કાળા મરીએ ત્રિદોષ નાશક છે. શરીરનું બંધારણ જે, વાત્, પિત્ત અને કફથી થયું છે, તે ત્રણને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય છે. કાળા મરી સ્વાદે ભલે તીખા હોય પણ શરીરને ઠંડક આપનારા છે. સ્વાદમાં તીખાં હોવાથી તેનું ચૂર્ણ કરવું તેનું સેવન કરવું થોડુ અઘરૂ પડી શકે છે, પણ દવાની જેમ ગળી જવાથી શરીરનાં ત્રણે વાત્, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખી શકાય છે.
ગળું બેસી જવા પર કાળા મરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ પણ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું સક્ર્મણ દુર થઇ જાય છે.
જો પેટમાં કિડાની (કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પીવાથી અથવા તો દ્રાક્ષની સાથે કાળી મરી દિવસમાં 3 વાર લેવાથી પેટના તમામ કીડા મરી જશે. જો તમારી આંખ નબળી છે, તો કાળા મરીને પીસીને એનો પાઉડર બનાવી એને દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરી તેનું નિયમિત રીતે સેવન કરવાથી આંખની કમજોરી દૂર થાય છે.
જે લોકો ગઠિયાની સમસ્યા થી પીડાતા હોય, તે લોકો તલના ઓઈલ ને ગરમ કરીને તેમાં કાળા મરી ઉમેરી તેને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરવું, આવું કરવાથી ગઠિયા ની સમસ્યા માંથી કૂટકારો મેળવી શકાય છે. હરસની પરેશાની માટે કાળા મરી એક દવા જેવુ કામ કરે છે. જીરું, સાકર અને કાળા મરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવાથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું જોઈએ.
કાળા મરી પાચન અગ્નિને નિયંત્રિત કરવાની અદભુત શક્તિ ધરાવે છે અને તે પાચન ક્રિયાને સુચારુ કરીને શરીરના ચય અને ઉપચય એટલે કે મેટાબોલિજ્મ ને સારું કરે છે જેના કારણે શરીરમાં કોઈ મેટાબોલિજ્મ વિકાર પેદા નથી થતો. શરીર માં થનાર મોટાપા ને લીધે કાળા મરી બે દાણા ખાવાથી શરીર ઉપર વધારાની ચરબી જમવાની તકલીફ થી બચી શકાય છે.
દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી દૂર થઇ જાય છે. દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના દાણાને ચાવવા જોઈએ, આનાથી દાંતનો દુ:ખાવો મટે છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવો. તેનાથી રાહત મળે છે.
કાળામરી બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવા ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો હાઈબ્લડ પ્રેસરની સમસ્યા થી પીડાતા હોવ તો નિયમિત જમ્યા બાદ ૧ ચમચી કાળામરીનું ૧ ગ્લાસ પાણી સાથે પીવો જેથી બ્લડ પ્રેસર નિયંત્રિત કરી શકાય છે.
મરી ઉષ્ણ, અગ્નિદીપક અને ઉત્તેજક છે. મરી ખાવાથી મો માં લાળ વધારે આવે છે. ધમનીમાં તેજી આવે છે, ચામડી સતેજ બને છે તેમજ ગર્ભાશય અને જનેન્દ્રિય પર ઉત્તેજક અસર થાય છે. એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ નીચવીને, અને એમાં અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી કાળું મીઠું (સિંધવ) મિક્ષ કરીને નિયમિત રૂપથી થોડા દિવસ પીવાથી ગેસની તકલીફ દૂર થઇ જાય છે.
જો યાદશક્તિ નબળી થવાની સમસ્યા થી પીડાતા હોવ તો મધમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી દિવસમાં 2 વખત તેનું સેવન કરવાથી લાભ થાય છે. કાળા મરી માં પીપરીન નામનું તત્વ મળી આવે છે જે એક ખુબ જ સારું કીટાણું નાશક તત્વ છે. તે મેલેરિયા અને બીજા વાયરલ તાવમાં ખુબ જ સારી અસર કરે છે. તે વિષાણુંઓ નો નાશ કરવમાં ખુબ જ પ્રભાવશાળી સાબિત થાય છે. કાળા મરીના બે દાણામાં તુલસીના પાચ પાંદડા ની સાથે સેવન કરવાથી બધી જ જાતની વાયરલ બીમારીઓમાં ખુબ જ સારો લાભ આપે છે.
જો શરીર પર ફોલ્લીઓ અથવા પિમ્પલ્સની સામાન્ય સમસ્યા છે, તો કાળા મરીને પીસીને ફોલ્લીઓ પર લગાવો. આ લગાડવાથી ઓછા સમયમાં આરામ આપે છે. આ ઉપરાંત કાળા મરી મોં પરના પિમ્પલ્સથી પણ રાહત આપે છે.
જો પેટ સંબંધિત કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિકસ કરીને તેનું સેવન કરો. આ ઉપરાંત દ્રાક્ષની સાથે કાળી મરી નું દિવસમાં 3 વાર સેવન કરવું જેથી પેટની સમસ્યામાંથી મુક્તિ મળે તથા પેટના તમામ કીડા મરી જશે.
જો પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા ઉદભવી રહી હોય તો તરંત લીંબુના રસમાં કાળામરીનો પાવડર અને નમક મિકસ કરી તેનું સેવન કરો. આ ઉપચાર અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી શકે છે.