વગર ખર્ચે આ શક્તિશાળી ઔષધ છે તાવ-શરદી, સાંધાના દુખાવા, કબજિયાતનો દવા કરતાં 100% ફાયદાકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. આયુર્વેદ પ્રમાણે કરિયાતું સ્વાદમાં કડવું અને તીખું, શીતળ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ-પિત્તશામક, આમનું પાચન કરનાર, રક્ત શુદ્ધિકર, પિત્ત સારક, કડવું છતાં પૌષ્ટિક, તાવનાશક, ધાવણ શુદ્ધિકર્તા તેમજ મંદાગ્નિ, અજીર્ણ, લિવરનાં રોગો, કમળો, કબજિયાત, સોજા, અમ્લપિત્ત-એસિડિટી, ત્વચાનાં વિવિધ રોગોને મટાડનાર છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કડુ કરિયાતુંથી થતાં અનેક ફાયદાઓ.

કડુ કરિયાતું, વાવડિંગ, કાંચકા, કાળીજીરી અને કાળી દ્રાક્ષ. આ ઔષધો સમભાગે લાવી ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવો જોઈએ એવું જણાવ્યું છે અને તેમજ આ બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો જોઈએ અને તેની સાથે જ એક કપ જેટલું દ્રવ બાકી રહે ત્યારે ઉતારી અને ગાળી, ઠંડું પાડીને પી જવું જોઈએ ત્યારબાદ થોડા દિવસ આમ તાજેતાજો ઉકાળો બનાવીને પીવાથી પેટના કૃમિ-કરમિયાં મરીને બહાર નીકળી જશે અને તેમજ તમને લીવર અને જઠરની ક્રિયા સુધરવાથી ભૂખ પણ સારી લાગશે તો આ વાતનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ.

કડુ કરિયાતું ઠંડું હોવાથી શરીરના કોઈપણ ભાગમાંથી થતાં રક્તસ્ત્રાવને પણ મટાડે છે. કરિયાતું અને સુખડ-ચંદનનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ સાકર સાથે ફાકવું. આહારમાં તીખા, ખાટા, ગરમ પદાર્થો બંધ કરવા. મળી શકે તો બકરીનું દૂધ પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઈ જશે.

હૃદયના રોગોમાં કડુ કરિયાતું અને જેઠીમધ સરખા ભાગે લઈ સવાર-સાંજ સાકરના પાણી સાથે પીવું જોઈએ અને ત્યારબાદ સુવાવડ પછી નવજાત શિશુને ધાવણ પચતું ન હોય તો કડુ પી શકાય છે અને તેમજ પેટના કૃમિનો નાશ કરનાર અને કટુપૌષ્ટિક હોવાથી વજન ન વધતું હોય તેમના માટે કડુ આશીર્વાદસમાન ઔષધ છે.

કડુ કરિયાતું પિત્તસારક અને શીતળ પણ હોય છે એટલે પિત્તની ઊલટીઓમાં તે ઉત્તમ પરિણામ આપે છે. આ આંખો, હાથ-પગનાં તળિયાં તથા શરીરની-આંતરિક બળતરામાં પણ અકસીર છે તેવું જણાવ્યું છે તેમજ આ કડુ અને સાકર સરખા ભાગે લાવી તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવારે, બપોરે અને સાંજે પાણી સાથે લેવાથી પ્રકોપ પામેલું પિત્ત શાંત થઈ ઊલટીઓ બંધ થશે અને તબિયતમાં સુધારો જોવા મળશે તેની સાથે જ બળતરા ઓછી થશે તથા મોંની કડવાશ દૂર થઈ જશે અને આહાર પર રુચિ થશે એવું કહેવામા આવ્યું છે.

હ્રદય ની શક્તિ વધારનાર, હૃદયને શાંત કરનાર, બ્લડપ્રેશરને સપ્રમાણ કરનાર તથા આંતરડાની નબળાઈ અને કબજિયાતને દૂર કરનાર છે આ કડુ કરિયાતું લીવરની ક્રિયાને સુધારનાર છે. કડુ કરિયાતું ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. તાવ સાથે મોટે ભાગે કબજિયાત પણ જોવા મળે છે. ત્યાં કડુ કરિયાતું બે રીતે કામ કરે છે અને તે ઝાડો સાફ લાવી કબજિયાતને દૂર કરે છે.

કડુનું ચૂર્ણ દિવસમાં ત્રણથી ચાર વખત ગરમ પાણી સાથે કાફી જવું અથવા ગોળ સાથે મિશ્ર કરી તેની ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી. દર ત્રણ- ચાર કલાકે આ એકથી બે ગોળી ગરમ પાણી સાથે ગળી જવી. તાવ ઊતરશે અને કબજિયાત પણ દૂર થશે.

કડુ કરિયાતું ઠંડું હોવાથી શરીરના કોઈપણ ભાગમાંથી થતાં રક્તસ્ત્રાવને પણ મટાડે છે. કરિયાતું અને સુખડ-ચંદનનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ સાકર સાથે ફાકવું. આહારમાં તીખા, ખાટા, ગરમ પદાર્થો બંધ કરવા. મળી શકે તો બકરીનું દૂધ પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઈ જશે.

કડુ કરિયાતું શીતળ છે. એટલે શરીરમાં થતી બળતરા શાંત કરે છે. કરિયાતું, ધાણા અને સાકર ૧૦-૧૦ ગ્રામ લઈ, બધાને ભેગા ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ રાત્રે એક ગ્લાસ પાણીમાં મેળવી દઈ, સવારે તે પાણી પી જવાથી. હાથ-પગ, આંખો કે આખા શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તો થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો મૂત્રમાર્ગની બળતરા પણ આ ઉપચારથી મટે છે

 

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top