ડોકટોરોની દવા પણ કામ ના કરે ત્યાં કામ કરે છે આ પ્રકૃતિની સંજીવની સમાન ઔષધિ, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના સમયમાં રોજિંદા જીવનમાં માણસ ખૂબ જ વધારે કાર્ય કરતો હોય છે.  તેના કારણે તેની જીવનશૈલી એકદમ વ્યસ્ત બની ગય છે. તેના કારણે તે પોતાના સ્વાસ્થ્યનું સરખી રીતે ધ્યાન રાખી શકતો નથી  સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે મનુષ્ય પાસે સમય રહેતો નથી. જીવન  મૃત્યુની એકદમ નજીક માણસ જ્યારે પહોંચે છે ત્યારે જ તેમને જુવારાની રસ ઉપયોગી સાબિત થાય છે.

જુવારાનો રસ  આશરે 350 જેટલા રોગોમાં ઉપયોગી સાબિત થાય છે.  તે આપણું જીવન સુખી બનાવી શકે છે. આ રસ જુવારામાંથી બનાવવામાં આવે છે. ઘઉંના દાણા વાવીને જે એક જ પાંદડું ઉગીને ઉપર આવે છે તેને જવારા કહે છે. ગોરમા ના વ્રત જેવા તહેવારોમાં તે ઘર ઘરમાં માટીના સાધનોમાં નાખીને વાવવામાં આવે છે. ઘઉંના જવારાનો રસ, કુદરતના ગર્ભમાં રહેલી ઔષધિઓના અખૂટ ભંડારમાંથી લોકોને મળેલી એક અનુપમ ભેટ છે,

જવારાનો રસ શરીરના સ્વાસ્થ્ય માટે એટલો વધારે ઉપયોગી સાબિત થયો છે કે વિદેશી જીવવિજ્ઞાનીઓએ તેને ‘ગ્રીન બ્લડ’ કહીને તેનું સન્માન કર્યું છે સ્વાભાવિક રીતે, તેમાં બધા કાર્બોહાઈડ્રેટ જેવા વિટામિન, આલ્કાલી અને શ્રેષ્ઠ પ્રોટીન હોય છે. તેના ઉપયોગને લીધે, અસંખ્ય લોકોને વિવિધ પ્રકારના રોગોથી મુક્તિ મળી છે.

જેવા કે કેન્સર, મૂત્રાશયના પથ્થરો, હ્રદયરોગ, યકૃત, ડાયાબિટીઝ, પાયરિયા અને દાંતના અન્ય રોગો, કમળો, લકવો, અસ્થમા, પેટમાં દુખાવો, પાચનમાં નબળાઇ, અપચો, ગેસ, વિટામિન એ, બી વગેરે સંધિવાને લગતા બાર વર્ષ જુનાં રોગો , સંધિવા, ત્વચાની એલર્જી, આંખોની રોશની, વાળ સફેદ કરવા, ઈજાના ઘા અને બર્ન સંબંધિત ત્વચાના રોગો વગેરે

જયારે અનુકૂળ સમય મળે ત્યારે જવારા કાપો. કાપીને તરત ધોઈ લો. પછી તેને પીસવા. પીસી ને તેને કપડાથી ગાળી લો. એ પ્રમાણે તેજ જવારા ને ત્રણ વખત પીસી પીસી ને વાટી ને રસ કાઢવાથી વધુ રસ નીકળશે. ચટની બનાવવાનું કે રસ કાઢવાનું મશીન વગેરેથી પણ રસ કાઢી શકાય છે. રસ કાઢી લીધા પછી સમય બગાડ્યા સિવાય તરત જ તેને ધીમે ધીમે પીવો.

