એસિડિટી અને ખંજવાળને તો જડમૂળથી દૂર કરી દેશે આ સૌથી સસ્તો અને અસરકારક આયુર્વેદિક ઉપચાર..

ગુલાબ ને ફૂલોનો રાજા કહેવામાં આવે છે. રંગ અને સુંદરતાની સાથે સાથે તેમાં સુગંધ પણ બેજોડ રહેલી છે. ગુલાબના સુંદર ફૂલની પાંખડી માં અસંખ્ય ગુણો સમાયેલા છે. ત્વચાને સુંદર રાખવા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે ગુલાબ ઉપયોગી છે. લાલ ગુલાબના ફૂલો આપણી શક્તિમાં વધારો કરે છે. તે એડ્રીનલ ગ્રંથિ ને અસર કરે છે.

ગુલાબના રસનો સ્વાદ તીક્ષ્ણ, સરળ, કડવો અને મધુર હોય છે. ગુલાબનો ઉપયોગ કરવાથી હૃદય, મન અને પેટની શક્તિ વધે છે. ગુલાબના ફૂલમાં આવા ગુણધર્મો છે જે વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક છે. પાણીમાં 10 થી 15  ગુલાબ ઉકાળો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ત્વચાની ખંજવાળ હોય, યોનિ પ્રદેશની ખંજવાળ હોય, હાથ-પગના તળિયા બળતા હોય, આંખમાં ખંજવાળ હોય તો રાત્રે બે થી ત્રણ ગુલાબની સૂકી પાંદડીઓ ખૂબ મસળી અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીમાં ફરી એ પાંદડીઓને ખૂબ મસળી કપડાંથી ગાળીને આ પાણી પીવું.  તેમાં સાકર અથવા મધ પણ નાખી શકાય છે. આ પાણી પીવાથી આંતરડા ચોખ્ખા થાય છે અને મળ સાવ સાફ આવે છે અને દેહની અનાવશ્યક ગરમીનો નાશ- નિકાલ થાય છે.

આંખો બળતી હોય, લાલ રહેતી હોય, પાણી પડતું હોય, ખંજવાળ આવતી હોય, ભારે ભારે રહ્યાં કરતી હોય, આ બધી વિકૃતિઓમાં આંખમાં ગુલાબજળ ના પાંચ પાંચ ટીપાં દિવસમાં ત્રણ વખત નાખી દસ મિનિટ આંખો બંધ રાખી સૂતા રહેવું. ઉજાગરો થયો હોય, ખૂબ વાંચવાથી આંખો બળતી હોય તો, પણ આ પ્રમાણે કરવાથી આંખ હળવી અને નિરોગી બને છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

પેટમાં ખલેલ, એસિડિટી વગેરેને લીધે હાથ-પગમાં તકલીફ હોય તો ગુલાબ ની ચાસણી પીવાથી ફાયદો થાય છે, આ સિવાય હથેળીમાં સનસનાટી થતી હોય તો હથેળી પર ચંદન પાવડર અને ગુલાબજળ લગાવો. આપણા દેશમાં મીઠાઈઓમાં ગુલાબજળનો ઉપયોગ પણ થાય છે. જેમ કે  ગુલાબ જામુન  મિલ્કશેક અથવા તો ગુલાબના સ્વાદવાળા પીણાં માટે.

જ્યારે પાણી સંપૂર્ણપણે ગુલાબી થઈ જાય ત્યારે તેમાં એક ચમચી મધ અને એક ચપટી તજ પાવડર નાખો.ખુબ તાપને કારણે થનારા માથાના દુખાવામાં રાહત અપાવે છે. જો ખૂબ તડકામાં જવાથી માથાનો દુઃખાવો થાય છે તો એકદમ ઠંડા ગુલાબજળમાં પલાળેલ કપડું કે રૂમાલ માથા ઉપર 30 મિનીટ સુધી રાખવાથી માથાનો દુઃખાવો દુર થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગુલાબની પાંદડીઓ ને પીસીને, તે રસને ગ્લિસરીનમાં મેળવીને સૂકા હોઠ અથવા ફાટેલા હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી રંગના અને મુલાયમ બને છે. ગુલાબ જળ એક સર્વશ્રેષ્ઠ ટોનિક પણ છે. રોજ રાત્રે ગુલાબ જળને કપાળ પર લગાવવાથી ત્વચા થોડાક દિવસમાં ટાઈટ થઈ જશે.

જો તમે રાત્રે સુતા પહેલા તમારા માથા ઉપર 5 થી 6 ચમચી ગુલાબજળ લગાવીને માલીશ કરો તથા સવારે વાળમાં શેમ્પુ લગાવી ધોઈ લો તો વાળમાં સુકાપણું ઓછું થવા લાગશે. ગુલાબજળ વાળ માટે એક ખુબ જ સારું કન્ડીશનર છે. તે વાળને મુલાયમ બનાવી તેમાં ચમક લાવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

જો જલ્દી થાક લાગે છે, તો ગુલાબ જળનો ઉપયોગ કરો. ગુલાબજળમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. કાનમાં દુખાવો થાય તો થોડા ગુલાબજળ ના ટીપાં નાખવાથી ઘણી રાહત મળે છે. ગુલાબજળમાં થોડો લીંબુનો રસ ભેળવીને ધાધર ઉપર લગાવવાથી દર્દ ઠીક થવામાં મદદ મળે છે.

ગુલાબજળ પ્રવાહી તરીકે વપરાય છે, આ પાણી માંથી સાબુ પણ બનાવવામાં આવે છે. ગુલાબજળ તેની સુંદર સુગંધ સાથે અત્તરમાં પણ વપરાય છે. ખીલના ચિહ્નો ઘટાડવા માટે ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે. ગુલાબજળ થી ચહેરો ધોવાથી ચેહરની ચમક વધે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગુલાબજળ ને ઉપયોગમાં લેવાથી સનબર્ન ની સમસ્યા પણ દૂર થાય છે. જો તાપમાં બહાર જતા પહેલા પોતાના શરીર ઉપર ગુલાબજળ લગાવો છો તો ઠંડકનો અહેસાસ થવા લાગે છે તથા આકરા તાપ ની શરીર પર ખરાબ અસર પડતી નથી.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!