Site icon Ayurvedam

છાતી માં ભરાયેલા કફ અને કચરા ને બે દિવસ માં જ છૂટો પડી દેશે આ દેશી ઉપાય, તમામ સામગ્રી તમારા રસોડા માંથી જ મળી રહેશે

આજના પ્રદુષણ યુક્ત વાતાવરણમાં જાતજાતની બીમારીઓ ફેલાઈ રહી છે, જેના આ પ્રદુષણની વધારે પડતી અસર ફેફસા પર પડે છે. એના કારણે ફેફસાની ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. ફેફસામાં કફ, શરદી વગેરે ભરાવાથી શ્વાછોશ્વાસની ક્રિયામાં અડચણ ઉભી થાય છે. જેનાથી શરીરમાં પુરતો ઓક્સીજન મળી શકતો નથી અને ઓક્સીજન લેવલ શરીરમાં ઘટી જાય છે.

કપૂર, અજમો અને લવિંગ વગેરે લઈને તેમાં ઈલાયચી તેમજ તુલસીના પાંદડા વાટીને નાખવા. આ રીતે તમામ ઔષધીય જડીબુટ્ટી વગેરેને ભેગી કરીને તેને એક નાના રૂમાલમાં બાંધી દેવા. આ વસ્તુને રૂમાલમાં બાંધ્યા બાદ તેને નાક વડે 17-18 વખત તેને સુંઘવાથી નાક અને શ્વાસનળી ચોખ્ખી અને સ્વચ્છ બને છે. સાથે ફેફ્સા સુધી આ સુગંધ પહોંચતા તે ત્યાંથી પણ કફને દુર કરે છે. જેથી શ્વાસ ક્રિયામાં આવતી સમસ્યા દુર થાય છે અને સરળતાથી શ્વાસ લઇ શકાય જેથી શરીરમાં પૂરતો ઓક્સીજન મળે છે. આ ઉપાય 3-3 કલાકમાં અંતરે કરવો.

બામ એ નાકને અને શ્વસન તંત્રને ખૂલું કરવામાં ખુબ જ ઉપયોગી છે. ઝંડુબામ નાક વાટે લેવાથી બંધ થયેલું નાક ખુલી જાય છે અને શરીરમાંથી કફ પણ છૂટો પડી જાય છે. જેના લીધે ઓક્સીજન પુરતો મળતા ઓક્સીજન લેવલ વધે છે.
નાકમાંથી અને ગળાથી કફને દુર કરીને પુરતો ઓક્સીજન લેવા માટે પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં ઝંડુ બામ નાખવું. તેમાં તે ગરમ થઈને બામ ઓગળે તે પ્રમાણે નાક અને ગળું ખૂલું રાખીને તેને નાસ લેવી. આ પદ્ધતિથી ગળામાંથી અને નાકમાંથી કફ પાણીની જેમ પડવા લાગશે. આ પદ્ધતિ અપનાવવા નાક અને નાકમાંથી પાણી નીકળવા માંડે છે,પરંતુ ધીરે ધીરે આ નસ્ય પ્રયોગ કરતા રહેવાથી કફ નીકળી જાય છે અને ફેફસા સાફ બને છે.

આદુ પણ ફેફસાને શુદ્ધ કરવાનું કાર્ય કરે છી. 500 મિલીથી 1 લીટર જેટલા પ્રમાણમાં પાણી લઈને તેમાં 250 થી 300 ગ્રામ ગોળ નાખવો. તેમાં આદુને છીલીને એક ટુકડા જેટલા પ્રમાણમાં નાખી દેવું. તેમાં લસણની કળીઓનો છૂંદો કરીને પણ નાખવો. તેમા થોડા પ્રમાણમાં 2 ચમચીની માત્રામા હળદર નાખો. આ મિશ્રણને ચુલા પર ગરમ થવા મૂકી દો. જયારે તેમાં હુંફાળો આવે ત્યારે તેને ઉતારીને ગાળી લો અને તેનું ભૂખ્યા પેટે સેવન કરો. રાત્રે સુતા બાદ અઢી કલાક બાદ સેવન કરો. આ ઉપાય થોડા દિવસો સુધી કરવાથી ફેફસાની સફાઈ થાય છે અને કફ નીકળી જાય છે.

