કેળા ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે અને કેળાની સૌથી સારી જાતિ ભારતમાં જોવા મળે છે અને કેળાની ઘણી જાતો હોય છે. પરંતુ તેમાંથી માણિક્ય, કદલી, માત્ર્યા કદલી, અમૃત કદલી, ચંપા કદલી વગેરે મુખ્ય છે અને જંગલોમાં જાતે ઉગેતા કેળાને વન છોડ કહેવામાં આવે છે.
આસામ, બંગાળ અને મુંબઇમાં કેળાની ઘણી જાતીઓ જોવા મળે છે. સોનેરી પીળી અને પાતળા છાલવાળા કેળા ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે અને જાડા છાલ વાળા તિકોને કેળાનું શાક બનાવવામાં આવે છે.
આજે દરેક ઘર માં એક એવો માણસ જોવા મળે છે જે ડાયાબિટીસની સમસ્યાથી પીડાતો હોય. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કેળાનું સેવન કરવાથી આ બીમારી પણ દૂર થાઈ છે. પરંતુ જો સંતુલિત માત્રામાં કાચા કેળાનું સેવન કરવામાં આવે તો તે કોઈપણ વ્યક્તિ માટે લાભકારી સાબિત થાય છે.
કાચા કેળા ની અંદર રહેલો ગર્ભ અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત કાચા કેળા નો પાઉડર પણ અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં લાભકારી સાબિત થાય છે.
આ ફળ ની અંદર ખૂબ વધારે માત્ર માં ખનિજ અને વિટામીન જોવા મળે છે. અલબત તેમાં વિટામિન A અને વિટામિન C પણ મળી આવે છે. જે તમારા શરીરને જરૂરી એવા વિટામીન્સ અને મીનરલ્સ પૂરા પાડે છે.
જો કાચા કેળા ના પાવડરનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા પેટની અંદર રહેલા બધા જ કૃમિ દૂર થઈ જાય છે. કાચા કેળા ની અંદર ઝીરો ટકા કોલેસ્ટ્રોલ હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા રહેતી નથી.
જે લોકો ને બ્લડ ની ઉલટી કે ઝાડા કે પછી હરસ ની બીમારી હોય છે તેના માટે કાચા કેળા નો રસ લોહી ની એક ઉત્તમ ઈલાજ છે. એક ગ્લાસ પાણી ની અંદર એક ચમચી જેટલો કાચા કેળા નો રસ મેળવી ત્યારબાદ તેને ૨૦ મિનિટ સુધી ઉકાળો અને ઠંડુ થયા બાદ અડધો કપ જેટલી માત્રામાં દિવસમાં ત્રણથી ચાર વખત તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે અનેક સમસ્યાઓમાં લાભદાયી છે. આ મિશ્રણનો સ્વાદ વધારવા માટે તમે તેની અંદર લીંબુનો રસ પણ મેળવી શકો છો.
કાચા કેળાંમાં ભરપૂર માત્રામાં પોટેસીયમ હોય છે , જેથી તે હાઈ બ્લડ પ્રેશરને લો કરી શકે છે , અને આમ રક્ત કર્ણો અને ધમનીઓમાં પ્રસરતા લોહી ઉપર નિયંત્રણ કરે છે જેને લીધે હાર્ટ અટેક , એથેરોસ્લિરોસિસ જેવી પરિસ્થિતિથી શરીરનું રક્ષણ કરે છે.
એક લીલા કેળામાં 81 કેલેરીસ હોય છે કાચા કેળામાં ફેટ્ટી ઍસિડ , વિટામિન મિનરલ્સ , પોટેસિયમ અને ડાયેટરિ ફાયબર હોય છે , કેળાનું પાચન સારી રીતે થાય માટે તેમાં સારી માત્રામાં રેસિસ્ટંટ સ્ટાર્ચ હોય છે. જે આંતરડામાં થતાં બેકટિરિયલ ઇન્ફેકશનને અટકાવે છે.
આમતો લોકો વજન ઘટાડવામાં માટે જાત જાતના પેતરા કરતાં હોય છે પણ કેળાં જેવા ફળની અવગળના કરવી જોઈએ નહીં .કેળામાં રહેલ સ્ટાર્ચ પેટમાં ભૂખ ના લાગી હોય તેવી સંતોષકારક ફીલિંગ આપે છે .જેથી તમને ઓછી ભૂખ લાગે છે અને કુદરતી રીતે વજન ઘટાડી શકાય છે .
કાચા કેળાંમ ભરપુર માત્રામાં મિનરલ અને બી 6 જેવા ન્યુટ્રિયંટ્સ હોય છે જે ફેટને એનર્જિમાં ફેરવતા શરીરમાં મેટબોલીસ્મ બને છે કેળાં ન્યુટ્રિયાંટ્સ એબ્સૉર્બ , ડાયેરિયા અને કિડની પ્રોબ્લેમથી નિજાત અપાવે છે , કાચા કેળાનું શાક , વેફર , પકોડા , કાઢી જેવી કેટલીક વાનગીઓ બનાવી શકાય છે .
જાણકારી માટે જણાવી દઈએ કે કાચા કેળામાં વિટામિન, મેગ્નીશિયમ અને કેલ્શિયમની પર્યાપ્ત માત્રા જોવા મળે છે. આથી તે તમારા હાડકાને મજબૂત બનાવવા, અને સાંધાના દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે મદદગાર સાબિત થાય છે.
જો તમને વધારે માત્રામાં ભૂખ લાગી રહી છે તો તે મોટાપાનું કારણ બની શકે છે. કાચા કેળામાં ફાઇબર્સ હોય છે. આના સિવાય બીજા એવા ઘણા પોષક તત્વો પણ હોય છે, જે ભૂખને નિયત્રિત રાખવામાં કામ કરે છે. આને ખાવાથી વારંવાર ભૂખ લગતી નથી અને તમે જંક ફૂડ અને બીજી આરોગ્ય માટે નુકશાનકારક વસ્તુઓ ખાવાથી બચી શકો છો.
કેળામાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે, અને તેમાં હેલ્દી સ્ટાર્ચ પણ જોવા મળે છે. તે આંતરડામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિને જામવા નથી દેતો. એવામાં જો તમને વારંવાર કબજિયાતની સમસ્યા રહે છે, તો કાચા કેળા ખાવા જોઈએ. એનું સેવન કરવું તમારા માટે ખુબ ફાયદાકારક રહે છે.
એક રિસર્ચમાં મળેલી જાણકારી અનુસાર કાચા કેળામાં એમિનો એસિડ હોય છે, જે મગજમાં થનાર રાસાયણિક પરિવર્તને સંતુલિત કરવાનું કામ કરે છે. આનાથી તમારા મૂડમાં વારંવાર થનારા પરિવર્તન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
ભૂખને નિયંત્રિત કરવાં વાળા આ કાચા કેળા વજન ઘટાડવા માંગતા લોકો માટે ખુબ ફાયદાકારક છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ જોવા મળે છે, જે અનાવશ્યક ફેટ સેલ્સ અને અશુદ્ધિઓને સાફ કરવામાં મદદ કરે છે.