Site icon Ayurvedam

જાણો અલગ અલગ શાકભાજી માં રહેલા ગુણ અને તેના સેવનથી શરીરને થતાં લાભ વિશે વિસ્તારથી, શેર કરવાનું ભૂલતા નહીં

લોકો એવું માને છે કે ફળોના સેવનથી શરીર તમામ રોગોથી દૂર રહે છે, અને એ વાત સાચી પણ છે, પરંતુ ફક્ત ફાળો જ નથી રોજિંદા વપરાશ માં લેવાતા શાકભાજી પણ શરીરના રોગને દૂર કરવા માટે તેટલાજ લાભકારી છે. જો તમે નો જાણતા હોવ તો આ લેખ અંત સુધી વાંચો, અને જાણો કઈ શાકભાજી કેટલી લાભદાયી છે.

પરવળ મધુર, પાચક, હ્રદયને બળ આપનાર, હલકાં, દીપક, ચીકણા, ગરમ અને વાજીકરણ ગુણ ધરાવે છે. તે લોહીવિકાર અને તાવ તથા કમરના દુખાવાને મટાડે છે. કાચા પરવળ વધુ ગુણકારી સાબિત થાય છે. સામાન્ય માંદગી વાળાને પણ પરવળ ખાવા માટે આપી શકાય છે તે લાભકારી સાબિત થાય છે.

કંટોલા માં પથ્ય, રુચિકારક, સ્વાદિષ્ટ, દીપક, અગ્નિવર્ધક હોય છે, આ ઉપરાંત તે ગરમ, મધુર, હલકા, શૂળ, ગુલ્મ, પિત્ત, કફ, ખાંસી, પ્રમેહ, શ્વાસ, અરુચિ અને હ્રદયરોગ જેવા ભયંકર રોગને પણ મટાડે છે. એનાં મૂળનો રસ સર્પનું વિષ ઉતારે છે. સુવાવડીને પણ ખોરાકમાં કંટોલા આપી શકાય છે.

તુરિયાં રુચિકર, કબજિયાત, કૃમિ, વાયુ, કફ અને પિત્તના જમાવમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તુરિયાં કબજિયાતવાળા માટે પથ્ય છે. આનું શાકપણ લાભકારી સાબિત થાય છે. માત્ર શ્રાવણ અને ભાદરવામાં તુરિયાં ન ખાવાં કારણકે એ પિત્તનું રેચન કરે છે તુરિયાં સાથે દહીં, છાશ કે દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ.

કારેલાં સ્વાદે તીખાં, કડવાં, દીપક, રુચિ કરનાર, ખારાં, હલકાં, પિત્તનાશક, રક્તરોગ, મીઠી પેશાબ, અરુચિ, કફ, શ્વાસ, દમ, કાંસ, કૃમિ, કુષ્ઠ વર, પ્રમેહ, આફરો, કમળો જેવા રોગ મટાડે છે. અનેક રોગોમાં પથ્ય છે. કારેલાંનાં કડવા સ્વાદના કારણે તેના ચૂર્ણથી ડાયાબિટિસ જેવો રોગ પણ કાબૂમાં રહે છે.

રીંગણાં ગુણમાં મધુર, તીણ, ગરમ, તીખા, અગ્નિદીપક, હલકાં, પિત્તવર્ધક, અને ખારાં હોય છે. ભાર, વાયુ, કફમાં આ શાકભાજી પથ્ય માનવામાં આવે છે. આના વધુ પડતાં સેવનથી એ વીર્ય પાતળું અને ગરમ બનાવે છે. પાંડુ રોગમાં લોહી વધારે છે. ગરમી થઈ હોય તો આ શાક લાભદાયી ગણાય છે. રુચિકર તરીકે આ શાક સર્વત્ર વખણાય છે.

ગલકાં એ વેલા પર થતાં તૂરિયાં જેવી જાત છે. તે ગુણમાં શીતળ, મધુર અને તે વાયુ-કફ વધારે છે. ગલકાં પિત્તવર્ધક ગણાય છે. તે દમ, ઉધરસ, તાવ, કૃમિ મટાડનાર માનવામાં આવે છે. આ ઉપરાંત દેશી ગલકાંનું શાક મીઠું અને સ્વાદિષ્ટ બને છે. અને અનેક રોગોનો નાશ કરનાર પણ છે.

ભીંડા માં ચીકાશધર, ઉત્તમ, ભારે, વીર્ય વધારનાર, પૌષ્ટિક અને બળ આપનાર ગુણ રહેલા છે. તેનુ શાક, રાયતાં, અથાણું, વગેરે બને છે. કાચા ભીંડા ખાવાથી શરીર બળવાન બને છે. કુમળા ભીંડા બળદાયક હોય છે અને તે ધાતુપુષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

ટામેટાં માં લોહી વધારનારું, લોહીનું સંશોધન, પાંડુ રોગ, કબજિયાત, હરસ, મંદાગ્નિ રક્તવિકાર, પક્ત વિકાર, જીર્ણજવર મટાડવાના ગુણ રહેલા છે. ટામેટાં દાંત માં લોહી આવતું બંધ કરે છે. ટામેટાં પેટનાં દર્દો મટાડી પાચનશક્તિ સુધારે છે. ટામેટાંનું સૂપ પણ તાવ માં લાભ કરે છે.

