ઉંબરાના ઝાડ પર ફૂલ આવતા નથી. આ ઝાડની શાખામાંથી ફળ ઉત્પન્ન થતાં હોય છે. ફળ ગોળ અંજીરના આકારનાં હોય છે. અને આ ફળ માંથી સફેદ દૂધ નિકળે છે. નદીના પટમાં થતાં ઉંબરા ના પાંદડા અને ફળ સામાન્ય ઉંબરા ના પાંદડા -ફળ કરતાં નાના હોય છે.
આ ઉંબરો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે અમે તમને આ ઉંબરા ના ઝાડ થી થતા અનેક ફાયદાઓ વિશે જણાવવાના છીએ. તો ચાલો જાણીએ ઉંબરાના કેટલાક ઔષધીય ગુણ. ઉંબરા નું દૂધ ગાલપચોળિયા ઉપર સારું ઔષધ છે. નાનાં બાળકોના ગાલ પર સોજો આવે ત્યારે ઉંબરના દૂધ નો લેપ લગાવવો એટલે સોજો ઓછો થશે. તેવી જ રીતે કોઈ પણ જાતની ગાંઠ ઉપર તેનું દૂધ લગાવવાથી ગાંઠ બેસી જાય છે.
બદ, કંઠમાળ, સોજો , કમરનો દુખાવો વગેરે ઉપર તેનું દૂધ લગાવવાથી દુખાવો ઓછો થાય છે. કોઈ પણ જાતની ગરમી ઉપર ઉંબરના ફળ ખાવા જોઈએ. ઉંબરના સારા પાકેલા ફળ રોજ સવારે બે નંગ ખડીસાકર સાથે ખાવાથી ગરમી તેમજ બધા પ્રકારની બળતરા મટે છે.
ડાયાબિટીસ ના રોગીઓ માટે ઉંબરાનું ઝાડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો આ ઉંબરાના ફળને પાણી સાથે ઉકાળીને પીવામાં આવે તો થોડા દિવસોની અંદર ડાયાબિટીસના રોગીઓનું સુગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે. આ પાણી શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. જે શરીરની અંદર રહેલી સુગર કંટ્રોલ કરે છે જેને કારણે ડાયાબિટીસ ઓછી થાય છે.
ઉંબરાની છાલ ઘસીને પાણી મેળવી અથવા તેના કાચા ફળ પાણીમાં ઘસી પીવાથી તાવમાં લાગતી તરસ અથવા ગમે તેવી તરસ અટકે છે. વધારે ઉધરસમાં ઉંબરાનું દૂધ તાળવે ચોપડવાથી ઊધરસ અટકી જાય છે. ઉંબરો ખાવાના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત પાચનશક્તિ પણ મજબુત બને છે. તેને કારણે જમેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે.
ઉંબરાની છાલ ના ઉકાળાથી વાગેલ ઘા ને ધોવાથી જલદી રૂઝાય છે. દાંતને લગતી સમસ્યા દૂર કરવા માટે ઉંબરાના બેથી ત્રણ ફળને પાણીની અંદર ઉકાળી ત્યારબાદ આ પાણીના કોગળા કરવામાં આવે તો દાંત અને મોં ને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય. તથા દાંત એકદમ સફેદ અને મજબૂત બની જાય છે.
પેશાબમાં આગ જેવી બળતરા, પેશાબ કરતી વખતે કરવું પડતું જોર તથા પેશાબ અટકી અટકીને આવવો વગેરે રોગો ઉપર ઉંબરાની છાલ નો ઉકાળો કરીને તેને પીવાથી આવી સમસ્યાઓ જલદી થી મટે છે. ૧ લિટર પાણીમાં ચાલીસ ગ્રામ ઉંબરાની છાલનો ઉકાળો કરી તેમાં ખડીસાકર નાખી પીવાથી ચાંદીના બધા રોગો ઝડપથી મટે છે.
ઉંબરાના નિયમિત સેવનથી શરીરની અંદર રહેલ પિત્ત અને કફ દૂર થાય છે. તથા પીત્તના કારણે થયેલા રોગો પણ દૂર થાય છે. ઉંબરાથી જો કોઈ વ્યક્તિને એસિડિટીની સમસ્યા હોય તો તે દૂર થાય છે. આ ઉપરાંત કફ વાળા લોકોને પણ મુક્તિ મળે છે. જેને કારણે શરદીના કોઠાવાળી વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદો થાય છે.
શીતળા, ઓરી, અછબડા એ રોગોમાં એના ઉકાળનો ખૂબ જ સારો ઉપયોગ થાય છે. ઉંબરના મૂળનું પાણી શીતળા, ઓરી વગેરેમાં પવાથી શરીરમાં ગરમી રહેતી નથી. જૂના ઉંબરાનું મૂળ સાંજે કાપી તેને પકનીમાં પલાળી રાખવું અને સવારે આ પાણી પીવાથી અનેક રોગો સારા થાય છે.
ઉંબરાના પાંચ કીલો જેટલાં પાન લાવી તેને સાફ કરી તેની ચટણી વાટવી અને પછી ૨૦ લિટર પાણીમાં આ ચટણી પલાળી-ઉકાળવા મૂકવું. જયારે ૧૦ લિટર પાણી એટલે કે ઉકાળો બાકી રહે એટલે ગાળી લેવું અને ગાળેલું પાણી પાછું ઉકાળવા મૂકવું. જયારે બધુ બળીને જાડુ શીરા જેવું થાય ત્યારે ઉતારી લેવું આને રસક્રિયા કહે છે. ઉંબરાનો આ રસ ભગંદર, કોઈ પણ જાતનું વ્રણ, સોજો, મુંઢમાર,ગાંઠો બેસાડે છે.
મોંમાં ચાંદાં પડ્યાં હોય તો તેની ગોળી ચૂસવાથી આરામ થાય છે. ઘણી જગ્યાએ ઉંબરના ફળમાંથી શાક બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઉંબરાના ઝાડની ડાળીઓ ખૂબ જ મજબૂત હોય છે. જેથી તેનો લાકડીઓ બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.