Site icon Ayurvedam

ગેરેન્ટી માત્ર આ શક્તિશાળી ધાનથી સાંધાના દુખાવા અને પાચનના રોગ 110% જીવનભર ગાયબ

જવનો ઉપયોગ ખૂબ જ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. જવ એ ધાન્ય ઘઉંની જ એક જાત છે. પરંતુ સ્વાદમાં અને દેખાવમાં ઘઉં કરતાં અલગ હોય છે. જવમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ગજબનો લાભ થાય છે. તો આજે અમે તમને જવના ચમત્કારી ગુણો અને ફાયદા વિશે જણાવીએ,

એક મુઠી ચાળેલા જવના લોટને એક પાતળા કપડામાં પોટલી બનાવી લો પછી તે પોટલીને કાચા દુધમાં પલાળીને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત નહાતી વખતે શરીર ઉપર ઘસવાથી ધીમે ધીમે ત્વચા ની કાળાશ દુર થવા લાગે છે.

ગઠિયાની સમસ્યા અને સાંધાના દુખાવામાં જવનું પાણી ખૂબ ઉપયોગી છે. જવનું પાણી પીવાથી ઘણી રાહત મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના પગમાં સોજા આવી જાય છે. આ સોજાને દૂર કરવા માટે પણ જવનું પાણી પીવામાં આવે છે.

જવ નો લોટ, વાટેલી હળદર અને સરસોના તેલને પાણીમાં ભેળવીને લેપ બનાવી લો. રોજ શરીર ઉપર પાતળો લેપ લગાડી ને ગરમ પાણી થી ન્હાવાથી શરીર પરનો કાળો રંગ દૂર કરવામાં મદદ મળે છે. જવનું પાણી પીવાથી સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે. જવ માં એવા કેટલાક તત્વો જોવા મળે છે. જે તમારા શરીરમાંથી ઝેરને દૂર કરે છે. જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને અને તેની સાથે સાથે તમારી ત્વચા પણ સુધરે છે.

જવનું પાણી શરીરમાં મૂત્રવર્ધકના રૂપમાં કામ કરે છે. જે શરીરમાં રહેલા બિનજરૂરી તત્વોને બહાર કાઢે છે. જવનું પાણી આંતરડા અને પેટને સાફ રાખે છે. જેનાથી પેટનું કેન્સર થવાની શક્યતા રહેતી નથી. જવનું પાણી શરીરમાં ઠંડક પહોંચાડે છે. જેથી ઉનાળામાં જવનું પાણી ખૂબ ફાયદાકારક નીવડે છે.

મસાલેદાર ભોજન લીધા પછી જો પેટમાં બળતરા થતી હોય તો જવનું પાણી પીવાથી તેમાં રાહત મળે છે. જવને શરીર ઉપર ઘસવાથી બળતરા દૂર થાય છે. શરીરના કોઈ ભાગમાં દાઝી ગયા હો તો જવને ઝીણા  વાટીને તલના તેલમાં ભેળવીને લગાવવાથી ઘણો લાભ થાય છે.

જવ પથરીના રોગમાં પણ ખૂબ લાભદાયી હોય છે. જવનું પાણી પીવાથી પથરી નીકળી જાય છે. પથરીના દર્દીને જવની રોટલી, ધાણી, વગેરે જેમાં જવનું પ્રમાણ વધારે હોય તેનું સેવન કરવું જોઇએ. જેથી પથરી શરીરની બહાર નીકળી જાય છે. જો તમને પેશાબ સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો જવનું પાણી પીવું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ પેશાબને લગતી સમસ્યાને દૂર કરે છે.

ત્વચાને મુલાયમ બનાવવા માટે અડધો કપ જવ નો લોટ અને એક ચમચી મલાઈમાં અડધું લીંબુ નીચવી લો અને ઉપર થોડું પાણી નાખીને મિશ્રણ બનાવી લો. આ મિશ્રણ ચહેરા ઉપર 15 મિનીટ સુધી રહેવા દો અને પછી ચહેરો પાણીથી ધોઈ નાખો. આવું રોજ કરવાથી ચહેરા ઉપર ચમક આવી જશે અને ચહેરો ઘણો જ સુંદર લાગશે.

જવનું પાણી શરીરને અંદરથી ડીટોક્સ કરે છે. લોહીશુદ્ધિ કરવા માટે જવ એ સૌથી સારૂ ટોનિક હોય છે. ગળામાં સોજો, વધારે તરસ લાગવી અને જો બળતરા થતી હોય તો એક કપ ભરીને જવને પીસી લો અને પછી તેને પાણીમાં આઠ કલાક સુધી પલાળી રાખો. થોડીવાર રાખીને હૂંફાળું થાય એટ્લે તેના કોગળા કરવાથી બળતરામાં રાહત થાય છે.

જવ મધુમેહના રોગીઓ માટે અને મોટાપો ઓછો કરવા માટે ખુબ જ ઉપયોગી છે. જવની રોટલી ખાવાથી મધુમેહ રોગ નિયંત્રણમાં રહે છે. જવને વાટીને લોટની જેમ પીસીને તેની રોટલી બનાવીને ખાવાથી મધુમેહમાં લાભ થાય છે. જવ ના સત્તુ અને ત્રિફલાના ઉકાળામાં મધ ભેળવીને પીવાથી મોટાપો દુર કરી શકાય છે. જવ ખાવાથી હૃદય રોગ ના હુમલાની શક્યતા ઘટી જાય છે, કારણકે જવ હૃદય ની ધમનીઓ માં ચરબી ને જમા થવા દેતું નથી.

જવ ને પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખો. ત્યાર પછી તેને સુકવીને છોતરા ઉતારી લો, વગર છોતરાના જવ પણ બજારમાં મળતા હોય છે. છોતરા વગરના જવ ની ખીર દૂધ સાથે ભેળવીને રોજ સવાર અને સાંજ થોડા દિવસ સુધી ખાવાથી વજન વધારવામાં મદદ કરે છે.

ખાંડ તથા જવના લોટના બનેલા લાડુ ખાવાથી ગઠિયાના રોગમાં રાહત મળે છે. તેમજ દર્દ અને સોજા પણ દૂર થાય છે. કોલસ્ટ્રોલને ઓછું કરવા માટે જવનું પાણી ખૂબ ફાયદાકારક હોય છે. જવનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા વિષાક્ત પદાર્ષ બહાર નીકળી જાય છે. જેથી ચહેરા પર નીખાર આવે છે.

Exit mobile version