Site icon Ayurvedam

એકવાર આ સંજીવની સમાન ઔષધિના સેવનથી જીવનભર રોગ ગાયબ, નપુસંકતા, એસીડીટી અને કેન્સર જેવા ગંભીર રોગ પણ થોડા દિવસમાં ગાયબ

કાળી એલચીનો ઉપયોગ ઘણીવાર ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. તેની તીવ્ર સુગંધ ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે. તમને જણાવી દઇએ કે, કાળી ઇલાયચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ ડાયટમાં કાળી ઈલાયચીનો સમાવેશ કરવાથી શરીર સ્વસ્થ રહે છે સાથે સાથે ત્વચા પણ સુંદર રહે છે. હાર્ટ અને લિવર જેવા અંગો માટે પણ તેમાં રહેલા ગુણધર્મો ખૂબ ફાયદાકારક છે.

કાળી એલચીના ફાયદા:

કાળી એલચીના સેવનથી પેટમાં રહેલા ગેસની સમસ્યા દૂર થાય છે તેમજ ભૂખ ઓછી લાગવાની સમસ્યા પણ દૂર થાય છે. જો તમે રોજ કાળી ઈલાયચીને તમારા ભોજનમાં સામેલ કરો છો તો તેનાથી પેટ ફૂલવાની સમસ્યા સરળતાથી દૂર થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિને મોઢામાંથી વાસ આવતી હોય તો, કાળી એલચીનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ તમારા દાંતના ચેપ, પેઢાના ચેપ અને ખરાબ મોંને દૂર કરવામાં મદદ કરી શકે છે. આજના સમયમાં લોકો બહારનું ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ કારણે તેમને એસિડિટીની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, જો આહારમાં કાળી એલચીનો સમાવેશ હોય તો એસિડિટીની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.

કાળી એલચીનું સેવન અનિંદ્રાની સમસ્યા હોય તો રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે લેવાથી ઊંઘ સારી આવે છે. આ ઉપરાંત સવારે ચા અને વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને સેવન કરી શકાય. રાત્રે સૂતા પહેલા પુરુષોએ ઓછામાં ઓછી 2 એલચી ખાવી જોઈએ. પુરુષોએ નિયમિત એલચી ખાવાથી નપુંસકતા દૂર થાય છે. કારણ કે એલચી અંગત સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તેને પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો.

નિષ્ણાતોના મતે કાળી એલચી ફેફસાંના રક્ત પરિભ્રમણને યોગ્ય બનાવે છે. જેના કારણે અસ્થમા અને શરદી જેવી સમસ્યા ઓછી થાય છે. શ્વાસથી પીડાતા દર્દીઓના આહારમાં જો સામેલ કરવામાં આવે તો તેમની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કાળી એલચી અત્યંત ગરમ હોય છે. શરદી હોય ત્યારે તેનું સેવન કરો છો તો ગરમ હોવાને કારણે તે તમારી સમસ્યાઓને દૂર કરે છે.

તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે જે વિવિધ પ્રકારના કેન્સરને રોકવામાં અસરકારક છે. તે શરીરમાં કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે છે. તે એન્ટીઓકિસડન્ટ ગ્લુટાથિઓનના સ્તરમાં પણ વધારો કરે છે.

આજકાલ સુંદર ત્વચા મેળવવા માટે દરેક વ્યક્તિ જાતજાતના ઘરેલૂ નુસખા અજમાવતા રહે છે. પરંતુ તેમ છતાં ત્વચા સુંદર દેખાતી નથી. આવી સ્થિતિમાં કાળી ઈલાયચીનું સેવન તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી અને મિનરલ પોટેશિયમ ત્વચાના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરી શકે છે અને તેમાં બ્રાઈટનેસ વધારી શકે છે તેમજ યુવાની પણ જાળવી રાખે છે.

Exit mobile version