કમળા ને સાદી ભાષામાં પીળીયો તરીકે ઓળખવામાં આવે છે. હાલ પાણીથી ફેલાતો રોગ કમળાનું પ્રમાણ વધ્યું છે. પીવાના પાણીમાં કેમિકલ કે ગટરનું પાણી ભળવાથી પાણી પ્રદૂષિત થાય છે. અને આ પાણી કમળો થવા માટે જવાબદાર બને છે. કમળાને થતો અટકાવવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.
કમળા ના લક્ષણો:
કમળો એક એવો રોગ છે જે એક વિશેષ પ્રકારના વાયરસ અને કોઈ કારણથી શરીરમાં પિત્તની માત્રા વધી જવાથી થાય છે. તેમાં રોગીને પીળો પેશાબ થાય છે. તેના નખ ત્વચા અને આંખોનો સફેદ ભાગ પીળો હોય છે. રોગી ખૂબ કમજોરી અનુભવે છે. ઘણા લોકોને પેટમાં ઝીણું ઝીણું દુખ્યા કરે, ભૂખ ન લાગે, શરીરમાં ખૂબ જ નબળાઈ લાગે, સવારે ઊઠયા પછી ઊબકાં આવે, મોળ જેવું લાગે, વજન પણ ઘટેલું જણાય. આમ આવા સંકેતો એ કમળો થયા હોવાના લક્ષણો હોઈ શકે છે.
કમળો વધી જાય તો પરસેવો પણ પીળો થઈ જાય છે.અને સૂતી વખતે પડખું ફરવામાં પણ સમસ્યા થાય છે. પેટમાં જમણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો થવો, ઝીણો તાવ રહેવો, કારણ વગર ગુસ્સો આવવો,માથામાં દુખાવો થવો,અમુક વખત શરીરમાં ખંજવાળ આવવી. આવા લક્ષણો જોવા મળે છે.
કમળાના રોગી માટે ઘરગથ્થુ ઉપચાર:
રાત્રે એક લીટર પાણીમાં 10થી 12 પ્લમ અને 10થી 12 આમલી પલાળી દો. સવારે તેને સારી રીતે મસળી અને પાણીને ગાળી લો, તેમાં સાકર ઉમેરી અને દર્દીને દિવસમાં ત્રણ વાર તે પીવડાવો. વરીયાળી અને સફેદ જીરું સમાન માત્રામાં લઈ શેકી લો. તેમાં સાકર ઉમેરી અને રોગીને અડધી અડધી ચમચી દિવસમાં ત્રણવાર આપો. કુમારી આસવ તેમજ અમૃતારિષ્ટ જમ્યા બાદ 2 ચમચી દર્દીને પીવડાવો.
કમળાના ઉપચાર માટે ડુંગળી ખૂબ ઉપયોગી છે. સૌ પહેલા ડુંગળીને ઝીણી વાટીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં કાળા મરી, સંચળ અને લીંબુનો રસ મિક્સ કરીને તેનુ સવાર સાંજ સેવન કરો. કમળાના રોગીને રોજ શેરડીનો રસ પીવડાવવો જોઈએ તેનાથી કમળામાં જલ્દી રાહત મળે છે. ગાજર અને કોબીજના રસને બરાબર પ્રમાણમાં મિક્સ કરી અને થોડા સુધી રોજ તેનુ સેવન કરો. આવુ કરવાથી કમળાના રોગમાં જલ્દી આરામ મળે છે.
રાત્રે ચણાની દાળને પાણીમાં પલાળી દો સવારે તેમાથી પાણી કાઢી લો અને તેમા ગોળ ભેળવીને ખાવ. આ નુસ્ખો ખૂબ અસરદાર છે. લીંબૂ પાણી પણ ખૂબ લાભકારી સાબિત થાય છે. રોજ એક કે બે ગ્લાસ લીંબૂ પાણીનું સેવન કરો કમળો થાય ત્યારે જાંબુનો 10-15 ગ્રામ રસમાં 2 ચમચી મઘ મિક્સ કરી સેવન કરો. 5 ગ્રામ મહેંદીના પાનને રાત્રે માટીના વાસણમાં પલાળી દો. સવારે તેને મસળીને ગાળીને રોગીને પીવડાવી દો. એક અઠવાડિયા સુધી આનુ સેવન કરવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.
મૂળાના તાજા પાનને પાણેની સાથે વાટીને ઉકાળી લો. દૂધની જેમ ફેશ ઉપર આવી જશે. આને ગાળીને દિવસમાં 3 વાર પીવાથી કમળાનો રોગ મટે છે. લીંબૂનો રસ આંખોમાં લગાવવાથી કમળાના રોગમાં રાહત મળે છે. પીપળાના 3-4 નવા પાનને પાણીમાં સાફ કરી ખાંડની સાથે ઘૂંટી લો. તેને ઝીણા વાટીને 250 ગ્રામ પાણીમાં મિક્સ કરી ગાળી લો. આ શરબત રોગીને 2-2 વાર પીવડાવો. આનો પ્રયોગ 3-5 દિવસ સુધી કરો. કમળાના રોગમાં આ રામબાણ ઔષધિ છે. તમાલપત્ર નિયમિત રૂપે ચાવવાથી કમળાનો રોગની તીવ્રતા ઘટે છે.
કમળાના દર્દીએ સંપૂર્ણ આરામ કરવો બહુ જરૂરી છે. આરોગ્યવર્ધિની બે ગોળી દિવસમાં બે વખત એટલે કે સવાર અને સાંજ પાણી સાથે લેવી. કામલાહરરસ, પુનર્નધામંડૂર, કુમારીઆસવ, ભૃંગરાજઘનવટી, ગુડુરચાદિકવાથ, ત્રિફલાકવાથ, કડુચૂર્ણ વગેરેનું વૈદ્યકીય સલાહ મુજબ સેવન કરવું. કુંવારના રસમાં હળદર ભેળવીને પીવામાં આવે તો ફાયદો થશે.
કુંવારપાઠું અને ભૃંગરાજ આયુર્વેદિક ઔષધિઓ લીવરના કાર્યને નિયમન કરવામાં ખૂબ ઉપયોગી અને અસરકારક ઔષધિ દ્રવ્ય છે. તેથી બંને ઔષધિનું વૈદ્યકીય સલાહ અનુસાર સેવન કરવાથી કમળામાં બહુ અસરકારક પરિણામ મળે છે. એક કેળાની છાલને થોડી હટાવીને એમાં ચણા જેટલો પલાળેલો ચૂનો લગાવી આખી રાત ઝાકળમાં મૂકવું. સવારે કેળાનું સેવન કરવાથી કમળામાં લાભ થાય છે.
આમ સામાન્ય રીતે જો યોગ્ય સંભાળ રાખવામાં આવે તો કમળો એક મહિનામાં મટી જાય છે. પરંતુ જયારે તીવ્ર કમળો થયો હોય ત્યારે તેની અસર ઓછામાં ઓછી છ મહિના સુધી ચાલે છે. જો તે લાંબા સમય સુધી ચાલે તો તેને (ક્રોનિક) લાંબા ગાળાની અસર તરીકે ઓખવામાં આવે છે.