Site icon Ayurvedam

માત્ર થોડા દિવસ ઘઉં કરતાં 100 ગણા શક્તિશાળી આ અનાજનું સેવન જીવનભર હાડકાના દુખાવા, કોલેસ્ટ્રોલ અને અલ્સરને રાખશે દૂર, નહીં લેવી પડે દુખાવાની દવા

જુવાર એક દેશી અનાજ છે જેની ખેતી ભારતના અનેક રાજયોમાં કરવામાં આવે છે. તેના કોમળ ભટ્ટાને શેકીને ખાવામાં આવે છે. આમ જુવાર ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે અને તેમાં અનેક પોષકતત્વો પણ જોવા મળે છે. આદિવાસી જુવારનો રોટલો ખૂબ જ ખાય  છે. જુવારનું વાનસ્પતિક નામ સૌરધમ બાયકલર છે. દેશી અનાજની રીતે ઉપયોગ કરવાની સાથે જ આદિવાસીઓ તેને આયુર્વેદિક નુસખા માટે પણ અપનાવે છે.

જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. પરંતુ પહેલા આ ઘાસના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું. ત્યારબાદ જ્યારે આપણા વૃદ્ધોએ  તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું. આ જુવારના રોટલા શીયાળામાં પણ ખાવા જોઇએ. જુવારના લોટના રોટલા કે રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.

જુવારની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તે ગ્લૂટેન રહિત અને નોન એલર્જિક હોય છે. શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ડાંગના આદિવાસીઓ શેકેલી જુવાર ખાવાની સલાહ આપે છે. તેનાથી પેટની બળતરા ઓછી થાય છે.

જુવારનો લોટ પાણીમાં ભેળવીને શરીર ઉપર લેપ કરવાથી શરીરની બળતરા ઓછી થાય છે અને તે શીતળ પણ હોય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ઘઉં ના લોટને ગાળીને દૂધમાં ઉકાળીને દરરોજ લેવો જોઈએ. તેનાથી ઘણો ફાયદો થાય છે. ઘઉને રાતે ભીંજવી દો. સવારે ઘઉં ને ગાળીને અલગ કરી લો અને તે પાણી પી લો. તેનાથી શકિત વધે છે.

માસિક ધર્મ સાથે જોડાયેલા વિકારોના સમાધાન માટે જુવારના ભટ્ટાને બાળીને ચારણી થી ગાળીને સંગ્રહિત કરી લેવો જોઈએ. આ રાખને ૩ ગ્રામ માત્રામાં લઈને સવારે ખાલી પેટે માસિક ધર્મ શરૂ હોય તે દરમિયાન લગભગ એક અઠવાડિયા પહેલા લેવાનું શરૂ કરી દેવું. જયારે માસિક ધર્મ શરૂ થઈ જાય તો તેનું સેવન બંધ કરી દેવું, આ પ્રમાણે કરવાથી માસિક ધર્મના બધા વિકાર દૂર થઈ જાય છે.

ગરમીમાં જુવારનું સેવન અલ્સરના દર્દીઓ માટે વિશેષ લાભદાયી રહે છે. તેને ખાવાથી શરીરને ઠંડક મળે છે. જુવારના રસને નિયમિત સેવન કરવાથી અસાધ્ય રોગો મટી જાય છે. તેના સેવનથી થાક દૂર થાય છે અને દિવસભર ફૂર્તિનો અહેસાસ થાય છે. ઘઉં ના અને જુવારાના રસમાં લગભગ દરેક પ્રકારના ક્ષાર અને વિટામીન ઉપલબ્ધ હોય છે. તેને લીધે શરીરમાં જે પણ અભાવ હોય તે આ જયૂસથી પૂરો થઈ જાય છે. જુવાર અનેક પ્રકારના મિનરલ્સ, પ્રોટીન્સ અને વિટામીન્સ જોવા મળે છે. તે આખા શરીરને પોષણ પ્રદાન કરે છે.

જુવારનું નિયમિત સેવન કરવાથી કાર્ડિયોવાસ્કયુલર તંદુરસ્ત રહે છે. સાથે જ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખે છે. તેના નિયમિત સેવનથી હિમોગ્લોબિનની ખામી દૂર થઈ જાય છે. ઘઉંના જવારાનો રસ દૂધ, દહીં અને માંસથી અનેકગણો વધુ ગુણકારી હોય છે. દૂધ અને દહી માં પણ જે ગુણો નથી તે આ જુવારાના રસમાં હોય છે. તેમ છતાં દૂધ અને દહીંથી તે ખૂબ જ સસ્તો છે. જુવાર આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવી રાખે છે.

જુવારનો લોટ ઘઉના લોટથી અનેકગણો સારો છે. જુવારના દાણાની રાખ બનાવીને મંજન કરવાથી દાંત હલવાનું, તેમાં દર્દ થવાનું બંધ થઈ જાય છે. સાથે જ પેઢાનો સોજો પણ સમાપ્ત થઈ જાય છે. સંશોધનો બતાવે છે કે જુવાર ખાસ પ્રકારના કેન્સરના ખતરાને ઓછો કરે છે. સાથે જ તે દિલ સાથે સંબંધિત બીમારીઓના દર્દીઓ માટે પણ સારો સ્ત્રોત હોય છે. જુવારના કાચા દાણા પીસીને તેમાં થોડો કાથો અને ચુનો મેળવીને લગાવવાથી ચહેરાના ખીલ દૂર થઈ જાય છે. શેકેલી જુવાર પતાસાની સાથે ખાવાથી પેટની બળતરા અને તરસ લાગવાનું બંધ થઈ જાય છે.

Exit mobile version