સામાન્ય રીતે લોકો પેઠાનું શાક ખાતા હોય છે, પણ શાક કરતા વધારે ફાયદાકારક તેનો રસ છે. પેઠાનો રસ શરીરને અંદરથી મજબૂત બનાવે છે કારણકે તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ રસનું નિયમિત સેવન કરવાથી જીવલેણ બીમારીઓ નથી થતી.
આયુર્વેદમાં પેઠાને શરીર માટે ઘણા જ ઉપયોગી માનવામાં આવે છે. પેઠામાં ઔષધીય ગુણ પણ હોય છે. પેઠા પોષ્ટિક, બળ આપનાર અને લોહીના વિકારને દુર કરે છે. સાથે જ પેટ સાફ કરે છે. બધામાં પ્રોટીન ઘણું હોય છે. ખનીજ પદાર્થો, વિટામીનો અને પ્રોટીન યુક્ત, મોટાભાગે ફળો અને શાકભાજીમાં નથી હોતું. પેઠા ખાવાના અસંખ્ય ફાયદા છે. તો આવો આપણે જાણીએ પેઠાના ફાયદાઓ વિશે.
પેઠા ડાયાબીટીસના દર્દીઓ માટે રામબાણ ઔષધી છે. શરીરમાં ક્યાય પણ બળતરા હોય પેટમાં, આંતરડામાં, છાતીમાં, પેશાબમાં, હાથમાં, માથામાં પેઠા તમામ પ્રકારની બળતરા શાંત કરે છે. આ રીતે ત્વચાના રોગોમાં જેવા કે ફોડકીમાં પેઠાનું જ્યુસ પીવું ઘણું સારું છે.
દમ થી પરેશાન લોકો માટે પેઠા દવાથી ઓછું નથી. પેઠા ખાવાથી ફેફસામાં રાહત મળે છે અને દમના રોગોમાં રાહત મળે છે. તેમના સિવાય શરીરમાં જો લચીલું પણ આવી જાય તો સવારે ખાલી પેટ રોજે પેઠા ખાવા જોઈએ તે શરીરને તાકાતવાર અને લચીલા બનાવે છે.
પેટમાં સોજો ની પરેશાની આજના સમયમાં વધુ લોકોને જોવા મળે છે. જેનાથી માણસ ને ભૂખ નથી લાગતી એવામાં સવારના સમયે બે ટુકડા પેઠા ખાઈ લો. કબજિયાત ના કારણે ઘણા રોગ શરીરમાં થાય છે તેને ઠીક કરવા માટે પેઠા ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. પેઠા ના સેવનથી બવાસીરમાં આવતા લોહી ને ઓછું કરે છે.
પેઠા સાઈન્સની સમસ્યા દુર કરે છે. પેઠાના સેવનથી મગજની નબળાઈ, યાદશક્તિની ખામી અને માનસિક વિકાર દુર થાય છે. પેઠામાં ભરપુર પ્રમાણમાં વિટામિન સી, વિટામિન ઈ અને બીટા-કૈરોટીન હોય છે, જે ત્વચાને સારી, મુલાયમ અને ચમકતી બનાવી રાખે છે. આ સિવાય ત્વચાને સારી બનાવે છે.
શરીરમાં કોઈપણ અંગમાં રક્તસ્ત્રાવ થઇ રહ્યો હોય જેમ કે નાક માંથી નક્સીર, દાંતમાં લોહી, લોહી વાળા હરસ, ઉલટીમાં લોહીં, ગળામાંથી કફમાં લોહી, અલ્સર માંથી લોહી આવવું. એવી સ્થિતિમાં પેઠાનું જ્યુસ રામબાણ છે. પેશાબ રોગોમાં, મૂત્ર પ્રદાહ, પથરી પિત્તની થેલીની પથરી, કીડનીની પથરી, મૂત્રાશયની પથરી તમામમાં પેઠાનું જ્યુસ ફાયદાકારક છે.
પેઠાના રસમાં રહેલા વિટામિન એ અને પોટેશિયમ વાળ વધારવામાં મદદ કરે છે. વાળ ખરવાની સમસ્યા સંબંધિત ઉપચારોમાં પેઠાનો રસ એક સક્રિય ઘટક છે. આ સિવાય સુકાઈ ગયેલા અને ખરાબ વાળ પર પેઠાનો રસ ઉત્તમ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે.
પેઠાથી હૃદય મજબૂત બને છે. હૃદય સંબંધિત બીમારીઓ જેમ કે હાર્ટ અટેક, હાર્ટ સ્ટ્રોક વગેરેમાં કોળાનો રસ અત્યંત લાભકારક હોય છે. સાથે જ તેમાં ધમનિઓ સાફ કરવાના ગુણ પણ હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ ધમનિઓની દીવાલોને સખત થવાથી રોકે છે.
પેઠાના બાફેલા કટકાનો રસ, સાકર, ઘી, અને અરડુસી નો રસ આ બધું મિક્સ કરી તેને ધીમા તાપે પકાવવું. ઘાટું થાય એટલે તેમાં હરડે, આંબળા, ભોરંગમૂળ, તજ, તમાલપત્ર, અને એલચી આ બધાને સરખે ભાગે ચૂર્ણ કરી લો. તૈયાર કેરેલ ચૂર્ણ મા સુંઠ, ધાણા, મરી, અને પીપળી મૂળ નું ચૂર્ણ અને મધ નાખીને પાક તૈયાર કરીને કાચની બરણીમાં ભરીને રાખી દો. આ પાકનું સેવન રોજ સવારે કરવાથી કોઢ, તાવ, હેડકી, હૃદયરોગ, એસીડીટી, શરદી અને તાવ ને મટાડે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.