Site icon Ayurvedam

સાપ, મધમાખી,વીછી જેવા જેરી જીવજંતુ કરડે અથવા કાન માં ઘુસી જાય ત્યારે તરત જ કરો આ ઘરેલું ઉપાય, જરા પણ દર્દ વગર તરત જ મટી જાશે

તમે કામ કરતાં હોવ કે બહાર ક્યાંક ફરવા ગયા હોવ અથવા તો વરસાદની સિઝનમાં ખાસ અચાનક કોઈ જીવડું કરડી જાય, અથવા તો કાનમાં કોઈ જીવજંતુ બેસી જાય, ડંખ મારી દે તો તેના માટે શું કરવું? આવા સમયે તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે જવું શક્ય નથી હોતું અથવા તો ડોક્ટર પાસે જવાની રાહમાં ઘણીવાર મોડું પણ થઈ જાય છે.

જો કોઈ જંતુ કરડ્યું હોય તો પ્રથમ વસ્તુ એ છે કે ઝેરને બે અસર બનાવવાનો પ્રયાસ કરવો અને તેના ઓછામાં ઓછા ભાગને ઘાથી દૂર કરવો. જ્યારે મધમાખી ડંખ કરે છે, ત્યારે જલદીથી ઘામાંથી ડંખને કાઢી નાખવું જોઈએ. ઝેરને બહાર કાઢી તેને ખેંચવાનો પ્રયાસ કરવો, અને સાબુવાળા પાણીથી ઘા ને ધોવો જોઈએ. જો ડંખ ત્વચામાં ખૂબ જ જડિત હોય, તો તેને આલ્કોહોલથી ધોયેલી સોય અથવા આગ ઉપર ઘા વાળ ભાગને ગરમ કરીને ડંખ ખેંચી શકાય છે.

મધમાખીના ડંખ ઉપર મીઠું, તપકીર અથવા ઝીણી કરેલી તમાકૂ ચોપડવાથી પીડા મટે છે.મધમાખીના ડંખ ઉપર સુવાદાણા અને સિંધવ-મીઠું પાણી સાથે વાટી ચોપડવાથી પીડા મટે છે. મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પણ પીડા મટે છે. ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે. જે સ્થાને ડંખ્યું હોય ત્યાં બીજી કોઈ ઠંડી ચીજ લગાડવી જેથી દુખાવો અને સોજાથી રાહત મળે છે.

જો મધમાખી એ વ્યક્તિને ગરદન પર ડંખ માર્યો હોય તો તરત જ સોજો આવી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.  આ પરિસ્થિતિમાં દરદીને ઠંડુ પાણી પીવા આપવું અને બરફનો ટૂકડો ચૂસવા આપવો. છતાં પણ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ડૉક્ટર પાસે જવું.

કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ લગાડવાથી પીડા મટે છે. ગરોળી કરડે તો સરસિયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઊતરે છે. મચ્છરના ડંખ ઉપર ચૂનો લગાડવાથી પીડા મટે છે. ઉંદર કરડયો હોય તો કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે. વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.

સાપ કરડે ત્‍યારે દસથી વીસ તોલુ  ચોખ્‍ખુ ઘી પીવું. પંદર મિનિટ પછી નવશેકુ પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે. સાપ કે વીંછી કરડ્યો હોય તો ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચા જેટલો રસ મધમાં મેળવી ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.

કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે. કોઈપણ ઝેરી જીવજંતુ ના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.

કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે. કાનખજૂરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પણ પીડા મટે છે. કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકર નું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે. કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં નાખવાથી તે બહાર નીકળી જશે.

વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઊતરે છે. વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઊતરે છે. વીંછી કરડયો હોય તો સૂંઠને પાણીમાં ઘસી ને લગાવવાથી વીંછીનું ઝેર ઊતરે છે. વીંછીના ડંખવાળો ભાગ મીઠાના પાણી થી વારંવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપાં બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઊતરે છે. વીંછી કરડયો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીનાના પાન ખાવાથી ઝેર ઊતરે છે.

તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઊતરે છે. 11 આમલીનો કટકો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસીએ સફેદ થયેલો કટકો વીંછીના ડંખ પર ચોટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની મેળે ખરી પડે છે અને વીંછીનું ઝેર ઉતરી જાય  છે કાચની શીશીમાં ૨૦ તોલા કેરોસીનમાં ૧ તોલો સરસિયું તેલ નાખીને તડકે મૂકવું. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર આ મિશ્રણ લગાડવું. મચ્છરો કે કીડી મંકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.

Exit mobile version