ગેસ, અપચો અને ચામડીના રોગમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રસોડામાં ઘણી એવી વસ્તુ રહેલી હોય છે જેનાથી શરીરને ઘણા લાભ મળે છે. અમુક દેશી દવાઓ અને ધરગથ્થું ઉપચાર પણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. જેની સારવારમાં વપરાતી ઔષધિઓ રસોડામાંથી જ મળી રહેતી હોય છે એક એવી ઔષધી એટલે કે ઘરેલું ઉપાય જેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે.

એ આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન્સ જેવા ઘણાં પૌષ્ટિક તત્ત્વો પણ પૂરાં પાડે છે અમે વાત કરી રહ્યા છીએ કાળીજીરી વિશે. કાળીજીરી છોડ પણ ખૂબ ફાયદાકારક છે. તે સામાન્ય જીરુંની જેમ જ છે. તે દેખાવમાં થોડા જાડા હોય છે. તેની અસર કાળા જીરું અને જીરુંથી અલગ છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો, તો તમને ઘણા ફાયદા થાય છે. આ મગજને વધુ ઝડપથી કામ કરવા માટે ઉત્તેજીત કરે છે. કાળીજીરી એક ખુબ જ ઉપયોગી ઔષધ છે.

કાળીજીરી નું ફળ કડવું હોય છે. આ પૌષ્ટિક અને ઉષ્ણ વીર્ય હોય છે. એ કૃમીને મારતી નથી, પણ કૃમીને મુર્છીત કરીને મળ સાથે બહાર કાઢી નાખે છે અને એથી કૃમી શરીરને નુકસાન કરતાં બંધ થાય છે. કૃમિ, જીર્ણજ્વર, અશક્તિ, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગેસ, મંદાગ્ની વગેરેમાં કાળીજીરી ખૂબ જ હિતાવહ છે.

કાળીજીરીનું સેવન શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થાય છે. તેની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, પ્રોટીન, ફાઇબર ઉપરાંત અનેક પ્રકારના વિટામિન્સ અને ખનીજ તત્વો હોય છે. સામાન્ય રીતે કાળીજીરી નું તેલ કાળીજીરીના બીજમાંથી કાઢવામાં આવે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.નિયમિત રીતે કાળીજીરીનું સેવન કરો છો, તો તે લોહીના પરિભ્રમણને ઝડપી બનાવીને કોલેસ્ટરોલને ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદયરોગનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

કાળીજીરી અડધી ચમચી અને કાળા મરી અડધી ચમચીનું ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી સવારે ગાળીને પીવાથી થોડા દીવસમાં જુનો નળ વીકાર દૂર થઇ જાય છે. કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે. કાળીજીરીનું ચૂર્ણ એક ચમચી મધમાં મિક્સ કરીને ચાટવાથી પેટની કૃમિ નાશ પામે છે. કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે.

કાળીજીરી નું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થઇ જાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું થાય છે. શરીર ગરમ રહેતું હોય, અથવા થોડો તાવ રહેતો હોય, પાચન સરખું થતું ન હોય તો એવા રોગોમાં કાળીજીરીના પાવડરનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ ઉકાળો પીવાથી થોડા જ દીવસમાં રાહત જણાય છે.

કાળીજીરી શરીરમાં લોહીને શુદ્ધ કરે છે, રક્ત પરિભ્રમણને સુધારે છે, જે ત્વચાના રોગો ઘટાડે છે, અને ત્વચાને સ્વસ્થ તેમજ ચમકતી બનાવે છે. શરીરના આંતરિક અવયવોની સફાઈ સાથે, તે પેટને લગતા રોગો દૂર કરે છે અને કબજિયાતની સમસ્યાને હંમેશા માટે રાહત આપે છે. ૧૦ ગ્રામ કાળીજીરીનો અડધા લિટર પાણીમાં ઉકાળો કરી તેમાં એક ચમચો મધ નાખીને રોજે પીવાથી એક અઠવાડિયામાં સુવાવડીના કફ-ઉધરસ મટે છે.

દાંતમાં દુખાવો થાય ત્યારે કાળીજીરીના પાવડર ને પાણીમાં નાખી આ પાણીથી કોગળા કરવા જોઈએ. જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે અને  આ દુખાવા માંથી છુટકારો મળે છે. કોગળા કરવાના સિવાય કાળીજીરી ના પાવડર ને દુખાવો થતો હોય તે દાંત પર પણ લગાવી પણ શકાય છે.

કાળીજીરી ની અંદર એન્ટિમાઇક્રોબાયલ ગુણ મળે છે જે પેટ ને સ્વસ્થ રાખે છે અને પેટ થી જોડાયેલ તકલીફોથી બચાવે છે. બરાબર રીતે ખાવાનું ન પચવું ગેસ્ટ્રીક, પેટમાં કીડા, પેટનું ફૂલવું, દર્દ રહેવું, દસ્ત વગેરે પ્રકારની પરેશાનીઓ થવા પર કાળીજીરી નું ચૂર્ણ પીવાથી ફાયદો થાય છે. મધમાખી, ભમરી, કાનખજૂરો કે જીવજંતુ કરડે તો તે સ્થાન પર કાળીજીરી પાણીમાં લસોટી લેપ કરવો. તલના તેલમાં કાળીજીરી લસોટીને લગાડવાથી ખરજવું મટે છે.

કાળીજીરીના  પાવડરના સેવનથી હાડકા મજબૂત થાય છે અને તેના સંબંધિત અન્ય બીમારીઓ મટે છે. સંધિવા જેવી સમસ્યાઓમાં તે ખૂબ ફાયદાકારક છે. કાળીજીરી પેશાબ સંબંધિત રોગો માટે ખૂબ ફાયદાકારક છે, તે મૂત્રમાર્ગની સમસ્યા દૂર કરે છે અને પેશાબ દ્વારા શરીરની ગંદકી પણ સાફ કરે છે.

નાના બાળકોના કફ અને ઉધરસ માટે આ સારું ઔષધ છે. ૫૦ ગ્રામ કાળીજીરી વાટી નાના બાળકને મધ સાથે આપવાથી કફ નીકળી રાહત થાય છે. ૫૦ ગ્રામ કાળી જીરી અને ૧૦ ગ્રામ સાકરનો ઉકાળો કરવો. આ ઉકાળો નાનાં બાળકોના કફ તથા તાવ માટે, તેમ જ કૃમિ માટે પણ ફાયદાકારક છે. મોટા માણસને પણ આ ઉકાળો આપી શકાય છે. કૃમિને લીધે થયેલા ઝાડા પણ આ ઉકાળાથી મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top