જો તમારી રાતો કમરના દુખાવાના લીધે જાગતાં જાગતાં પસાર થાય છે. તો આ આયુર્વેદિક નુસખા તમારા કામ લાગશે.
જે વ્યક્તિ ના શરીર નુ વજન વધારે હોય તેવા લોકો ને આસાની થી કમર દર્દ થઈ શકે છે. કેમ કે તેનો ૫૦ ટકા થી પણ વધુ વજન તેની કમર ઉપર હોય છે. ઉપરાંત કોઈ વજનદાર વસ્તુ ઊચકવા થી પણ આ તકલીફ થાય છે. પોતાની ક્ષમતા મુજબ નો ભાર ઊચકવો જોઈએ.
સૂંઠ અને ગોખરૂને બરાબર માત્રામાં લો અને તેને મિક્સ કરી દિવસમાં બે વખત પાણી સાથે પીવો. 500 ગ્રામ ધતૂરના પત્તાના રસમાં 15 ગ્રામ, અફીણ, 5 ગ્રામ સીંધા લૂણ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પછી તેના વડે દિવસમાં 4 વખત માલિશ કરો અને આરામ મેળવો.
મેથી:
મેથીના તેલથી રોજ કમર પર માલિશ કરવી. આ ઉપાય કરવાથી ધીરે ધીરે કમરના દુખાવાની સમસ્યા દૂર થઈ જશે.કમરના દુખાવામાં અજમો પણ રામબાણ સાબિત થાય છે. અજમાને શેકી અને તેને ચાવીને ખાવો. આ ઉપાય કમરના દુખાવાને ઝડપથી દુર કરે છે.
કાળું મીઠું:
પીઠનો દુખાવો કાળા મીઠાના દબાણથી પણ મટાડી શકાય છે.મિત્રો તમારે આમાં કાળું એટલે કે આખું મીઠું બજાર માંથી લઇ ને તેમાંથી શેકવી જોઈએ, તમારે કાળા મીઠાને બરાબર ગરમ કરવું જોઈએ. ત્યારબાદ આ મીઠું કાપડમાં બાંધી દો અને તમારી પીઠના તે ભાગ પર રાખો જ્યાં તમને દુખાવો થાય છે. મીઠું નાખવાથી સ્નાયુઓ હળવા થાય છે અને પીડા મટે છે.
અજમા:
કમર ના દર્દ માટે અજમા ને એક અસરકારક ઔષધી માનવા મા આવે છે. અડધી ચમચી અજમા ને તાવડી મા શેકો. ઠંડો થયા બાદ તેને મુખવાસ ની જેમ ખાઈ જાવ. અને તેના પર એક પ્યાલો પાણી નો પીવો. માત્ર એક જ અઠવાડિયા સુધી આ નુસ્ખો અપનાવવા થી કમર ના દર્દ મા થી છૂટકારો મળે છે. તેલ ગરમ કરી અને રોજ કમર પર માલિસ કરવી.માલિસ ઉપરાંત યોગાસન પણ ફાયદાકારક હોય છે. કમરના દુખાવાને દુર કરવા માટે મકરાસન કરવું જોઈએ.
ગરમ પાણી :
કમરના દુખાવામાં ગરમ પાણી વડે શેક કરવાથી ખૂબ રાહત મળે છે. 5 મિનિટ સુધી ગરમ પાણી વડે શેક કર્યા પછી 2 મિનિટ બાદ ઠંડા પાણી વડે શેક કરવો જોઇએ. તમારે સરસવનું તેલ બરાબર ગરમ કરવું જોઈએ અને આ તેલથી તમારી કમરની સારી મસાજ કરવી જોઈએ..
ગરમ પાણી સિવાય, જો તમે ઈચ્છો તો, તમે તમારી કમર ને બરફથી પણ માલીશ કરી શકો છો. બરફ સાથે માલીશ કરવા માટે, તમે કેટલાક સ્નોવફ્લેક્સ લો અને તેમને ગાઢ કાપડમાં બાંધો. ત્યારબાદ આ કપડાથી તમારી કમરને કોમ્પ્રેસ કરો.
ઘણી વાર નાના ફેરફાર કરવાથી ઘણાં સારાં પરિબળો હાથ લાગે છે. જેમ કે કામ પર તમારી ઊંચાઈ, તમારાં કદ-કાઠી મુજબની ટેબલ અને ખુરસી છે કે નહીં, તમારું કમ્પ્યુટર તમારા આઇ-લેવલ જેટલું છે કે નહીં, આ બધાને અનુકૂળ તમે આખા દિવસ દરમ્યાન જાળવી રાખો છો કે નહીં વગેરે જાણો અને યોગ્ય ન હોય તો બદલો.
સુવા ની આદત બદલો:
તમારી સૂવાની આદત બરાબર હોય, ગાદલું-તકિયો યોગ્ય હોય અને આખો દિવસ ઊભું રહેવાનું હોય ત્યારે તમારા શૂઝની હીલ વધુ ન હોય જેવી નાની બાબતોનું પણ ધ્યાન રાખો. ઘણી વાર જે લોકોને ખૂબ જ ટ્રાવેલિંગ રહેતું હોય તેમને બાઇકને બદલે ટ્રેનમાં જવાનું સૂચન કરવામાં આવે છે અને ફક્ત આવા નાના ફેરફારોથી તેમની મોટી સમસ્યા હલ થઈ જતી હોય છે.
કોઈ પણ પ્રકારનું કામ કરતાં-કરતાં વચ્ચે બ્રેક લેવો અત્યંત જરૂરી છે. એક જ પોઝિશનમાં જો બૅકને રાખશો તો પ્રૉબ્લેમ થવાનો જ છે. બૅકને રાહત મળે એ માટે કામની વચ્ચે નાના-નાના બ્રેક લો.જે લોકો પાણી ઓછું પીએ છે તેમને પણ કામને કારણે બૅકનો પ્રૉબ્લેમ થઈ શકે છે. દરરોજનું અઢીથી ત્રણ લીટર પાણી પીઓ.