Site icon Ayurvedam

વધારે તીખી અને ગરમ વસ્તુ ખાવાથી બળવા લાગે છે જીભ? તો મટાડવા તરત જ અપનાવો આ ઉપાય

ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને તીખું અને ગરમાગરમ ખોરાક ખાવાનો ખૂબ શોખ હોય છે. ઘણીવાર આ મસાલેદાર તીખું અને ગરમ ખોરાક ખાઈને લોકોની જીભમા બળતરા ઉત્પન્ન થાય છે. આપણે કહીએ શકીએ કે, આ બળતરા અત્યંત તીવ્ર અને અસહનીય હોય છે.જો તમારી જીભ કોઈવાર બળી જાય અને તમને જીભમા પીડા ઉત્પન્ન થાય અને તે જીભનો એ ભાગ સ્વાદહીન થઈ જાય. તો જરાપણ ગભરાશો નહિ તુરંત જ આ ઉપાયો અજમાવો અને જુઓ ફરક.

ખાંડ તો લગભગ દરેક વ્યક્તિના ઘરમા મળી રહે છે. જીભ પર એક ચમચી ખાંડ મૂકો અને ધીમે-ધીમે તેનુ સેવન કરો. જીભની બળતરાને દૂર કરવા માટે ખાંડ પણ એક સારો એવો ઘરેલું ઉપાય છે અને એલોવેરા પણ તમારી જીભની બળતરાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. ખુબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે, એલોવેરા જીભની બળતરાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી છે.

જો તમને જીભમા અસહ્ય બળતરા થતી હોય તો તુરંત જ મોઢા દ્વારા શ્વાસ લો. જો તમે મોઢા દ્વારા શ્વાસ લેશો તો ઠંડી હવા તમારા મોઢાની અંદર જશે જેથી, તમને જીભમા થતી બળતરામા પણ તુરંત રાહત મળશે. એલોવેરા પણ તમારી જીભની બળતરાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. ખુબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે, એલોવેરા જીભની બળતરાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી છે.

મધ તમારી જીભની પીડા અને બળતરાને તુરંત ઘટાડી દે છે અને તેમા રહેલા એન્ટિબેક્ટેરિયલ તત્વો તમારી ત્વચાને તાત્કાલિક રાહત આપે છે. જો તમને જીભમા બળતરા થતી હોય તો તેનાથી તાત્કાલિક આરામ મેળવવા માટે મધ એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે.

જો કંઇક ગરમ અથવા તીખું ખાવાથી જીભ દાઝી ગઈ હોય તો તરત જ બેકિંગ સોડા પાણીમાં મિક્સ કરી તેનાથી કોગળા કરી લો. દિવસમાં 2 થી 3 વાર આ પ્રયોગ કરવા થી ટૂંક સમયમાં રાહત મળી જશે. જ્યાં સુધી જીભ ઠીક ન થાય ત્યાં સુધી મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.

જીભ દાઝી જાય તો તમે મીંટવાળી ચા નુ સેવન કરીને અથવા તો મીંટવાળી ચ્વિંગ્મ ખાઇને પણ રાહત મેળવી શકો છો. આ જીભને ઠંડકનો અનુભવ તો કરાવશે જ પણ સાથે તમારી બળતરા પણ ઓછી કરશે અને આ સિવાય તમે ઈચ્છો તો દેશી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. જીભના એ દાઝેલા ભાગ પર દેશી ઘી લગાવી દો જે દાઝેલી જીભને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે.

જ્યારે તમને જીભમા અસહ્ય પીડા કે બળતરા થતી હોય ત્યારે તમે આઇસક્રીમ અથવા તો કોઈપણ અન્ય ઠંડી વસ્તુનુ સેવન કરો જેથી, તમને જીભની બળતરામા રાહત મળે અને આ સિવાય બરફનો ટૂકડો પણ મોઢામાં મૂકી જીભમાં થતી બળતરા દૂર કરી શકાય છે.

વિટામિન-ઇ કેપ્સ્યુલ પણ જીભમા થતી બળતરામાંથી તમને ઝડપથી આરામ અપાવે છે. તે જીભમા થતી બળતરાને ઝડપથી ઠીક કરે છે. વિટામિન-ઈ ની કેપ્સ્યુલ જીભ પર મૂકવાથી તમને તુરંત જ જીભમા થતી બળતરામા રાહત મળે છે.

Exit mobile version