લસણ એક એવી વસ્તુ છે જે તમારા હૃદય અને ફેફસાંને એકદમ સ્ટોંગ અને ચોખ્ખા બનાવી રાખે છે. લસણ ની અંદર રહેલા તત્વો ફેફસાના કેન્સરથી બચાવી શકે છે. જો તમે જમ્યા બાદ રોજ એક નાની ઈલાયચી ખાઈ લો તો તમને ક્યારેય પણ ફેફસાં ને સંબંધિત બીમારી નહીં થાય. ઈલાયચી આપણી પાચનશક્તિને પણ મજબૂત કરે છે.

ગાજર દ્વારા પણ ફેફસાની સફાઈ કરી શકાય છે. ગાજરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે. એક ગાજર લઈને તેને એક તપેલીમાં ગરમ કરો. આ ગાજર બફાઈ ગયા બાદ પાણી ઉતારી લો અને તેને છૂંદીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં શુદ્ધ મધને 4 થી 5 ચમચી જેટલું નાખો. મધ નાખ્યા બાદ તેને આ પેસ્ટમાં નાખીને બરાબર હલાવો. બરાબર હલાવ્યા બાદ ગાજરનું ગરમ કરેલું પાણી આ પેસ્ટમાં ભેળવી દો. આ પાણી સાથેનું મિશ્રણ એક કાચની બોટલમાં રાખી શકાય છે અને તેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે.

હળદર ખુબ જ પ્રમાણમાં ખનીજ તત્વો અને પોષક તત્વો ધરાવે છે. જેમાં એન્ટીઓક્સીડેંટ માટેના ગુણો હોય છે. આજે તેની ઉપયોગીતાને લીધે તેન ખુબ જ મહત્વ રહેલું છે, તે ફેફસાનો સોજો અને કફને સાફ કરવામાં ઉપયોગી છે. આ ઉપાય માટે હળદરને ગરમ પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો ફેફસાનો કફ નીકળી જાય છે. હળદર ફેફસામાં લાગતા સંક્રમણને અટકાવે છે. તે ફેફસાને મજબુત કરે છે. ફુદીના દ્વારા ફેફસાને શુદ્ધ કરવામાં મદદ મળે છે. ફૂદીનામાં એક પ્રકારની કુદરતી સુગંધ હોય છે. જે શ્વાસની પ્રક્રિયા સુધારે છે. દરરોજ 3 થી 5 પાંદડા ફુદીનાના બરાબર ચાવીને તેમાં લાળ બરાબર ભરાય એ રીતે 8 મિનીટ સુધી ચાવીને જીભ પર રાખવા અને બાદમાં ગળી જવા. ફેફસામાં જમા થયેલા ઝેરીલા વિષાક્ત તત્વો સામે લડવામાં અને તેને દુર કરવામાં તેમજ ફેફસામાં કફને દુર કરવામાં ફુદીનો ખુબ જ ઉપયોગી છે.

મેથી તમારા ફેફસામાં જામેલા કફને તોડવા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે. ફેફસાંને એકદમ ચોખ્ખા બનાવવા મેથી અવશ્ય ખાવી જોઈએ. તમે મેથીવાળી ચા પણ પી શકો છો અથવા મેથી નું પાણી પણ પી શકો છો. લાઈકોપીન નામના તત્વથી ભરપૂર એવા ટામેટા આપણા ફેફસાને મજબૂત કરવા અને ફેફસાના કેન્સરથી બચવા માટે ખૂબ જ જરૂરી છે. લાઈકોપીન ટામેટાં ઉપરાંત ગાજર તરબૂચ અને પપૈયા જેવી વસ્તુઓમાં મળી આવે છેકોબી રોજ ખાવાથી કે સલાડ બનાવી ખાવાથી ફેફસાં શુદ્ધ થાય છે. ફેફસાની શુદ્ધિ માટે લીલી શાકભાજી પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે.

Exit mobile version