Site icon Ayurvedam

માત્ર કરી લ્યો આ એક કામ 100% ગેરેન્ટી ગાદી ખસી જવાથી થતાં કમરના દુખાવાથી જીવનભર છુટકારો

આજની લાઇફસ્ટાઇલના કારણે કમરમાં દુઃખાવો સામાન્ય બાબત બની ગઇ છે. શરીરના દુખાવાના સમસ્યા વધારે પરેશાન કરતી હોય છે. તેમાં પણ સૌથી ભયંકર હોય છે, કમરનો દુખાવો. આમ તો કમરના દુખાવા માટે એલોપથી જેવા ઉપચાર ઉપલબ્ધ છે, પરંતુ આયુર્વેદિક માં કમરના દૂઃખાવાનો ઉપચાર બતાવવામાં આવ્યો છે.

કમર દર્દ ઉંમર સંબંધી રોગ છે. ઉંમર થતાંની સાથે જ હાડકાં કમજોર પડવા લાગે છે. યોગ્ય કસરત કરવાથી પણ કમરના દુઃખાવામાંથી રાહત મળે છે. જે વ્યક્તિ ને કમર દર્દ ની તકલીફ કાયમી થતી હોય એવા લોકો એ ત્રણ થી પાંચ ચમચી સરસવ નૂ તેલ તેમજ તેમા પાંચ લસણ ની કળી ઉમેરી સાંતળો. આ લસણ ની કળીઓ કાળી થયા બાદ આ તેલ ને ઠંડુ થવા દો. પછી આ તેલ ને દર્દ વાળી જગ્યા પર મસાજ કરો. રોજ રાત્રે આ નુસ્ખો અજમાવવા થી કમર દર્દ દુર થઈ જશે.

જાયફળને પહેલાં પાણીમાં પલાળો, પછી તેને ઘસીને તલના તેલ સાથે મિક્સ કરી દો, પછી તેને ગરમ કર્યા બાદ ઠંડુ થવા માટે મૂકી દો. ઠંડુ થયા બાદ કમર દુખતી હોય તે જગ્યાએ માલિશ કરવાથી દુઃખાવાથી રાહત મળશે. કબજીયાતને કારણે પણ કમરનો દુઃખાવો થઇ શકે છે. માટે જો તમને કબજીયાત થયો હોય તો રાત્રીના સમયે એરંડાનું તેલ લેવું, આરામ મળશે. દસ ગ્રાામ આદુ લઇ પછી એના રસમાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાથી કમરના દુઃખાવાથી રાહત મળશે.

રાત્રે ઘઉંના દાણાને પાણીમાં ભીંજવો પછી સવારે તેને ખસખસ અને ધાણા સાથે દૂધમાં મિક્સ કરી ચટણી બનાવો, અઠવાડિયામાં 2 વખત આ ચટણી ખાવાથી કમરનો દુઃખાવો જતો રહેશે. લવિંગ અને એલચીનું તેલ બરાબર માત્રામાં મિક્સ કરીને દુઃખાવો થતો હોય ત્યાં લગાવવાથી રાહત મળશે.

સરસવનું તેલ અને મિક્સ કરી સારી રીતે ગરમ કરી લો અને જે જગ્યાએ દુઃખાવો હોય ત્યાં માલિશ કરો, તરત જ આરામ મળશે. થોડી સુંઠ અને તુલસીને પાણીમાં લઇ ગરમ કરી લો, જ્યારે ઉકાળો થઇ જાય ત્યારે આનો ઉપયોગ કરવો. 20 ગ્રામ અજમો લેવા, તેને એક પોટલીમાં બંધ કરી દો અને તેને ગેસ પર ગરમ કરીને દુઃખાવો થતો હોય તે જગ્યાએ લગાવવો. આવું કરવાથી કમરના દુઃખાવામાં આરામ મળશે. મેથીના તેલથી રોજ કમર પર માલિશ કરવી. આ ઉપાય કરવાથી ધીરે ધીરે કમરના દુખાવાની સમસ્યા દૂર થઈ જશે.

જમવામા કેલ્શિયમ અને વિટામિનની માત્રા વધારી દેવી. કામ કરતી વખતે તમારું શરીર એકદમ સીધું રાખવું. કમરના દુઃખાવાની તકલીફ હોય તેવા લોકોએ હંમેશા કડક બિસ્તર પર જ ઊંઘવું જોઇએ. શક્ય હોય તો વજનદાર સામાન ન ઉપાડવો. માલિસ ઉપરાંત યોગાસન પણ ફાયદાકારક હોય છે. કમરના દુખાવાને દુર કરવા માટે મકરાસન કરવું જોઈએ.

જે વ્યક્તિ ને વધારે કમર મા દર્દ હોય તેમણે ગરમ પાણી નો શેક કરવો. જેના થી દર્દ દુર થાય છે. આ ઉપરાંત ગરમ પાણી નો શેક કર્યા બાદ તે સ્થળ પર બરફ ઘસવો. નમક ને ગરમ કરી તેને એક નેપકીન અથવા તો ટુવાલ મા રાખી તેનો શેક કરવા થી કમર નો દુખાવો દુર થાય છે.

કમર ના દર્દ માટે અજમા ને એક અસરકારક ઔષધી માનવા મા આવે છે. અડધી ચમચી અજમા ને તાવડી મા શેકો. ઠંડો થયા બાદ તેને મુખવાસ ની જેમ ખાઈ જાવ. અને તેના પર એક પ્યાલો પાણી નો પીવો. માત્ર એક જ અઠવાડિયા સુધી આ નુસ્ખો અપનાવવા થી કમર ના દર્દ મા થી છૂટકારો મળે છે.

ભુજંગાસન આપણા વિશુદ્ધિ, અનાહત, મણિપુર અને સ્વાધિષ્ઠાન ચક્રને પ્રભાવિત કરે છે. તે સર્વાઇકલ અને કમરના દુખાવા ઉપરાંત અસ્થમામાં પણ ફાયદાકારક છે. તેનાથી પાચનતંત્રના રોગ પણ દૂર થાય છે.

Exit mobile version