દવાખાને ગયા વગર ખર્ચે અને દવાએ ઉધરસ-શ્વાસ, દાંતના દુખાવા, એસિડિટી જેવા 100થી વધુ રોગોનો સૌથી અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી જે દુઃખી થવા ઇચ્છતી હોય, પરંતુ સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ રોગ ન હોય અને જો રોગ થઇ જાય તો એને તરત જ દૂર કરવો પડે. તો ચાલો આજે આપણે જાણીશું અલગ અલગ રોગ માટેના ઘરેલુ ઉપચાર.

સૌ પ્રથમ અમે તમને જણાવીશું દાંતનો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપચાર. દાંત કે દાંતના પેઢામાં દૂ:ખાવો હોય તો ડુંગળીનો એક ટુકડો મોંમાં રાખી મુકવો. દરરોજ ભોજનમાં બંને સમય એક કાચો કાંદો ચાવી ચાવીને ખાવામાં આવે તો પણ દાંતની પીડામાંથી મૂક્તી મળે છે.

લીમડાની છાલ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતના પેઢામાં થતો દુઃખાવો મટે છે. જાયફળના તેલનું પુમડું સડેલા દાંતમાં રાખવાથી દાંતમાં રહેલા બેકટેરિયા દૂર થઈ દાંતનો દૂ:ખાવો મટે છે આખી હિમજ મોંમાં રાખી તેનો રસ દૂ:ખતા દાંત પર પથરાતો રહે તેમ કરતાં રહેવાથી દાંત દૂ:ખતા મટી જાય છે.

હવે આપણે જાણીશું એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર. આમળાનો મુરબ્બો કે આમળાનુ શરબત લેવાથી એસિડિટીમાં લાભ થાય છે.  દ્રાક્ષ, હરડે અને સાકર લેવાથી એસિડિટીમાં લાભ થાય છે. લીંબુના ફૂલ અને સંચળને આદુના રસમાં પીવાથી એસિડિટી મટે છે. સવારે તુલસીનાં પાન અને બપોરે કાકડી ખાવી અને ત્રિફળાનુ સેવન કરવુ એસિડિટીમાં વરદાનરુપ છે.

ગઠોડા અને સાકરનું ચૂર્ણ એકાદ મહિનો લેવાથી એસિડિટી મટે છે. સૂંઠ, આમળાં અને ખડી સાકરનુ બારીક ચૂર્ણ કરીને લેવાથી એસિડિટી મટે છે. દરરોજ ભોજન બાદ એક એક ચમચી હરડેનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ચારેક દિવસમાં એસિડિટી મટે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવાથી એસિડિટી જડમૂળથી જતી રહે છે.

ચાલો હવે આપણે જાણીએ ઘા પર રુઝ લાવવાના ઉપાય. કાયમ પરુ ઝરતું હોય તેવા ધા પર જુના ઘીનો લેપ કરવાથી રુઝ આવે છે. તરતના થયેલા ઘા પર કે રુઝ ન આવતી હોય તેવા ઘા પર પીસેલા તલમાં મધ અને ઘી મેળવી ચોપડવાથી બીજા ઔષધો કરતાં જલદી ફાયદો થાય છે. ગાજર બાફી પેટીસ બનાવી બાંધવાથી ગમે તેવા ખરાબ ઘા પણ સારો થાય છે.

કાચા ગાજરને લોટમાં મેળવીને બાંધવાથી ફોડલા તથા બળતરાવાળા ઘા મટે છે. ઘા રુઝવવા, ઘાનો પાક રોકવા વડની છાલના ઉકાળાથી ઘા ધોવો પછી તેમાં વડની છાલનું ચૂર્ણ ભરી પાટો બાંધવો. ઘામાં જીવાત પડી હોય તો વડના દૂધને ઘામાં ભરી પાટો બાંધવો. દિવસમાં બે-ત્રણ વાર આ રીતે ઘા ધોઇને વડનું દૂધ ભરવું.

