થોડા પાણીમાં લીમડાનાં પાન ઉકાળીને કડક “ચા” બનાવીને નાહવાના પાણીની બાલટી માં ઉમેરીને (થોડાં ટીપાં રોઝ વોટરમાં ઉમેરવાં) નાહવાથી ચામડીના રોગો થતા નથી. પગની પાની કે એડીઓના દુખાવામાં લીમડાનો કડક ઉકાળો બનાવીને હૂંફાળો થવા દઈને તેમાં પગ બોળવા.નારિયેળ તેલમાં લીમડાનું તેલ ઉમેરીને વાળમાં નાખવાથી ખોડો, જૂ વગેરે વાળની સમસ્યા નાશ પામે છે. આ તેલ અઠવાડિયે એકવાર, એમ ત્રણ અઠવાડિયાં સુધી કે જરૂર લાગે ત્યાં સુધી નાખવું.
ગળાનો સોજો કે શરદી હોય તો લીમડાનાં ૨ થી ૩ પાન નાખીને ઉકાળેલા હૂંફાળા પાણીથી કોગળા કરવા, એન્ટી બાયોટિક દવાની જરૂર નહીં પડે. કાનમાં દુખાવો હોય તો ઉકાળેલા લીમડાનાં હૂંફાળા પાણીનાં ટીપાં કાનમાં નાખવાં લીમડાના તેલનાં ટીપાં પણ નાખી શકાય.
આજકાલ ફેલાતા ચિકનગુનિયા જેવા તાવમાં પણ લીમડો તથા ઘીલોયને વાટીને પીવાથી અકસીર ઈલાજ થાય છે. શ્રી રામદેવજી મહારાજ (યોગશાસ્ત્રી) પણ ચિકનગુનિયાના તાવમાં આ ઈલાજને અકસીર ગણાવે છે. લીમડાનો રસ ગૂડી પડવાને દિવસે પીવાનું માહાત્મ્ય છે. એનાથી તાવ-શરદી જેવા ચૈત્ર મહિનાના રોગોથી બચી શકાય છે.
પિત્તાશયથી આંતરડામાં જતા પિત્તમાં અડચણ આવવાને કારણે કમળો થતો હોય છે. આ રોગમાં લીમડાના પાનના રસમાં સૂંઠ પાવડર મિક્સ કરીને પીવો. અથવા તો 2 ભાગ લીમડાના પાનનો રસ અને 1 ભાગ મધ મિક્સ કરીને પીવાથી પણ ઘણી રાહત થાય છે.
પથરીની સમસ્યાથી બચવા માટે લગભગ 150 ગ્રામ લીમડાના પાનને 1 લીટર પાણીમાં ઉકાળો. આ પાણી પીવાલાયક ઠંડુ થાય ત્યારે પીઓ. નિયમિત આ પ્રયોગ કરવાથી પથરી નીકળી શકે છે. જો પથરી કિડનીમાં હોય તો રોજ લીમડાના પાનની લગભગ 2 ગ્રામ રાખ પાણી સાથે લો, ફાયદો થશે.
સ્ત્રીઓની માસિક ધર્મની સમસ્યામાં રાહત મેળવવા લીમડાનાં સાત પાનને આદુંના રસ સાથે પીવાથી તથા કેટલાંક પાંદડાંઓને પાણીમાં ઉકાળી પેઢુ પર બાંધવાનો પ્રયોગ કરો.
સ્કિનની સમસ્યામાં કડવો લીમડો ઉપકારક છે. લીમડો સ્કિન પરના ડાઘ ધબ્બાને દૂર કરીને ખંજવાળમાં પણ રાહત આપે છે. આ માટે લીમડાનાં પાનને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વીસ મિનિટ ચહેરા પર લગાવો અને ત્યારબાદ ચહેરાને ધોઈ લો.
મેલેરિયા જેવા ઝેરી તાવ આવે ત્યારે લીમડા ની છાલ ને પાણી માં ઉકાળી એનો ગાઢો બનાવી લેવો અને તેને દિવસ માં ૩ વાર બે મોટી ચમચી ભરીને પીવી એનેથી તાવ માટી જશે અને કમજોરી પણ દૂર થઈ જાય છે . અઠવાડિયા માં ૨ વાર લીમડાના પણ ઉકાળીને એનું પાણી પીવાથી શરીર ના અંદર થતા રોગો અને ઇન્ફેકશન થી બચી શકાય છે અને બીમારીઓ થી પણ દૂર રહી શકાય છે.