ઘઉંના જુવારા ડાયાબિટીસના દર્દી માટે એક સંજીવની જડીબુટ્ટી તરીકે કામ આવે છે. તે સાથે સાથે ઘણા બધા રોગોમાં ઉપયોગી સાબિત થઈ છે. તે ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. તેમ જ શરીરમાં કુદરતી રીતે બનતા ઇન્સ્યુલિનમાં વધારો કરે છે. તે પેટ ની અનેક સમસ્યાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

જીવન મરણ વચ્ચે ઝઝુમતા રોગીઓને રોજ ચાર મોટા ગ્લાસ ભરીને જ્વારાનો રસ આપવામાં આવે છે. જીવન જીવવાની આશા જે રોગીએ છોડી દીધી હોય છે તે રોગીઓને પણ ત્રણ દિવસ કે તેનાથી ઓછા સમયમાં ચમત્કારિક લાભ થતો જેવા મળે છે.

જ્વારાનો રસ દૂધ,દહીં અને માસથી અનેક ગણો ગુણકારી છે. દૂધ અને માસમાં પણ જે નથી તેથી વધુ આ જવારા ના રસમાં છે.એ સિવાય દૂધ, દહીં અમે માસની સામે આ ખુબ સસ્તા છે. ઘરમાં ઉગાડીને કાયમી સગવડ છે. ગરીબ થી ગરીબ વ્યક્તિ પણ આ રસનો ઉપયોગ કરીને પોતાનું ખોવાયેલું સ્વાસ્થ્ય ફરી વાર મેળવી શકાય છે.

જુવારાના રસનો જીવનમાં એક સંજીવની સંજીવની બૂટી તરીકે ઉપયોગમાં આવી શકે છે. તે ઉપરાંત કોઈપણ પ્રકારની એલર્જી હોય, ઇન્ફેક્શન હોય કે આંખને લગતા રોગો આંખની રોશની માં વધારો કરે છે. જો કોઈપણ વ્યક્તિને એનિમિયાની સમસ્યા હોય તો તેમની લોહીમાં વધારો કરવા માટે જુવારાના રસનો ઉપયોગ કરવામાં આવે છે.

જવારાના રસમાં લગભગ બધા ક્ષાર અને વિટામીન રહેલા છે. તે કારણે શરીરમાં કોઈ પણ ખામીને પૂરી કરવા માટે જવારા નો રસ સારી રીતે કામમાં આવે છેતેનાથી દરેક ઋતુમાં નિયમિત રીતે પ્રાણવાયું, ખનીજ, વિટામીન, ક્ષાર અને શરીર વિજ્ઞાનમાં જણાવેલ કોશો ને જીવિત રાખવા માટે જરૂરી તમામ તત્વો મેળવી શકાય છે.

જો કોઈપણ વ્યક્તિને લકવા હોય,પાયોરિયા હોય તો પણ જુવારાના રસનો  ઉપયોગ કરવામાં આવે છે. સાંધાના દુખાવામાં પણ જુવારા નો ઉપયોગ કરવામાં આવે છે. વાળને લગતા કોઈપણ રોગો, ખોડો હોય, વાળ સફેદ થવું, હોય કે વાળ ખરી જવા કોઇ પણ સમસ્યામાં જુવારાના પાણીનો ઉપયોગ કરવાથી ખૂબ જ રાહત મળે છે.તે સમસ્યાનું નિવારણ થાય છે.

શરૂઆતમાં ઘણાને રસ પીધા પછી ઉલટી જેવું લાગે છે, ઉલટી થાય કે શરદી થઈ જાય છે. પણ તેનાથી ગભરાવું નહી. શરીરમાં ઘણા ઝેર એકઠા થઇ ગયા છે આ પ્રક્રિયા તેની નિશાની છે. શરદી દસ્ત અથવા ઉલટી થવાથી શરીરમાં એકઠા થયેલુ ઝેર નીકળી જશે.જવારા નો રસ કાઢતી વખતે મધ, આદુ, નાગરવેલના પાન (ખાવાના પાન) પણ નાખી શકાય છે.તેનાથી સ્વાદ અને ગુણમાં વધારો થશે અને ઉબકા નહી આવે.ખાસ એક વાત ધ્યાનમાં રાખો કે જવારાના રસમાં મીઠું કે લીંબુનો રસ ક્યારેય ન નાખશો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top