માત્ર 1 દિવસમાં ગમેતેવા કાકડા અને ગળાના દુખાવા દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગળાની અંદર કાકડાની બે પેશી આવેલી હોય છે. જેમાંથી ગળામાં સતત પ્રવાહી ઝરતું રહે છે. જે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે. જ્યારે ઋતુઓના બદલાવ કે ખાણી-પીણીમાં ફેરફાર થવાથી આ પેશીઓમાં ઈન્ફેક્શન થઈ જાય છે. જેના કારણે કાકડામાં સોજો આવે છે અને દુખાવો થાય છે.

કાકડા વધી જવાથી તે ગળાની અંદર ભરાવા નો અહેસાસ પણ થાય છે. કાકડા માં સોજો આવે, તાવ આવે અને ખોરાક-પાણી, ગળવામાં મુશ્કેલી પડે તો જેઠીમધ, કાથો અને હળદર દરેકનું અડધી ચમચી ચૂર્ણ બેથી ત્રણ ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી રાહત થાય છે.

માવાની મીઠાઈ, ફ્રીજનું ઠંડું પાણી, ઠંડાં પીણાં, આઈસક્રીમ, શરબત, ટૉફી, ચૉકલેટ, દહીં, છાસ તેમ જ લીંબુ, આમલી, ટામેટાં જેવા ખાદ્ય પદાર્થો બંધ કરવા. ખદીરાદીવટી ની બે-બે ગોળી ચૂસવી ખૂબ જ હિતકારી છે.

કાકડા થાય તો એક દિવસ ઉપવાસ કરવો. મળશુદ્ધિ માટે રાતે નાની ચમચી હરડેનું ચૂર્ણ લેવું. દિવસમાં ત્રણ વખત. એક કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ મેળવી ધીમે ધીમે પી જવું. સવારે ‘સુવર્ણ વસંતમાલતી ની અર્ધ ગોળી  મધમાં પીસીને ચાટી જવી. 11-12 દિવસ આ ઉપચાર કરવાથી કાકડા મટી જાય છે.

વડ, ઉમરો, પીપળો જેવાં દૂધ ઝરતાં ઝાડની છાલને કૂટી, ઉકાળો કરીને કોગળા કરવાથી કાકડાનો સોજો મટે છે. ટંકણખાર, ફટકડી, હળદર અને ત્રિફળાંના મિશ્રણને મધમાં કાલવી કાકડા પર લગાડવાથી કાકડા મટે છે.  પાણીમાં બેકિંગ સોડા નાખીને કોગળા કરો. તેનાથી ગળાનુ ઇન્ફેકશન દૂર થશે.

કાકડા-ટોન્સિલ, ગળાની અંદરનો સોજો અથવા ફેરીન્જાયટીસ, સ્વરભેદ એટલે કે ગળું બેસી જવું – અવાજ બેસી જવો, મોઢાનાં અને ગળાનાં વ્રણ-ચાંદાં વગેરેમાં એક કપ જેટલા ઉકાળેલા પાણીમાં એક ચમચી હળદર, એક ચમચી સાકરનો ભૂકો, એક ચમચી જેઠીમધનું ચૂર્ણ અને પા ચમચી કાથો મિશ્ર કરી તેનો કોગળો ગળામાં ભરી રાખવો. થોડો વખત આ ઔષધને ગળામાં રાખી પી જવું. સવાર-સાંજ આ ઉપચાર કરવાથી ચાર-પાંચ દિવસમાં જ ફાયદો થઈ જશે.

આંબાનાં પાન બાળી તેનો ધુમાડો ગળામાં લેવાથી ગળાની અંદરનાં થતાં કેટલાંક દર્દોમાં ફાયદો થાય છે. 1 ગ્લાસ શેરડીના તાજા રસને સહેજ ગરમ કરી, 1 કપ દૂધ ઉમેરી, ધીમેધીમે દિવસમાં બે-ત્રણ વખત પીવાથી થોડા દિવસોમાં કાકડાની તકલીફ મટે છે. શિવામ્બુના કોગળા વારંવાર કરવાથી કાકડા મટે છે.

વારંવાર ટોન્સીલ(કાકડા) થતા હોય અને અનેક દવા છતાં કાયમ માટે મટતા ન હોય તો સવાર-સાંજ 1-1 મોટા ગ્લાસ ગાજરના રસમાં અડધો ચમચો આદુનો રસ મેળવી પીવાથી કાકડા જડમૂળથી મટી જાય છે. દિવસમાં બેત્રણ વાર મીઠાના પાણીના કોગળા કરવાથી કાકડામાં લાભ થાય છે. કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી કાકડા ફૂલ્યા હોય તો તે મટે છે.

10 ગ્રામ અને ૩ ગ્રામ મરીનું ચૂર્ણ સવાર-સાંજ થોડું-થોડું કાકડા પર દબાવીને ચોળવાથી ત્રણ દિવસમાં કાકડા મટી જાય છે. બે ગ્રામ ફુલાવેલી ફટકડી 125 ગ્રામ ગરમ પાણીમાં નાખી કોગળા કરવા. હળદરને મધમાં મેળવી લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે.

સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી, દિવસમાં બેત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે. પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે. એકએક ચમચી હળદર અને ખાંડ ફાકી જઈ, ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.

કાકડા ની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે લીંબૂ અને આદુનો ઉપયોગ કરો. લીંબૂનો રસ અને વાટેલા આદુને પાણીમાં ઉકાળી કોગળા કરો. દર અડધા કલાક પછી આવુ કરો.તેનાથી જલ્દી આરામ મળશે. સંચળ નો ઉપયોગ કરીને પણ કાકડા થી છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણીમાં સંચળ નાખીને કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવો જલ્દી દૂર થાય છે

હરિદ્રા ખંડ દિવસમાં ત્રણવાર અડધીથી એક ચમચી જેટલું ફાકી જવું. હરિદ્રાખંડ હવે સિરપ રૂપે પણ મળે છે. કાંચનાર ગુગળ બે બે ગોળી સવાર સાંજ ભૂકો કરીને પાણી સાથે લેવી. કાકડામાં પાક થયો હોય તો ત્રિફળા ગૂગળ અથવા તો કિશોર ગુગળ બે બે ગોળી ભૂકો કરીને લઈ શકાય.

કાકડાની સમસ્યામાં અડધી ચમચી હળદરને લઈને મોઢામાં મૂકી દેવી. આ હળદર લાળ સાથે ગળામાં ઉતરશે. તેનાથી આ કાકડા ની બીમારી પણ ઠીક થઈ જશે. એકવાર સારું થઈ ગયા પછી બીજીવાર આ બીમારી પણ નહીં થાય એટલી પ્રભાવશાળી છે આ હળદર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top