રોજિંદા ખોરાક માં ઉમેરો ચપટી આ વસ્તુ,પેટ, સ્કિન અને દુખાવા માટે છે અમૃત સમાન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે ભારતીય કાળું મીઠું રસોડામાં બનતી વાનગીઓનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પણ આયુર્વેદ સારવારમાં તેને એક ઔષધિ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય દેખાતું આ કાળું મીઠું પેટની ખરાબી, સોજો, પેટ ફૂલવું, ગન્ડમાલા, હિસ્ટીરિયા, મોટાપો, ઊંચા લીહીનું દબાણ, થાઈરોઈડ, ચર્મ રોગો સાથે સાથે નબળી દ્રષ્ટિના રોગીઓ માટે ઘણું જ ઉપયોગી છે.

સફેદ મીઠાની સરખામણીએ કાળા મીઠામાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે. અને એ જ કારણ છે કે ઊંચા લોહીના દબાણને કારણે ઓછું મીઠું ખાવા વાળાના આહારમાં કાળું મીઠું ઉમેરવાની ભલામણ કરી શકાય છે. રોજ સવારે કાળું મીઠું પાણીમાં ભેળવીને પીવું જોયએ. આ મિશ્રણને સોલ્ટ વોટર કહેવામાં આવે છે. અને આ સોલ્ટ વોટરથી તમારું બ્લડ શુગર, બ્લડપ્રેશર, ઉર્જામાં સુધારો, મોટાપો અને બીજી જાતની બીમારીઓ તરત જ ઠીક થઇ જશે.

પણ એક વાતનું જરૂર ધ્યાન રાખજો કે રસોડામાં રહેલા સાદા મીઠાનો પ્રયોગ ન કરશો. નહિ તો તે ફાયદો નહિ કરે. કાળા મીઠામાં ૮૦ ખનીજ અને જીવન માટે જરૂરી બધા કુદરતી તત્વ મળી આવે છે. મીઠા વાળું પાણી બનાવવા માટે એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં એક ચમચીના ત્રીજા ભાગ જેટલી ચમચી કાળું મીઠું ભેળવો. પછી ગ્લાસને હલાવીને મીઠું ભેળવો અને ૨૪ કલાક માટે મૂકી રાખો. આ ગ્લાસને ઢાંકણથી ઢાંકી દો.

કાળામીઠા વાળું પાણી મોઢામાં લાળ વાળી ગ્રંથીને સક્રિય કરવામાં મદદ કરે છે. અને શરીરમાં સારી પાચન શક્તિ સ્થાપિત કરવા માટે આ પહેલું પગલું ખુબ જરૂરી છે. પેટની અંદર કુદરતી મીઠું હાઈડ્રોકલોરીક એસીડ અને પ્રોટીનને પચાવનાર ઇંજાઈમને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. તેનાથી ખાધેલું ભોજન તૂટીને આરામથી પચી જાય છે. તે ઉપરાંત ઈંટેસ્ટાઇનીલ ટ્રેકટ અને લીવરમાં પણ ઇંજાઈમને ઉત્તેજિત થવામાં મદદ મળે છે, જેનાથી ખાવાનું પચવામાં સરળતા રહે છે.

કાળા મીઠામાં રહેલ ક્રોમીયમ એક્ને સામે લડે છે, અને સલ્ફરથી ત્વચા ચોખ્ખી અને કોમળ બને છે. તે ઉપરાંત મીઠાવાળું પાણી પીવાથી એગ્જીમા અને રેશની તકલીફ દુર થાય છે.અને ત્વચા ને લગતી સમસ્યા પણ દૂર થાય છે. જો  રોજ કાળા મીઠાનું સેવન કરવાથી  વાળમાં થવા વાળી રુસીની સમસ્યા ઘણી જલ્દી જ દૂર થઇ જાય છે. અને એટલું જ નહીં કાળું મીઠું વાળોની મજબૂતીને પણ હંમેશા માટે કાયમ રાખવામાં મદદગાર સાબિત થાય છે.

જો શરીરની માંસપેશીઓમાં હંમેશા દુઃખાવો રહે છે કે પછી સાંધામાં દુઃખાવો બની રહે છે, તો કાળું મીઠું આરામ આપવી શકે છે. સાંધાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે કપડામાં એક કપ કાળું મીઠું નાખીને એને બાંધીને પોટલી બનાવો. ત્યારબાદ એને કોઈ પેનમાં ગરમ કરો અને એનાથી સાંધાનો શેક કરો. આવું દિવસમાં 2-3 વાર કરવાથી રાહત મળે છે.

જો ચામડી સુકી છે અને ઘણી ખંજવાળ આવી રહી છે, તો કાળા મીઠાના પાણીથી ન્હાવાથી ઘણો ફાયદો થાય છે. કાળા મીઠામાં રહેલ ખનીજ તંત્રિકા તંત્રને શાંત કરે છે. મીઠું, કોર્ટી સોળ અને એડનલીન જેવા બે ખતરનાક સ્ટ્રેસ હાર્મોનને ઓછા કરે છે. તેથી તેનાથી રાત્રે ઊંઘ લાવવામાં મદદ મળે છે. ફાટેલી એડીઓ માટે આ પણ એક સરસ ઉપાય છે. એના માટે એક ગરમ પાણીની ડોલમાં કાળું મીઠું નાખીને એમાં પગને દુબાડો. તેનાથી એડીઓ ઠીક થઇ જશે.

એક કપ અથવા એક ગ્લાસ પાણીમાં કાળું મીઠું નાખીને મિશ્રણ બનાવો. પછી એક ચમચી લીંબુનો રસ એમાં ઉમેરો. તરસ લાગવા પર દિવસમાં ઘણી વાર આ મિશ્રણ પીવો. એવું કરવાથી  પેટમાં ચરબી જમા નહિ થાય. એનાથી અને ન ફક્ત મોટાપો રોકાશે પણ વજન પણ ઓછું થશે. તેમજ તે પાચનને સારું કરીને શરીરની કોશિકાઓ સુધી પોષણ પહોચાડે છે, જેથી મોટાપાને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

જો નાક બંધ છે અને ગળામાં ખરાશ છે, તો કાળું મીઠું મદદગાર સાબિત થઈ શકે છે.  ઈનહેલરમાં થોડું કાળું મીઠું નાખીને દિવસમાં બે વાર સૂંઘવાથી ફાયદો થશે. જો ગેસથી છુટકારો મેળવવો છે, તો એક કોપરના વાસણને ગેસ પર ચડાવો પછી એમાં કાળું મીઠું નાખીને એને થોડીવાર માટે ગરમ કરો. હવે એનો રંગ બદલાય જાય એટલે ગેસ બંધ કરી દો. પછી એમાંથી અડધું મીઠું લઈને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

કાળા મીઠામાં ઘણા બધા ખનીજ હોવાને કારણે તે એન્ટીબેક્ટેરીયલનું કામ પણ કરે છે. તેના કારણે જ શરીરમાં રહેલ ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે.કાળા મીઠા વાળું પાણી તે મિનરલ ઉણપની પુરતી કરે છે અને હાડકાને મજબુતી પૂરી પાડે છે. તેમાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે તેથી ઊંચા લોહીના દબાણ વાળા લોકો માટે સારું રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top