આપણા ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કરિયાતા ૨ થી ૫ ફૂટ ઊંચા છોડ હિમાલય પર ૫ થી ૧૦ હજાર ફૂટની ઊંચાઈએ થાય છે. જેને આયુર્વેદમાં ‘કિરાતતિક્ત’ કહે છે. દક્ષિણ ગુજરાત તરફ એક બીજું લીલું કરિયાતું થાય છે. આપણું આ દેશી કરિયાતું એ આયુર્વેદિય ઔષધ ‘કાલમેઘ’ છે. ગુણોની દૃષ્ટિએ કિરાતતિક્ત અને કાલમેઘમાં થોડી ભિન્નતા રહેલી છે.
આયુર્વેદ પ્રમાણે કરિયાતું સ્વાદમાં કડવું અને તીખું, શીતળ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ-પિત્તશામક, આમનું પાચન કરનાર, રક્ત શુદ્ધિકર, પિત્ત સારક, કડવું છતાં પૌષ્ટિક, તાવનાશક, ધાવણ શુદ્ધિકર્તા તેમજ મંદાગ્નિ, અજીર્ણ, લિવરનાં રોગો, કમળો, કબજિયાત, સોજા, અમ્લપિત્ત-એસિડિટી, ત્વચાનાં વિવિધ રોગોને મટાડનાર છે.
રાસાયણિક દૃષ્ટિએ કરિયાતામાં ચિરાકિન અને ઓફેલિક એસિડ નામનાં બે કડવા દ્રવ્યો, યવક્ષાર, ચૂનો, રાળ તેમજ ઓલિક, પામિટિક અને સ્ટિયરિક એસિડ રહેલા છે. આ તત્ત્વો તેનાં ઉપરોકત ઔષધિય ગુણો માટે જવાબદાર ગણાય છે.
કરિયાતું તાવનું પ્રસિદ્ધ ઔષધ છે. કોઈપણ પ્રકારનો તાવ એનાં સેવનથી ઉતરે છે. જીર્ણ જવર (જીરણ તાવ)નું તો એ ઉત્તમ ઔષધ છે. રાત્રે એક કપ જેટલું પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરી, ઉતારીને તેમાં અડધી ચમચી કરિયાતાનું અને થોડું સૂંઠનું ચૂર્ણ નાખી વાસણ ઢાંકી દેવું. સવારે આ પાણી પી જવું. આ ઉપચારથી એકાદ અઠવાડિયામાં જીરણ તાવ મટે છે. કરિયાતું કટું પૌષ્ટિક અને પાચક રસોનો સ્ત્રાવ કરાવનાર ઔષધ છે. એટલે આ ઉપચારથી ભૂખ લાગે છે. આહારનું યોગ્ય પાચન થાય છે અને શક્તિ પણ વધે છે.
કરિયાતું ઝાડો સાફ લાવનાર અને આમનું પાચન કરનાર હોવાથી સોજામાં ઉપયોગી છે. આખા શરીરે અથવા એકાદ ભાગમાં જો સોજો ચડતો હોય તો કરિયાતું અને સૂંઠ સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ બે વખત લેવું. થોડા દિવસમાં સોજા ઉતરવા લાગશે.
કરિયાતું શીતળ છે. એટલે શરીરમાં થતી બળતરા શાંત કરે છે. હાથ-પગ, આંખો કે આખા શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તો થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. કરિયાતું, ધાણા અને સાકર ૧૦-૧૦ ગ્રામ લઈ, બધાને ભેગા ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ રાત્રે એક ગ્લાસ પાણીમાં મેળવી દઈ, સવારે તે પાણી પી જવું. મૂત્રમાર્ગની બળતરા પણ આ ઉપચારથી મટે છે.
કરિયાતું ઠંડું હોવાથી શરીરના કોઈપણ ભાગમાંથી થતાં રક્તસ્ત્રાવને પણ મટાડે છે. કરિયાતું અને સુખડ-ચંદનનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ સાકર સાથે ફાકવું. આહારમાં તીખા, ખાટા, ગરમ પદાર્થો બંધ કરવા. મળી શકે તો બકરીનું દૂધ પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઈ જશે.
આયુર્વેદના પ્રસિદ્ધ ઔષધ સુદર્શન ચૂર્ણમાં અડધો અડધ કરિયાતું વપરાય છે. આ સિવાય સુદર્શન ઘનવટી, મંજીષ્ઠાદિ ક્વાથ, અર્કાદિ કવાથ, દેવદાર્વ્યાદિ ક્વાથ, કિરાતાતિ ક્વાથ વગેરે આયુર્વેદિય ઔષધોમાં પણ કરિયાતું વપરાય છે. આ ઔષધો જુદા જુદા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે.
આમવાત , જીર્ણજવર અને સર્વ પ્રકારના ગરમીના રોગ ઉપર રાતે ૩ માસા કરિયાનું બે તોલા પાત્રીમાં ભીંજવી રાખી સવારે કાગડાથી ગાળી તેમાં બે રતી કપુર , બે રતી શિલાજિત , અર્ધા તાલે મધ એ પ્રમાણે નાખી રોજ સેવન કરવાથી ૭ દિવસમાં ફાયદો આપ્યા વગર રહેતું નથી અને સર્વ રોગથી મુકત કરી ના શકિત આપે છે એ અનુભવસિદ્ધ છે.
સાધારણ સર્વ જવર ઉપર કરિયાતું , સૂંઠ ને દિમાળા અટમાંશ કાઢય કરી રાખવા અને હમેશાં સવારે , બપોરે અને સાંજે એ પ્રમાણે ત્રણ વખત પાવે. નળવિકાર અને પેટના દુખાવા ઉપર કરિયાતાનાં લીલાં પાંદડાં બારીક વાટી તેનો રસ કાઢી , તેમાં મરી , સિંધાલુણ અથવા વડાગરું મીઠું અને થોડી હિંગ નાખી આપવું . એનાથી અજીર્ણ દુર થાય છે .
કંપારી ઉપર એકાદ દિવસમાં પાંચ – દશ વખત શરીરમાંથી સ્વાભાવિક થરથરાટ આવે તેનું કારણ અસ્મિગત જીર્ણજ્વર છે . ) નેપાળી કરિયાતું , સુંઠ , કડુ , ખારેક અને કડાછાલ એના કાઢો કરી મધ નાખી આપો.