શેરડીમાંથી સીધી બનતી ખાંડ ને કાચી ખાંડ કહેવામાં આવે છે. તેમા પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. કાચી ખાંડ પર પ્રોસેસ કરીને સફેદ ખાંડ બનાવવામાં આવે છે જે માર્કેટ માં મળે છે. માટે કાચી ખાંડ માર્કેટ માં મળતી સફેદ ખાંડ કરતાં વધારે ફાયદાકારક માનવામાં આવે છે.
કાચી ખાંડને રૉ સુગર, અને ભૂરા રંગની હોવાથી બ્રાઉન સુગર ના નામથી પણ ઓળખવામાં આવે છે. બ્રાઉન સુગર માં અનેક પોષક તત્વો રહેલા છે જે શરીરના અનેક રોગને દૂર કરવામાં મદદ કરે છે. જાણો તેનાથી થતાં ફાયદા વીશે આ લેખ વાંચીને. બ્રાઉન સુગર શરીરની પાચન સિસ્ટમ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
બ્રાઉન સુગર પાચન તંત્રને સ્વસ્થ રાખે છે અને પેટની બિમારીથી સંબંધિત કોઈ પણ સમસ્યાનો નાશ કરે છે. એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં આદુનો ટુકડો ઉમેરો. હવે તેમાં બ્રાઉન સુગર ની એક ચમચી ઉમેરો. આ મિશ્રણ બરાબર મિક્સ કર્યા પછી તેને પીવો. આ પાણી નું સેવન કરવાથી કબજિયાત ની સમસ્યા નહીં થાય.
બ્રાઉન સુગર સ્વાસ્થ્ય માટે ઘણી સારી માનવામાં આવે છે. તે વજનમાં થતો વધારો અટકાવે છે, કારણ કે તેમાં રહેલી કેલરીની માત્રા સફેદ ખાંડ કરતા ઓછી હોય છે. ખાંડ વધારે પ્રમાણમાં લેવી સ્વાસ્થ્ય માટે સારી નથી, પરંતુ બ્રાઉન સુગર માં હાજર તત્વ ચયાપચય વધારે છે અને ભૂખ ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે વજન પણ ઓછું થાય છે.
બ્રાઉન સુગર ગર્ભાશયની માંસપેશીઓ સહિતના સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરે છે. માસિક સ્રાવ દરમિયાન, ગર્ભાશયની સ્નાયુઓ સંકોચાઈ જાય છે, જેના કારણે તે સ્થાને સ્નાયુઓની ખેંચાણ અનુભવાય છે. આદુની ચામાં બ્રાઉન સુગર ઉમેરી ને પીવાથી આ ખેંચાણ દૂર થાય છે. અને ગર્ભાશયની માંસપેશીને રાહત મળે છે.
બ્રાઉન સુગરની સહાયથી અસ્થમાની સારવાર કરવામાં આવે છે. જે લોકોને અસ્થમા છે, તેઓ સફેદ ખાંડને બદલે બ્રાઉન સુગરનો ઉપયોગ કરી શકે છે. તેમાં એન્ટિ-એલર્જિક ગુણધર્મો રહેલા છે, જે દમની સમસ્યાથી રાહત આપે છે. એક ગ્લાસ પાણી ગરમ કરો અને ત્યારબાદ તેમાં એક ચમચી બ્રાઉન સુગર નાખીને આ પાણી પીવો. આ ધીમે ધીમે અસ્થમાના લક્ષણોમાં ઘટાડો કરે છે.
સફેદ ખાંડની જેમ, બ્રાઉન સુગર પણ ટૂંકા સમયમા ઉર્જા અને શક્તિ આપવા માટે મદદરૂપ સાબિત થાય છે. જોકે બ્રાઉન સુગરમાં પોષક તત્વોની માત્રા વધારે હોય છે. તે ફક્ત ટૂંકા સમય માટે તમને ઉર્જા આપી શકે છે પણ તે લાભદાયી માનવામાં આવે છે. બ્રાઉન સુગરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે, તમે તેને ગ્લાયકોલિક એસિડ અને ઓલિવ તેલ સાથે પણ ભેળવી શકો છો અને તેનો ઉપયોગ ફેસ સ્ક્રબ તરીકે કરી શકાય છે.
ડિલિવરી પછી ઝડપી રિકવરી માટે બ્રાઉન સુગર ખાવી ફાયદાકારક સાબિત થાય છે. ડિલિવરી પછી સ્ત્રીઓ ફરીથી ઊર્જાવાન થવા માટે થોડો સમય લે છે, પરંતુ બ્રાઉન સુગર તેમને ઝડપથી રિકવર થવા માટે મદદ કરે છે. ઉપરાંત, બ્રાઉન સુગર ગર્ભાવસ્થા દરમ્યાન થવાયેલા મોટાપા ને દૂર કરે છે.
જો તમે બાળકોની દૂધની બોટલમાં પાણી ભરીને નાના બાળકોને પીવડાવતા હોવ તો તેમાં બ્રાઉન સુગર ની એક ચમચી ઉમેરીને, પીવડાવવાથી પેટના ગેસ માટે તે ફાયદાકારક સાબિત થાય છે. અને તેનાથી બાળકને આખી રાત ઊંઘ માં કોઈ તકલીફ નહીં થાય. અને કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે.
બ્રાઉન સુગર શરદી મટાડવા માટે લાંબા સમયથી જાણીતી છે. આ શરદીની સમસ્યાને વહેલી તકે મટાડવામાં મદદ કરે છે. આ માટે ફક્ત એક ગ્લાસ પાણી ગરમ કરી તેમાં આદુના ટુકડા અને થોડી માત્રામાં કાચી ખાંડ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કર્યા પછી તેને પીવો. આ મિશ્રણ પીવાથી શરદીમાં ઝડપથી રાહત મળે છે.
બ્રાઉન સુગરમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ઘણા આવશ્યક ખનીજ પૂરતા પ્રમાણમાં હોય છે. દરરોજ ચામાં એક ચમચી બ્રાઉન સુગર ઉમેરીને પીવાથી, તમને 20% આયર્ન અને કેલ્શિયમ મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન બ્રાઉન સુગરનું સેવન શરીરમાં એનિમિયા પણ દૂર કરે છે.
બ્રાઉન સુગરમાં એન્ટી એજિંગ ગુણધર્મો પણ છે. બ્રાઉન સુગર ત્વચાની સંભાળ અને વૃદ્ધત્વ વિરોધી ક્રિમમાં ઉમેરવામાં આવે છે. તેનાથી એન્ટી-એજિંગ માટે ક્રીમ તૈયાર કરી શકો છો, આ માટે, બ્રાઉન સુગરમાં ઇંડાના સફેદ ભાગ અને મધ નાખો. આ મિશ્રણને મિક્સ કર્યા પછી તેને ત્વચા પર લગાવો. આ ક્રીમ અઠવાડિયામાં એકવાર લગાવો.