કડવો રસ જીભ પર મુકતાં જ બીજા રસોની ગ્રહણ શક્તીનો નાશ કરે છે. મોંઢાનો સ્વાદ બગાડી દે છે. એ મુખ સાફ કરે છે. મોં જો કડવું રહેતું હોય તો કડવાશ મટાડી મોંનો સ્વાદ-રસ સુધારે છે. મોંમાં શોષ જગાડે છે. કડવો રસ પોતે અરોચક હોવા છતાં તે અરુચીને હરનાર છે. વીષને દુર કરનાર, કૃમીઘ્ન, મુર્ચ્છા, દાહ-બળતરા, ખંજવાળ, કુષ્ઠ, તરસ વગેરેનું શમન કરનાર છે.
માંસ અને ચામડીને દૃઢ કરનાર, તાવ મટાડનાર, ભુખ લગાડનાર, આહાર પચાવનાર, ધાવણની શુદ્ધી કરનાર, મળને ખોતરનાર, ઢીલાપણું ઉત્પન્ન કરનાર, મેદ, ચરબી, લસીકા, પરું, પરસેવો, મળ, મુત્ર, પીત્ત અને કફનું શોષણ કરનાર છે. એ સ્વભાવે શીતળ, રુક્ષ-લુખો અને પચવામાં હલકો છે. એ કંઠની શુદ્ધી કરે છે અને બુદ્ધીશક્તી વધારે છે.
કડવા રસનું વધુ પડતું સેવન કરવાથી એના સ્વચ્છ, લુખા અને કર્કશ ગુણને લીધે રસ, રક્ત, માંસ વગેરે સાતેય ધાતુઓ સુકાય છે, વીર્ય-શુક્રનો ક્ષય થાય છે, આથી નપુસંકતા પણ આવી શકે.
કડવો રસ વધુ ખાવાથી શરીરના આંતરીક સ્રોતો-માર્ગો જેમ કે પરસેવાના માર્ગો, મુત્રવાહી, શુક્રવાહી માર્ગો વગેરે સાંકડા થાય છે. એનાથી બળક્ષય, કૃશતા-પાતળાપણું, ગ્લાની, ચક્કર, મુર્ચ્છા, મુખશોષ થાય છે અને સ્તબ્ધતા, સર્વાંગશુળ, લકવો, શીરઃશુળ, જડતા અને વેદના ઉત્પન્ન થાય છે.
કડવો રસ આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે.
કડવા રસ માં કીટાણુનાશક તત્વ છે. તે રક્તની કમી, કૃમિ, ફોડલા-ફોડલી તથા કૃષ્ઠ રોગથી છૂટકારો આપવામાં લાભદાયક છે. કડવો રસ પીવાથી દાંત તથા પેઢા મજબૂત થાય છે. કડવા રસ નાંઉકાળેલા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં કોઇપણ જગ્યાએ ખંજવાળ આવતી હોય તો તે દૂર થાય છે.
ચામડી ના રોગ માં ફાયદાકારક :
કડવો રસ અને મધને 2:1 ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે. શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે કડવા રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે.
કડવો રસ એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. કડવા રસ નું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.
કડવા રસ માં ભરપૂર માત્રામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ જોવા મળે છે. જેનો ઉપયોગ કરવાથી જુના ચામડીના રોગો જેવાકે દાદર, ખંજવાળ આવવી અને બીજા ચર્મ રોગોનો નાશ થાય છે અને એ રોગોથી કાયમી છુટકારો મેળવી શકાય છે.
ડાયાબિટીસ માટે ઉત્તમ :
લીમડાના પત્તાને વાટીને પાણી સાથે પીવાથી બ્લડમાં શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહે છે. આમ લીમડાનો કડવો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. સવારે ખાલી પેટે કડવો રસ પીવાથી શરીરના કોષોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં શક્તિ મળે છે. અને કેન્સરના સેલ કમજોર થઇ જાય છે
કડવા રસ માં પ્રોટીન, કાર્બોહાઇડેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામિન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો હોય છે. તેનાં નિયમિત ઉપયોગથી ચામડી અને કૃષ્ઠ રોગ જેવી બીમારીઓમાં ઝડપથી ઉગારી શકાય છે.
બાળકો અને સ્ત્રીઓ ના રોગ માં ઉત્તમ :
નવજાત શિશુઓને લીમડાનાં કુમળાં પાંડદાંઓને વાટી તેનો રસ નિયમિત રીત પિવડાવવાથી તેને ઝેરીલા જીવજંતુઓની કોઇ અસર થતી નથી. સ્ત્રીઓની માસિક ધર્મની સમસ્યામાં રાહત મેળવવા લીમડાનાં સાત પાનને આદુંના રસ સાથે પીવાથી તથા કેટલાંક પાંદડાંઓને પાણીમાં ઉકાળી પેઢુ પર બાંધવાનો પ્રયોગ કરો.
શરીર ઉપર ખસ, ફોડકી, અળાઈ કે ચામડીના કોઈ રોગ થયા હોય તો કડવા રસ ને ઉકાળી તે પાણીથી નિયમિત નાહવાથી જે તે તકલીફ દૂર થાય છે. નાના બાળકને લીમડાનાં પાનનો રસ પિવડાવવાથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેની વિટામિન એ ની ખામી દૂર થાય છે. લીમડાનાં પાનને ગરમ પાણીમાં થોડા સમય માટે રાખીને પછી તે પાણીથી સ્થાન કરવામાં આવે તો તાવમાં રાહત મળે છે.
જો ગરમીનાં દિવસોમાં જો કડવો રસ પીવામાં આવે તો શરીરની સાથે સાથે આંખની ગરમી પણ દૂર કરે છે. કડવા રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે.