ડ્રાયફ્રૂટ ખાવા એ શરીરને પર્યાપ્ત પોષણ આપવા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ કિસ્સામાં, કાળી દ્રાક્ષ સાથે અન્ય ડ્રાયફ્રૂટ પણ દૈનિક આહારમાં શામેલ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આમાં ઘણા આવશ્યક પોષક તત્વો તેમાં જોવા મળે છે, જે શરીર માટે દવા તરીકે સેવા આપી શકે છે. દ્રાક્ષમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે, તેમાં વિટામિન બી કૉમ્પ્લેક્સ પણ હોય છે.
આ બધા તત્વો બ્લડ ફોર્મેશનમાં ઉપયોગી છે. કાળી દ્રાક્ષ માં પુષ્કળ પ્રમાણ મા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરે છે. આ ઉપરાંત તેમા પોલિફેનોલ્સ જેવા તત્વો પણ રહેલા હોય છે. જેના લીધે હૃદય , મગજ , પિતાશય , કિડની ના રોગો મા થી રાહત મળે છે. સુકી કાળી દ્રાક્ષ મા ફાઈબર નામનું પોષક તત્વ રહેલું છે. સુકી કાળી દ્રાક્ષ એ ઘણા એન્ટીઓકિસડન્ટ્સ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમનો ધરાવે છે.
હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે તો કાળી દ્રાક્ષ એક વરદાન છે. તેવી જ રીતે, અન્ય કેટલાક રોગો અને શારીરિક સમસ્યાઓ છે, જે સૂકી કાળી દ્રાક્ષ ખાવાથી દૂર થઈ શકે છે. બદલાતી રહેતી જીવનશૈલીમાં કબજિયાત થવો એ આમ વાત છે. સૂકી દ્રાક્ષ નુ સેવન કબજિયાતની સમસ્યામા રાહત આપે છે અને પેટની તકલીફ માં રાહત આપે છે. દ્રાક્ષના સેવનથી હૃદય ની દુર્લભતા પણ દુર થાય છે. આનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વધે છે.
કાળી દ્રાક્ષ નો ઉપયોગ કરીને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. આને લગતું સંશોધન નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી માહિતીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સંશોધન મુજબ, કાળી દ્રાક્ષનું સેવન એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ) ની સાથે ટ્રાઇગ્લાઇસેરાઇડ (લોહીમાં હાજર ચરબીનો એક પ્રકાર) ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે . આ આધારે, એમ કહી શકાય કે કાળી દ્રાક્ષ હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.
સુકી કાળી દ્રાક્ષ માં બીજું પણ એક તત્વ સારી માત્રામાં જોવા મળે છે, જે શરીર માટે ખૂબ મહત્વનું છે. જે આર્યન છે. આયર્ન ધરાવતા આહાર શરીરમાં હિમોગ્લોબીન વધારે છે, જે લોહીમાં વધારો કરે છે. આ સિવાય એવા લોકો માટે પણ આયર્ન ફાયદાકારક છે જેમના વાળ નબળા હોય છે. જો તમારા વાળ ખરે છે અથવા વધારે તૂટવા લાગ્યા હોય, તો તમારે દરરોજ ચોક્કસપણે અડધી મુઠ્ઠી સુકી કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. એનિમિયા ગ્રસ્ત મહિલાઓ અને પુરુષો માટે પણ સુકી કાળી દ્રાક્ષ ફાયદાકારક છે.
જે લોકો બ્લડ પ્રેશર ની સમસ્યા થી પીડાતા હોય તેમણે નિયમિત પરોઢ ના સમયે કાળી દ્રાક્ષ પલાળી ને ગ્રહણ કરવી જેથી તેમા રહેલા પોટેશિયમ અને મિનરલ લોહી મા રહેલા સોડિયમ ની માત્રા નિયંત્રીત કરશે. આ ઉપરાંત લોહીની ઉણપ થી પીડાતા દર્દીઓ માટે પણ સુકી કાળી દ્રાક્ષ લાભદાયી છે. સુકી કાળી દ્રાક્ષ મા આયર્ન વધુ માત્રા મા હોય છે જે શરીરમા નવા રક્ત ના નિર્માણ મા ભાગ ભજવે છે.
લાંબા સમયની સૂકી ખાંસી કે દમની સમસ્યા હોય તો તમને દ્રાક્ષ ખાવાથી રાહત મળે છે. લાંબા સમયથી સૂકી ખાંસીની સમસ્યા વાળા વ્યક્તિ રોજ દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. આના સેવનથી ટીબીના દર્દીઓને પણ રાહત મળે છે. ઓફિસમાં આખો દિવસ થાક લાગવાની ફરિયાદ રહેતી હોય તો કામની વચ્ચે-વચ્ચે દ્રાક્ષનું સેવન કરતા રહો. દ્રાક્ષ ઉર્જાનો મહત્વ પૂર્ણ સ્ત્રોત છે.
કાળી દ્રાક્ષ ના સેવનથી શરીરની નબળાઈ દુર થાય છે , સ્ફુર્તિ નો સંચાર થાય છે અને પાચનક્રિયા મજબુત બને છે. આ ઉપરાંત તેમા રહેલ એન્ટીબેક્ટેરિયલ તત્વ મોઢામાંથી આવતી વાસ ને દુર કરે છે. કાળી દ્રાક્ષ મા રહેલા ભારે માત્રા મા કેલ્શિયમ અને ન્યુટ્રિયન્ટ્સ હાડકા ની મજબુતાઈ મા વધારો કરે છે. આમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર સારી માત્રામાં હોય છે જેનાથી શરીરને તરત તાકાત મળે છે.
સુકી કાળી દ્રાક્ષ માં પોટેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જેના કારણે તે હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ 10-15 સુકી કાળી દ્રાક્ષ ખાવાથી તમને તમારા શરીર માટે જરૂરી કેલ્શિયમ મળી રહે છે. તે હાડકાંના પોલાણ (ઓસ્ટિયોપોરોસિસ) ની સમસ્યાને દૂર કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. જો ઘણા પ્રયત્નો કર્યા પછી પણ વજન નથી વધતું તો તમારે રોજ સુકી દ્રાક્ષ ખાવી જોઈએ. આનાથી સરળતાથી વજન વધી શકે છે. માત્ર વજન જ નહીં, એનર્જી પણ વધે છે.