જ્યુસ અસરદાર સાબિત થાય છે અને તેને પીવાથી શુગર નું સ્તર કંટ્રોલ માં રહે છે. આ ઘાતક બીમારી થી પીડિત લોકો રોજ એક ચોથાઈ કપ કારેલા નો જ્યુસ પીવો. તમે ઈચ્છો તો કારેલા ના જ્યુસ માં થોડોક ગાજર નો જ્યુસ પણ મેળવી શકો છો. રોજ થોડીક માત્રા માં કારેલા નો જ્યુસ પીવાથી તમારા શરીર માં શુગર નું સ્તર ધીરે ધીરે ઓછો થવા લાગી જશે.
વજન ઘટાડવામાં ફાયદાકારક:
કરેલા માં શરીર ની એક્સ્ટ્રા ચરબી ને ઓછી કરવાના ગુણ રહેલા છે. કારેલા શરીર માં ઇન્સુલિન ને એક્ટિવ કરે છે, જેનાથી શરીર માં બનતી શુગર ફેટ (ચરબી) નું રૂપ નથી લઇ શકતી. તમે એને કટકા કરીને સેવન કરો કે પછી એનું જ્યુસ બનાવીને પીવું. આ તમારા શરીર ને ફાયદો જ કરશે.
પથરી થવા પર તમે રોજ અડધો ગ્લાસ કારેલા નો જ્યુસ પીવો. કારેલા નો જ્યુસ પીવાથી પથરી શરીર થી બહાર નીકળી આવે છે. તમે બસ અડધા ગ્લાસ કારેલા નો જ્યુસ માં થોડુક હિંગ મેળવી દો અને તેનું સેવન કરી લો.કારેલાનું સેવન કરવાથી કેન્સર જેવા ભયંકર રોગોથી પણ છુટકારો મળે છે.
આંખ માટે ફાયદાકારક :
કરેલા માં રહેલા બીટા કેરોટીન આંખો માટે લાભદાયક માનવામાં આવે છે. ટીવી સ્ક્રીન પર કામ કરતા વ્યક્તિ ને અઠવાડિયા માં ૨ વાર કારેલા નુ સેવન અથવા પછી એનું જ્યુસ પીવું જોઈએ. બાળકો ને પણ કારેલાનું જ્યુસ પીવડાવવું જોઈએ. એનાથી સ્મરણ શક્તિ માં વધારો થાય છે.કારેલાનો જ્યુસ રોજ પીવાથી યકૃત સમસ્યાથી છૂટકારો મળે છે.
શરદી-ખાંસી મા ફાયદાકારક :
કફ ની સમસ્યા ને દુર કરવામાં કારેલા બહુ જ અસરદાર હોય છે. કારેલા ના અંદર ફોસ્ફોરસ ઉચ્ચ માત્રા માં મળે છે અને આ કફ ને ઓછુ કરવામાં અને કફ ને બનવાથી રોકવામાં ઉપયોગી સબિત થાય છે. જે લોકો ને કફ વધારે હોય છે તે લોકો એક મહિના સુધી કારેલા નો જ્યુસ પીવો. કારેલા ના જ્યુસ ને પીવાથી કફ થી છુટકારો મળી જશે. ત્યાં કારેલા નો જ્યુસ માં જો કાળા મરી મેળવીને પી જાઓ તો ખાંસી બરાબર થઇ જાય છે.
પેટની દરેક સમસ્યામાં ફાયદાકારક:
કરેલા ખાવા અથવા પછી એનું જ્યુસ પીવાથી પેટની સમસ્યાઓ, જેમ કે પેટ માં ગેસ, અપચો, કબજિયાત અને મોં ના ચાંદા જેવી સમસ્યા નો ઉકેલ આવે છે. પેટ ની સાથે સાથે કારેલા ત્વચા ને પણ ફાયદો કરે છે. કારેલા ખાવા અથવા પછી એનું જ્યુસનું સેવન કરવાથી ચહેરા પરની સમસ્યા થતી નથી.
કારેલાના જ્યુસમાં સંચળ મિક્સ કરી પીવાથી ઉબકામાં રાહત મળે છે. કારેલાના સેવનથી શ્વાસ સંબંધી રોગોથી છુટકારો મળે છે.કારેલાનું સેવન કરવાથી હૃદય રોગથી છુટકારો મળે છે અને હાર્ટ એટેકના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
કારેલા ના એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી-બેક્ટેરીયલ ગુણ લોહીને સાફ કરવામાં મદદ કરે છે. જેના કારણે સ્કિન સબંધિત પરેશાનીઓ થી તમે બચી શકો છો, સાથે જ આ તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા ને પણ વધારવામાં મદદ કરે છે.કરેલા નું સેવન કરવાથી અથવા એનું જ્યુસ પીવાથી ઘણી બીમારી માં લાભ મળે છે.