રતાળુ અને શક્કરિયાં એક પૌષ્ટિક કંદ છે, તે શરીરને બળ આપનારું છે. તે ફળાહરમાં વપરાય છે. કબજિયાતવાળા રોગી માટે હિતકર નથી માટે કબજિયાતવાળા લોકોએ આનું સેવન કરવું નહીં. આ ઉપરાંત રતાળુ અને શક્કરિયાં બીજા ઘણા રોગ ને મટાડે છે. કોબી મધુર, ભારે, રૂચિકર, શીતળ, ભેદક, વાત, પિત્ત, કફ મટાડવાના ગુણ ધરાવે છે. આ ઉપરાંત તે ગરમ પ્રકૃતિવાળા માટે લાભદાયી બને છે.

કાચી કોબી ખાવાથી શરીરમાં બળ આવે છે. માત્ર વાયુ પ્રકૃતિવાળાને ખાસ માફક નથી આવતી.  દૂધી ગુણમાં શીતળ, મધુર, પોષક સ્નિગ્ધ, વાતકર, ચિકર, મળ સ્તંભક, રુક્ષ, ભેદક ભારે, પિત્ત, શામકુ કફકારક છે. દૂધી નું શાક અને હલવો બને છે. દૂધી માં અનેક પ્રકારના પોષકતત્વો રહેલા છે જ અનેક રોગોને જડમૂળથી દૂર કરે છે અને ડાયાબિટીસમાં પણ લાભદાયી છે.

ડુંગળી અનેક પોષકતત્વો થી ભરપૂર હોય છે. ગરીબોની કસ્તૂરી ગણાતા કાંદા બળવર્ધક હોય છે. તે તીખા, રૂચિકારક, ભારે, વીર્યવર્ધક, કફકારક હોય છે. ડુંગળી મર્દાઈના ગુણ બક્ષે છે. જે ખાય કાંદો તેનો મર્દનો બાંધો એમ કહેવાય છે. ડુંગળી સારી નિંદ્ર લાવે છે. ક્ષીણતા, ઊલટી, કૉલેરા, રક્તપિત્તમાં ડુંગળી અતિ ઉત્તમ સાબિત થાય છે. કૃમિ, સોજા વગેરેમાં ડુંગળી હિતકારક છે.

ગાજર અગ્નિદીપક હોય છે. તે નેત્રને લાભ કરે, રક્તપિત્તને કોપાવે, કડવું, તીખું, રુક્ષ અને પિત્તકારક માનવામાં આવે છે. એનાં બીજ ગરમ અને ગર્ભપાત કરે છે. ગાજર માં વિટામિન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એનો હલવો પણ ગુણકારી હોય છે. સૂરણ રુચિકારક, તીખું, ગરમ, દીપક, પાચક, હલકું, રક્તને મેળવનાર હોય છે. તે કરમ, પેટનો ગોળો, શૂળ, હરસ, કફ, વાયુ, અરુચિ, દમ, ઉધરસ, ઊલટીનો નાશ કરે છે. રક્તપિત્તવાળા રોગીએ સૂરણ ન ખાવું જોઈએ.

ગુવાર પણ સ્વાદિષ્ટ અને લાભકારી શાકભાજી માં આવે છે. પણ તેનું વધારે સેવન વાયુ કરે છે. તે ગુણમાં રુક્ષ, મધુર, ભારે, સારક, કફકારક હોય છે. તે દીપક અને પિત્તનાશક માનવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રી માટે તે હિતકર નથી. વાયુ પ્રકૃતિવાળાને એ માફક આવતું નથી તેથી તેને ગુવારનું સેવન કરવું નહિ.

લીલા પાંદડા વાળી ભાજીઓમાં પણ અનેક પોષકતત્વો રહેલા છે. મેથીની ભાજી રેચ લાવનાર, બળ આપનાર માનવામાં આવે છે. ચોલાઈની ભાજી ઠંડી પણ કંઠ સુધારે છે. આંતરડાંની ગરમી દૂર કરે છે. સુઆ ની ભાજી તીખી, સ્નિગ્ધ, બુદ્ધિવર્ધક, ગરમ, દીપન, હોય છે. તે કક, દમ, વાયુ, નેત્રરોગ, શૂળ, ઊલટી, તરસ વગેરે રોગ મટાડે છે. પાલકની ભાજી બધી જ ભાજીમાં અતિ ઉત્તમ માનવામાં આવે છે. તે કફ, શ્વાસરોગ દૂર કરે છે.

Exit mobile version