ગરમીની ઋતુમાં કાકડી ખાવાથી શરીરને તાજગી મળે છે. કાકડીની અંદર ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં મળી આવતુ હોય છે જે શરીરને માટે ગુણકારી સાબિત થાય છે.શરીરમાં પાણીની કમીને પૂરી કરવામા પણ કાકડી લાભદાયક સિદ્ધ થાય છે.
સામાન્ય રીતે કાકડીની વાત આવે ત્યારે તેની સાથે સેન્ડવીચ યાદ આવી જાય. સેન્ડવીચનો સ્વાદ કાકડી વગર અધૂરો છે. આ ઉપરાંત કાકડી સલાડમાં પણ વધારે માત્રામાં ખાવામાં આવે છે. આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ઋતુ પ્રમાણે ફળ અને શાકભાજીનું સેવન કરવાથી આરોગ્ય સારું રહે છે.
કડીમાં પણ વિવિધતા બજારોમાં જોવા મળે છે. જેમ કે લાંબી-પાતળી કાકડી, નાની કાકડી, બીજ વગરની કાકડી, વિદેશી કાકડી જેનો ભાવ સૌથી વધારે હોય છે. શરીરની અનેક તકલીફો દૂર કરવા માટે કાકડી રામબાણ ઉપાય છે.કાકડીમાં વિટામીન-A, પોટેશિયમ, ફોસ્ફરસ, લોહતત્વ જેવા અનેક પ્રકારના પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે. કાકડીમાં ઈરેપ્સિન નામનું એક એન્ઝાઈમ પણ છે જે શરીરમાં પ્રોટિનને પચાવવામાં મદદરૂપ થાય છે.
કાકડી સુધારીને ખાવ, કાકડીનું જ્યૂસ બનાવીને પીઓ. સ્વાદમાં તૂરી અને ક્યારેક કડવી પણ લાગતી કાકડી ફળ કે શાકભાજી મધુર, શીત, રુચિકર, લઘુ, મૂત્રલ છે. કાકડી ખાઈને શરીરને પાતળું રાખી શકાય છે. કારણ કે એમાં કેલરીની માત્રા નહીંવત છે. કાકડીની છાલ મા ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. શારીરિક તંદુરસ્તી માટે અનેક પ્રકારના સલાડ ખાવાનું સલાહભર્યું છે. જે સલાડ મા કાકડીના હોય એ સલાડ અધૂરું ગણાય છેેે. પછી એ હોટેલ હોય કે ઘર.
કાકડીમાં રહેલું એસ્કોર્બિક એસિડ અને અમુક એન્ઝાઈમ આંખમાં થતાં સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. કાકડી ની સ્લાઈસ કાપી ફ્રીજમાં ઠંડી થવા રાખી દો. દસ મિનિટ પછી એક-એક સ્લાઈસને તમારી બંને આંખ પર લગાવો. પછી આંખને ગરમ પાણીથી ધોઇ લો. એક અઠવાડિયા સુધી દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી આંખના સોજા અને આંખની નીચે પડી ગયેલા કાળા દાગ માં રાહત મળે છે.
જો તમે શ્વાસ લેતા સમયે કે વાર્તાલાપ કરતી વખતે આવતી દુર્ગંધથી પરેશાન છો. તો કાકડીની એક સાઈડ કરીને જીભની મદદથી તાળવે ચોંટાડી રાખો. કાકડીમાં રહેલા તત્વો લાળનું ઉત્પાદન કરે છે અને દુર્ગંધ ફેલાવતા બેકટેરિયાને નષ્ટ કરે છે. આ સિવાય પેટમાં થતી ગરમી અટકાવે છે જે શ્વાસની દુર્ગંધનું એક કારણ છે. કાકડી ખાવાથી દાંત તેમજ પેઢાની પર લાગેલા તત્વો ઓછા થાય છે અને મોઢામાં રહેલી દુર્ગંધ પૂર્ણ વિરામ પામે છે.
ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં કાકડી ખૂબ મદદરૂપ હોય છે.તેની અંદર ઘણી પ્રકારનાં એન્ટિઓક્સિડેન્ટ રહેલા હોય છે જે શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમને સરસ જાળવી રાખવાનું કાર્ય કરે છે અને આમ થવાથી તમારા શરીરની રક્ષા ઘણી પ્રકારની બિમારીઓથી થાય છે.
કાકડીની છાલની અંદર સિલિકા મળી આવે છે જે હાડકાને માટે ખૂબ લાભદાયક હોય છે.એટલા માટે કાકડીને છાલ સાથે ખાવાથી હાડકાને ફાયદો થાય છે અને તમારા હાડકા મજબૂત બની જાય છે. પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ જેમ કે કબજિયાત અને અપચાથી છૂટકારો અપાવવામાં કાકડી ખૂબ ફાયદાકારક હોય છે.દરરોજ કાકડી ખાવાથી ઝેરી પદાર્થો શરીરની બહાર નિકળી જતા હોય છે અને આમ થવાથી પેટ એ કદમ બરાબર રહે છે.
ત્યાં જ તેની અંદર ફાઇબર મળી આવે છે જેના કારણે તમને કબજિયાત અને અપચાની તકલીફ નથી થતી. કાકડીનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ કરવામાં આવે છે. કાકડીના માવાને ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા ચમકીલી બને છે. નિસ્તેજ ત્વચા ખીલી ઉઠે છે. ગરમીમાં ત્વચા કાળી પડવી, વય વધવાની સાથે ત્વચાનું મોઈશ્યુરાઈઝર ઘટતા કરચલી પડવી, ખીલની સમસ્યામાં પણ રાહત આપે છે.