Site icon Ayurvedam

સસણી, શ્વાસના દરેક રોગો અને હોજરીના ચાંદાને મૂળ માથી દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ઔષધિ નો ઉપયોગ..

કાકડાશિંગી નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે,  કાકડાશિંગી એક પ્રકારની ઔષધી છે જેનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે. કાકડાશિંગી ના ઝાડ હિમાલય તરફના વિસ્તારમાં જોવા મળે છે. એને ભાંગતા તેમાંથી રાતા રંગનું ઝેર નીકળે છે તેનો સ્વાદ થોડો કડવો, ઘણો તૂરો અને હીમજને મળતો આવે છે.

કાકડાશિંગી જૂની સડેલી કે ઝારાવાળી ન વાપરતાં સારી સાફ કરેલી નવી વાપરવી જોઈએ. કાકડાશિંગી એ દવા તાવ, ખાંસી, કફ અને બાળરોગ માટે પ્રસિદ્ધ ઉપાય છે. તે ખાંસી તેમજ ઝાડાને મટાડનાર છે. ઉપરની બનાવટમાં નાગરમોથ મેળવવાથી બાલચાતુરભદ્ર નામક દવા બને છે. જે બાળકો માટે વપરાય છે.

સસણી, ખાંસી, શ્વાસ માટે બનતી અનેક દવાઓમાં તેમજ ચ્યવનપ્રાશ માં કાકડાશિંગી નો ઉપયોગ થાય છે હેડકીમાં કાકડા સિંગનું ચૂર્ણમાં શંખભસ્મ જરા મેળવીને લેવાથી હેડકી મટે છે. નવા કે જૂના શ્વાસનળીના સોજામાં તેનો ઉપયોગ કરવાથી કફ છૂટો પડે છે. નાની મોટી ઉધરસ તથા દમના વ્યાધિ ઉપર કામ લાગે છે,

ઉધરસમાં કાકડાશિંગી અને તેના મૂળનું ચૂર્ણ ઘી અને મધ સાથે આપવાથી ઘણો ફાયદો કરે છે. કાકડાશિંગી થી લોહીના દસ્તને ફાયદો થાય છે. તાવમાં પણ ફાયદો કરે છે. તે ખાવાની રુચિ વધારે છે. તેનો લેપ કોઢ ના ડાઘ રૂઝવે છે. તે મોટી ઉંમરના માણસો કરતાં બાળકોને માટે વધારે ગુણકારક જણાય છે. હોજરીના દાહમાંથી પેદા થતી ઊલટી-હેડકીને માટે કે અતિસાર માટે આ ઉપયોગી છે.

કાકડાશિંગી, ભોરીંગણી ના મૂળ, દ્રાક્ષ, કચૂરો, પીપર, સૂંઠ, એ દરેક સરખે વજને લઈ બધાંની નાની ગોળી બનાવવી. આ ગોળીના ઉપયોગથી ઉધરસ તથા હાંફ મટે છે. કાકડાશિંગી, અતિવિષની કળી, પીપર અને હરડે દળ એ દરેક પા તોલા, તમામનું રીતસર ચૂર્ણ કરવું. આ ચૂર્ણ બાળકને દાંત આવતી વખતે ઘણી જાતના રોગ પેદા થાય તે સમયે આપવાથી લાભ થાય છે.

કાકડાશિંગી ના ઔષધીય ગુણધર્મો અસ્થમા અથવા દમના લક્ષણો થી રાહત મેળવવા માટે ફાયદાકારક છે. કાકડાશિંગી પાવડરના 1-2 ગ્રામમાં 500 મિલિગ્રામ કાયફળ પાવડર મેળવીને મધ સાથે ચાટવાથી દમમાં રાહત મળે છે. કાકડાશિંગી, ત્રિફળા, સંચળ, ભોરીંગણી ના મૂળ, સિંધાલૂણ એ દરેકનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ બાળકની સૂકી જૂની ખાંસી માં વપરાય છે.

કાકડાશિંગી, કાળીપાટ, કચૂરો, ગજપીપર, ભારંગમૂળ એ દરેક અડધો તોલો જેટલું લઈ કવાથ કરવો. આ કવાથના ઉપયોગથી જ્વર તથા કફ-પિત્ત જ્વર તથા કફ અને શ્વાસ ને મટાડી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. આ જડીબુટ્ટી ઘા ને ઝડપથી મટાડવામાં મદદગાર છે. જોખાવાથી અથવા ખોરાકમાં ખલેલ હોવાને કારણે  ઝાડા થાય છે, તો કાકડાશીંગીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે.

2 ગ્રામ કાકડાશીંગીના પાવડરમાં 1 ગ્રામ બેલગિરિનો પાઉડર મેળવીને લેવાથી ઝાડા માં ફાયદો થાય છે. કાકડાશિંગ, સાજીખાર , જવખાર, આમળા, દંભ મૂળ, નસોતર, વડાગરું, કાચલવણ, બીડલવણ, સંચળ, સિંધવ, સૂંઠ, પીપરીમૂળ, પીપર એ દરેક એક એક તોલો લઈ સર્વેનું ચૂર્ણ કરવું. આની ગોળી બનાવવી. આ ગોળીના ઉપયોગથી અજીર્ણ, સોજો તથા જલંદર(પેટમાં પાણી ભરાવવાની સમસ્યા) જેવી પેટ ની સમસ્યા મટે છે.

Exit mobile version