Site icon Ayurvedam

આ ઠળિયા ને ખાવ આ રીતે, જે ખાસ ડાયાબિટીસ, જાડા, મરડો અને દુજતા હરસ-મસા ની બીમારી ને કરે છે છૂમંતર

ડાયાબિટિસ ના દર્દીઓ માટે જાંબુ એક ઔષધ સમાન છે. જાંબુ ને ડાયાબિટિસના દર્દીઓ માટે અત્યંત વિશેષ ફળ ગણવામા આવે છે. તેના ઠળિયા, છાલ બધુ જ ડાયાબિટિસના દર્દીઓ માટે લાભદાયી માનવામા આવે છે. હવામાન ને અનુસાર જાંબુ નો ઉપયોગ ઔષધિ ના રૂપમા વધુ પડતો કરવો જોઈએ. જાંબુ ના ઠળિયામાથી જામ્બોલીન નામનુ તત્વ પ્રાપ્ત થઈ આવે છે, જે સ્ટાર્ચને શર્કરામા પરિવર્તક થતા રોકે છે.

જાંબુ ના ઠળિયા ને ધોયા પછી, તડકામાં સૂકવવા રાખો. જ્યારે તે યોગ્ય રીતે સુકાઈ જાય છે, તેને  નાના નાના ટુકડા કરી, પીસ્યા પછી, તેને ગ્લાસ ની શીશીમાં ભરવા. જાંબુના ઠળિયા નું સેવન કરતા પહેલા આટલી બાબતોનુ ધ્યાન રાખવુ : બધાં જ ફળોમાં વાયુને વધારનાર અને વાયુને લગતા રોગો કરવામાં જાંબુ અગ્રેસર છે. ભૂખ્યા પેટે અથવા તો ઉપવાસ દરમિયાન જાંબુનુ સેવન ટાળવુ. સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસના દર્દીએ ક્યારેય ભૂલ થી પણ આ જાંબુનુ સેવન ના કરવુ.

ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન પણ જાંબુનુ સેવન ટાળવું. શરીરે સોજા રહેતા હોય કે  ગર્ભવતી સ્ત્રીઓએ જાંબુ નુ સેવન ના કરવુ. જાંબુ ખાવાથી સ્વરપેટીના વોકલ કોર્ડ સૂકાઈ જાય છે જેથી અવાજ ખોખરો અને કર્કશ થાય છે. તેથી ગાયકો અને વક્તાઓએ જાંબુ ત્યાગવા યોગ્ય છે.

જાંબુ ના ઠળિયા ના ફાયદા:

દિવસમાં ૨-૩ વાર પાણીની સાથે ૩ ગ્રામ ની માત્રામા સેવન કરવાથી મૂત્ર મા સુગર ની માત્રા નિયંત્રણ મા આવી જાય છે. જાંબુમા સમાવિષ્ટ ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણતત્વ ધરાવે છે. વિશેષ કરીને જે બાળકો ને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે નમક મરી મિક્સ કરેલા જાંબુ નુ સેવન અત્યંત લાભદાયી છે. રક્ત વિકાર થી થતા ગૂમડા પર જાંબુના વૃક્ષની છાલનુ ચૂર્ણ લગાડવુ. આવુ કરવાથી ગૂમડા તુરંત રૂઝાઈ જશે અને દુ:ખાવો પણ ઓછો થઈ જશે.

દાંત સંબંધી કોઈ સમસ્યાઓ રહેતી હોય જેમ કે, પાયોરિયા અથવા દાંતમાથી વહેતા રક્ત ને રોકવા માટે જાંબુના ઠળિયાનુ સેવન લાભદાયી છે. વારંવાર થતા ઝાડા અને જૂનો મરડો જેવી સમસ્યા ધરાવતા બીમાર લોકો માટે લાંબા સમય સુધી જાંબુના ઠળિયાનુ ચૂર્ણ છાશ અથવા દહી સાથે દિવસમા એક વાર લેવાથી સારુ પરિણામ આવી શકે છે. તેનાથી સ્વરપેટીને હાનિ પહોંચે છે. કમળો, લીવર તથા બરોળના સોજાને દૂર કરવા માટે જાંબુનું સેવન ખૂબ જ અસરકારક છે.

જો નાના બાળકો ને પેટ મા કૃમિ ની સમસ્યા રહેતી હોય છે તો બાળકો માટે જાંબુ નુ સેવન લાભદાયી છે. કાન મા પરૂ થયુ હોય તો પાકા જાંબુનો રસ બે-બે ટીપા કાનમા નાખવાથી પરૂ બહાર નિકળી જાય છે અને કાનમા દર્દ થતો નથી. નસ્કોરી ફુટે, નાકમાથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાન ના રસના બે ટીપા નાખવાથી લાભ થાય છે. દુઝતા હરસ અને મસામા પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી લાભ થાય છે. જો સ્ત્રીઓને શ્વેત પ્રદરની સમસ્યા રહેતી હોય તો તેમા અંદાજે નાની વાટકી ચોખાના ઓસામણ મા બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ નાખી તેનુ સેવન કરવાથી તુરંત લાભ મળે છે અને આ ઉપાય અસરકારક સાબિત થાય છે.

