Site icon Ayurvedam

દુનિયાનું આ સૌથી તાકાતવર શાકભાજી રાખશે આખું વર્ષ નીરોગી, બીપી, કબજિયાત જીવો ત્યાં સુધી નહીં થાય

જેમ જેમ જીવનશૈલી બદલાતી જાય છે તેમ તેમ લોકોએ ખોરાકનો વપરાશ ઓછો કર્યો છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. કેટલીક શાકભાજી એવી પણ છે જે તમને બધા રોગોથી દૂર રાખે છે અને તમને તંદુરસ્ત પણ રાખે છે. એવી જ એક શાકભાજી છે કાંટોલા. તેને વિશ્વની સૌથી તંદુરસ્ત શાકભાજી કહેવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કાંટોલાથી આપણાં શરીરને મળતા લાભો વિશે.

કંટોલા માં ભરપુર માત્રામાં પ્રોટીન અને આયર્ન  હોય છે, અને કેલેરી ઓછી માત્રા માં હોય છે. જો તમે 100 ગ્રામ કંટોલાની શાકભાજીનો  ઉપયોગ કરો, તો તમને 17 કેલરી મળે છે. જેથી વજન ઓછો કરવાવાળા લોકો માટે કંટોલા એક સારો વિકલ્પ છે. કંટોલાનું સેવન કરવાથી વ્યક્તિને ખૂબ જ વધારે ઊર્જા પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત શરીરની નબળાઈ દૂર થાય છે.

કાંટોલાને વરસાદની ઋતુમાં દરરોજ સેવન કરવાથી ડાયાબીટીસના રોગીએ વધારે લાભ થાય છે. આમાં ઉપલ્બધ ફાઇટો-પોષક તત્વ, પોલિપેપ્ટાઇડ-પી શરીરમાં રક્ત શર્કરાના સ્તરને નિયત્રિત કરે છે. ફાઈબર અને પાણીનું પ્રમાણ વધારે હોવાને લીધે કાંટોલા ડાયાબીટીસ વિરોધી છે. ડાયાબીટીસના રોગીને ફરજિયાતપણે આનું સેવન કરવું જોઇયે.

કંટોલા વિટામિન એથી સમૃદ્ધ હોવાથી આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે. તેના સેવનથી આંખની દ્રષ્ટિ પણ તેજ બને છે. કંટોલા કેન્સરને અટકાવવામાં પણ મદદરૂપ સાબિત થયા છે. આ ઉપરાંત કંટોલા નેત્ર રોગ, શરદી-ખાંસી મટાડવા અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. કંટોલાનું સેવન શરીરને તંદુરસ્ત રાખે છે.

કંટોલાના પાઉડરમાં ઘણા ગુણો રહેલા છે. તેનાથી તમને પથરી અને બવાસીર ની તકલીફ દુર થાય છે. દરરોજ દુધમાં સેવન કરો. તે તાવ અને ઉધરસ માં પણ ફાયદાકારક છે. કંટોલાનું રોજ સેવન કરવાથી ચહેરા પર કરચલી, ચામડી નબળી પડવી, માથાની રેખા વગરે જલ્દી નથી આવતી. આ માટે કંટોલાનું રોજ સેવન કરવું જોઈએ.

કાંટોલાનું સેવન હાઇ બીપી વાળા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. કાંટોલામા હાઇ ફાઈબર હોવાથી આ બીપીની સમસ્યાને દૂર કરી શકે છે. આમાં રહેલું ફાઈબર બ્લડ પ્રેશરને નિયત્રિત કરે છે. અને સાથે હદય સબંધિત બાકી રોગોને પણ દૂર કરે છે. જો ગર્ભવતી મહિલા તેના ભોજનમાં કાંટોલાનો ઉપયોગ કરે તો તેને ન્યૂરલ ટ્યુબમાં નુકશાન થવાની સંભાવના ઘટી જાય છે.

કંટોલાના નિયમિત સેવનથી શરીરનું પાચનતંત્ર તંદુરસ્ત બની રહે છે. જો કંટોલાનું શાક પસંદ ના આવે તો તમે તેનું અથાણું બનાવીને પણ તેનું સેવન કરી શકો છે. કંટોલા ખાવાથી કબજિયાત અને અપચા જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે. કંટોલામાં કેરોટેનૉઇડ્સનું પ્રમાણ ભરપૂર હોય છે. વધુ સારી દ્રષ્ટિ માટે કંટોલા માં વિટામિન એ મુખ્ય પોષક તત્વ જોવા મળે છે.

કંટોલા શરીરની લોહીની અંદર રહેલી બધી જ ગંદકી બહાર નીકળી જાય છે. તેથી કાંટોલાનું શાક ખાવાથી મોંઢા પરના બધા જ ખીલ અને મોંઢા પરના ડાંગ-ધબ્બા નીકળી ત્વચાનો રંગ નિખરવામાં મદદ મળે છે. જો ચમકતી ત્વચા અને ખીલ વગરની ત્વચાની ઈચ્છા હોય તો દરરોજ કાંટોલાનું જ્યુસ પીવું જોઈએ.

કાંટોલા પાચન ક્રિયાને સારી કરવાનું કામ કરે છે. તે પેટ ને લગતી સમસ્યા જેવી કે કબજિયાત, જીણો દુખાવો, અપચો, ગેસ અને એસેડીટી વગેરે જેવી બીમારી દૂર થાય છે. શરીર માટે કંટોલા નું સેવન કરવું એ હિતાવહ માનવામાં આવે છે. જે લોકો નિયમિતપણે કંટોલાનું શાકભાજી ખાતા હોય તેમને શરદી અને ખાંસી થતી નથી. જો ઉધરસ હોય તો, જો આ શાકભાજી ખાવામાં આવે તો ઉધરસ સંપૂર્ણ રીતે મટી જાય છે. કારણ કે આ શાકભાજીની અંદર એન્ટિ-એલર્જન અને એનાલેજેસિક તત્વો જોવા મળે છે, જે શરદી ખાંસીથી રાહત મેળવવાનું કામ કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version