સૂકા નાળિયેરના કોપરાને ખાંડી તેનો ભૂકો કરવો અને સૂકવવો. તેમાં આમલીના કચકાની છાલ ½ ગ્રામ ભૂકી મેળવી ખુબ મસળવાથી તેમાંથી તેલ નીકળશે. એ તેલ ચોપડવાથી વાગેલા અંગમાંનું લોહી સાફ થાય છે અને જખમ રુઝાય છે. પરું ઝરતા ઘા પર મસુરની દાળ ચોપડવાથી ફાયદો થાય છે. લસણની કળી વાટી લેપ કરવાથી પાકેલા ઘામાં પડેલા કીડા મરી જાય છે.

હવે અમે તમને જણાવીશું ખીલ દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર: જાંબુના ઠળિયા પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતાં મોં પરના ખીલ મટે છે. સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઇનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે. બદામને માખણમાં ખૂબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.

ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે. આમળાં દૂધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.  કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે. લીમડાં કે ફુદીનાના પાન વાટી તેનો રસ ખીલ પર લગાડવાથી ખીલ મટી જાય છે. તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર 2-3 મિનિટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.

ચાલો આપણે જાણીએ બાળકો માટે તુલસીનો શું ઉપયોગ છે. સૂકી ઉધરસમાં તુલસીની કૂંપળો તથા આદું સરખા ભાગે લઈને વાટીને મધ સાથે ચટાડવું, બાળકોને શરદી, ઉધરસ, કફ તથા ઊલટી કે ઝાડા થવા માંડે ત્યારે તેઓને તુલસીનો રસ પિવડાવવાથી ફાયદો થાય છે.

દાંત નીકળતાં પહેલાં બાળકોને જો તુલસીનો રસ પિવડાવવામાં આવે તો તેમના દાંત સહેલાઈથી નીકળે છે અને દાંત નીકળતી વેળા તેમને કોઈ તકલીફ થતી નથી. બાળકોના શરદીના તાવમાં ગરમ કરેલો તુલસીનો રસ છાતી અને કપાળે ચોળવો, સૂંઘાડવો તથા એક ચમચી રસમાં અડધું મધ મેળવીને પિવડાવવો.

હવે આપણે જાણીશું માથાના દુખાવા માટેના ઘરેલુ ઉપચાર: ગરમીને લીધે માથું દુખતું હોય તો ડુંગળી કાપીને સુંગાધવાથી કે બારીક પીસીને પગને તળીયે ઘસવાથી શિરદર્દ મટે છે. ગાયના દૂધમાં સૂંઠ ઘસી લેપ કરવાથી અને તેના પર રૂ લગાવડાથી 7-8 કલાકમાં માથાનો ભયંકર દુ:ખાવો મટે છે. તજ પાણીમાં ઘસી ગરમ કરી લમણાં પર લેપ કરવાથી અથવા તજનું તેલ કે તજનો રસ લમણાં પર ચોપડવાથી શરર્દીથી દુ:ખતું માથુ મટે છે.

જાયફળ ઘસીને લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે. લવીંગને પાણીમાં લસોટી કે વીટી જરાક ગરમ કરી માથામાં અને કપાળમાં ભરાવાથી માથાનો દુ:ખાવો મટે છે. સરગવાનો ગુંદર દૂધમાં પીસી માથા પર લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે. ગાયનું તાજુ ઘી તથા દૂધ એકત્ર કરી આંખમાં આંજવાથી માથાનો દુ:ખાવો મટે છે તથા આંખ લાલ થતી અટકે છે.

બદામ અને કપુર ઘસી માથા પર લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.  1-1 ચમચી પીપરનો પાઉડર મધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી માથાનો દુ:ખાવો મટે છે. હરડે, બહેડાં, આમળાં, હળદર, ગળો, કળિયાતું અને લીમડાની આંતર છાલનો ઉકાળો પીવાથી માથાનો દુ:ખાવો કાયમ માટે મટે છે. ઘાણા, જીરું અને સાકર સમભાગે પાણી સાથે ફાકવાથી ગરમીથી ચડેલું માથું ઉતરે છે.

ચાલો હવે આપણે જાણીએ કાનના દુખાવ માટેના ઘરેલુ ઉપચાર: આદુનો રસ સહેજ ગરમ કરી કાનમા નાખવાથી  ચાસકા મટે છે. મધના ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે. આંબાના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.

કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબના ટીપાં દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે. હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે. ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે અને પરૂં નીકળતું હોય તો બંધ થાય છે.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top