જ્યારે પેશાબ મા સુગર નુ પ્રમાણ વધારે હોય અને વારંવાર પેશાબ માટે જવુ પડતુ હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયા નુ આ ચૂર્ણ ૨ ગ્રામ સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી લાભ થાય છે. જાંબુના ઠળિયામા રહેલા ઔષધિય ગુણતત્વો ડાયાબીટીસના દર્દીના પેશાબમા વધતી સુગર લેવલ ના પ્રમાણ મા નોંધપાત્ર ઘટાડો કરે છે. ઘણા નાના બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરે છે. બાળકની આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, તેને દિવસમાં 2-3 વખત આ પાવડરનો અડધો ચમચી કરો.

જે લોકોને ડાયસેન્ટ્રીની સમસ્યા હોય છે, તેઓએ આ પાવડર એક ચમચી દિવસ માં 2-3 વખત લેવી જોઈએ. જે સ્ત્રીઓને પીરિયડ દરમ્યાન વધારે રક્તસ્રાવ થતો હોય છે, તેઓ આ પાવડરમાં 25% પીપળની છાલનો ચૂર્ણ મિક્સ કરીને એક ચમચી ઠંડુ પાણી દિવસ માં 2-3 વખત લેવું જોઈએ. રાહત થોડા સમયમાં દેખાવા માંડશે. દાંત અને પેઢાં ની સમસ્યાથી બચવા માટે આ પાવડરથી બ્રશ કરો. તમારા દાંત અને પેઢા મજબૂત બનશે.

કમળો, લીવર તથા બરોળના સોજાને દૂર કરવા માટે જાંબુનું સેવન અસરકારક છે. સંગ્રહણીની તકલીફમાં ૧૦ ગ્રામ જાંબુની છાલ અને ૧૦ ગ્રામ આમલીને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો. પ્રવાહી ૨૫ ગ્રામ જેટલું બાકી રહે એટલે ગાળીને પીવું. આ રીતે દિવસમાં બે વખત જાંબુનો કાઢો પીવાથી ઝાડો બાંધવાની અને આંતરડાંની પાચન કરવાની ક્ષમતા વધે છે. દુર્ગંધયુક્ત ઓડકાર આવતા હોય તો જાંબુના રસથી લાભ થાય છે. જો ખાટા ઓડકાર આવતા હોય અને ગળામાં બળતરા થતી હોય તો જાંબુની છાલ બાળીને એક ગ્રામ મધ સાથે લેવાથી લાભ થાય છે.

જાંબુની છાલના કાઢાના કોગળા કરવાથી દાઢ પરનો સોજો હળવો બને છે અને હલતા દાંત મજબૂત બને છે. ગરમીને કારણે શરીર પર ઝીણી-ઝીણી ફોલ્લીઓ કે અળાઈ થઈ હોય ત્યારે જાંબુના ઠળિયાને પાણી સાથે ઓરસિયા પર ઘસીને એનો લેપ ચોપડવાથી પરસેવો થઈને શરીર સ્વચ્છ થાય છે. જાંબુમા કેન્સર વિરોધી ગુણો હોય છે. પોટેશિયમ હોવાથી હાર્ટએટેક, હાઈ બીપી અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે.  હિમોગ્લોબીન વધારે છે.

ચહેરા પર લગાવવાથી ચામડી પર તેજ વધે છે, મૃત ત્વચા જીવંત થાય છે અને કરચલીઓ ચહેરા પરથી દૂર કરી યુવાન રાખે છે. આનાથી રક્તનો સંચાર વધે છે જેથી ચહેરા પરના દાગ, ધબ્બા દૂર કરે છે.  વાળમાં લગાવવાથી ચમક વધે છે અને વાળમાં શાયનિંગ આવે છે. વાળને ખરતા રોકે છે સાથોસાથ વાળમાંથી ખોડો દૂર કરી મજબૂત અને લાંબા બનાવે છે.  સ્ત્રીઓમાં સફેદ પાણી પડતું હોય તો ચોખાના ઓસામણ સાથે જાંબુનું ચૂર્ણ આપવાથી લાભ થાય છે.

લોહી ગંઠાતું હોય તો ઠળિયા નું ચૂર્ણ 25% અને પીપળા ના ઝાડની છાલનું ચૂર્ણ દીવસમાં2 થી 3 વખત લગાવવું જોઈએ. ગ્રામ્યજીવનમાં ઢોરના ખોળ સાથે દસ ટકા જાંબુના ઠળિયા મેળવવાથી ઢોર પુષ્ટ થાય છે અને દૂધના પ્રમાણ તથા ગુણવત્તામાં વધારો થાય છે.

Exit mobile version