વેવડી ઘરની આસપાસ ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. આ વેવડીની વેલ હોય છે. તેની આસપાસ પાણી એકઠું થાય છે, તેથી તેને જલજમણી પણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં આ વેલાના ઘણા ઔષધીય ગુણધર્મો પણ જોવા મળે છે. વેવડીની વેલ વરસાદના દિવસોમાં બધી જગ્યાએ થાય છે.
તેના મૂળ પાણીમાં પીસીને પીવાથી સાપનું ઝેર દૂર કરવામાં મદદ મળે છે. તેના ફળ નાના, ગોળાકાર, કરચલીવાળી, જાંબુડિયા-કાળા, વટાણાના આકારના, કાચા હોય ત્યારે લીલા અને પાકેલા કાળા અથવા જાંબુડિયા રંગના હોય છે. તેના મૂળ આછા ભૂરા અથવા પીળા રંગના જમીનમાં ઊંડા અને સ્વાદમાં કડવા હોય છે. તો ચાલો હવે આપણે જાણીએ વેવડીથી આપણાં આરોગ્યને થતાં લાભો વિશે.
દરરોજ તણાવ ને કારણે માથાનો દુખાવો થાય છે ત્યારે વેવડીનો ઉપયોગ કરવાથી ઝડપી રાહત મળી શકે છે. આ માટે વેવડીના મૂળ અને પાંદડા ને વાટી ને લેપ બનાવી માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. વેવડીના ઔષધીય ગુણધર્મો રતાંધળાપણું માં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વેવડીના પાંદડા ઉકાળીને લેવાથી તેમા રાહત મળે છે. વેવડીના પાનના રસના સેવનથી આંખોમાં રાહત મળે છે અને આંખોમાં દુખાવો ઓછો થાય છે.
જો દાંતના દુખાવાથી પરેશાન છો, તો વેવડીના ઔષધીય ગુણધર્મોનો આ રીતે ઉપયોગ કરવાથી ઝડપી રાહત મળે છે. વેવડીના પાંદડાની પેસ્ટ દાંત પર લગાવવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. જો ખાવા-પીવાને લીધે અપચાની સમસ્યાથી પરેશાન છો તો વેવડીના મૂળના 1-2 ગ્રામ પાવડરમાં આદુ અને ખાંડ મેળવી લેવાથી અપચો મટે છે.
વેવડીના મૂળનો રસ 5 મિલી પીવાથી અતિસારમાં ફાયદો છે. વેવડીના નવા પાંદડાના 10-20 મિલીલીટર ના ઉકાળાને ખાંડ સાથે લેવાથી શ્વેતપ્રદરમાં ફાયદો થાય છે. વેવડીના પાનનો રસ પાણીમાં નાખી દહીં સાથે લેવાથી ગોનોરિયા માં ફાયદો થાય છે.
આ સિવાય 5 મિલી વેવડીના પાનનો રસ આપવાથી ગોનોરિયા માં ફાયદો થાય છે. છાયડા માં સુકવેલ વેવડીના પાનના પાઉડરમાં ઘીમાં શેકેલી હરડેનું ચૂર્ણ મેળવીને સમાન પ્રમાણમાં ખાંડ મિક્સ કરીને રાખો. દરરોજ સવારે અને સાંજે આ 2 ગ્રામ પાવડર સાથે ગાયનું દૂધ પીવાથી સ્વપ્નદોષમાં ફાયદો થાય છે.
જો સંધિવાની પીડા થાય છે તો પછી પીપળીઅને બકરીના દૂધ 10-20 મિલીલીટર અને પાણીનો ઉકાળો પીવાથી સંધિવાને લીધે થતી પીડામાં ફાયદો થાય છે. આ ઉપરાંત બકરીના દૂધમાં વેવડીના બીજનું મૂળ ઉકાળ્યા પછી તેમા સૂંઠ અને મરી ઉમેરીને ગાળીને પીવાથી સંધિવા અને ચામડીના રોગોમાં ફાયદો થાય છે.
વેવડીના પાંદડા પીસીને લગાવવાથી સંધિવામાં ફાયદો થાય છે. વેવડીના પાનનો રસ લગાવવાથી ખરજવું, ખંજવાળ, ઘા માં રાહત મળે છે. 5 મિલી વેવડીના પાનનો રસ 50 મિલી તલના તેલ સાથે ભેળવીને ઉકાળો બનાવીને ગાળી લેવો આનો ઉપયોગ ક્ષયના રોગમાં ફાયદાકારક સાબિત થાય છે.
દરરોજ 1 મહિના માટે 2-4 ગ્રામ વેવડીના પાવડરનું સેવન કરવાથી આલ્કોહોલ અને ભાંગ ની ટેવ છૂટી જાય છે. જો તમે તેનો ઉપયોગ કરતી વખતે ઉલટી કરો છો, તો તેનું પ્રમાણ ઓછું કરવું. લતા કરંજાનું ચૂર્ણ અને વેવડીનું ૧-૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં મેળવીને બાળકોને આપવાથી બાળકોના આંતરડાના રોગમાં રાહત મળે છે.
વેવડીના મૂળને પાણીમાં પીસીને નાક માં નાખવાથી અથવા 5 મિલી વેવડીના પાનના રસમાં 5 મિલી લીમડાના પાનનો રસ મેળવી પીવાથી સાંપના કરડવાથી થતા ઝેરની અસર ઓછી થાય છે. ડાયાબિટીસ માં ચાર પાંદડા દર્દી સવારે ચાવે તો તેના માટે આ અસરકારક ઉપાય છે. ડાયાબિટીસના દર્દી વેવડીના પાનનો રસ પીવે તો તેને રાહત મળે છે. વેવડીના સેવનથી તૂટેલા હડકાઓ પણ સારા થાય છે.