માનવામાં આવે છે કે પાણી આપણા શરીરને તરો તાજા રાખે છે. સ્વસ્થ રહેવું છે તો ઈશ્વરની આ દેનનો ભરપૂર આનંદ ઉઠાવો. પાણી પીવાથી પાચન તંત્ર પાકૃત્તિક રૂપે સારું રહે છે. સવારે ઉઠતા જ પાણી પીવાથી પેટ સાફ રહે છે, સાથે જ આથી કબજિયાતની સમસ્યા થતી નથી. સાથે જ ત્વચા પણ ચમકવા લાગે છે.
આ તો બધા જાણે છે કે પાણી બધાથી ઉત્તમ પેય છે પણ કેટલાક લોકો કહે છે કે ભોજન સમયે વચ્ચે-વચ્ચે પાણી પીવું જોઈએ જ્યારે કેટલાક લોકો કહે છે કે પાણી પીવું જોઈએ નહીં. પણ આયુર્વેદ માને છે કે ભોજન કરતા સમયે વચ્ચે પાણી પીવું જોઈએ નહીં.
જમતી વખતે પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મોટાભાગના લોકો એવા હોય છે જેમને જમતી વખતે પાણી પીવાની આદત હોય છે. પાણી પીધા વગર તેમને જમવું નથી ગમતું.
આટલું જ નહીં કેટલાય લોકોને તો એવું હોય છે જે પિઝા-બર્ગરની સાથે કૉલ્ડડ્રિન્ક પીવે છે, પરંતુ જમતી વખતે અને જમ્યા બાદ તુરંત પાણી પીવું જોખમકારી હોય છે.
કેટલાય લોકો વિચારે છે કે વચ્ચે વચ્ચે પાણી પીવાથી અથવા સૉફ્ટડ્રિન્ક પીવાથી ભોજન સારી રીતે પચી જાય છે પરંતુ આ વિચારવું અયોગ્ય છે. પાણી પીવાની આ આદતને બદલવી પડશે. જમતા વચ્ચે અને તુરંત બાદ પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
જમ્યાનાં 30 મિનિટ બાદ પાણી પીવાની ટેવ ઉત્તમ માનવામાં આવે છે. જો જમતા સમયે વચ્ચે પાણી પીવામાં આવે ગૈસ્ટ્રિક બનવાનું વચ્ચેથી જ શરુ થઈ જાય છે. જેને કારણે અપચો રહે છે. છાતીમાં બળતરા થાવા લાગે છે. જો પાણી જ છે તો થોડુંક પીવો અને હુંફાળું સાદું પાણી પીવો. વધારે ઠંડું પાણી પીવાથી બચવું જોઈએ.
પાણીમાં અજમા કે જીરું નાખીને ઉકાળી લો. આ ખાવાનું પચાવવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે :
જમતી વખતે વચ્ચે પાણી અને સૉફ્ટ ડ્રિન્ક પીવાથી આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા પ્રભાવિત થાય છે. જમતી વખતે વચ્ચે પાણી પીવાથી બૉડીમાં ઇન્સ્યુલિનનું લેવલ વધી જાય છે. તેનાથી પાચન ક્રિયા પર અસર પડે છે કારણ કે પાચન તંત્ર નબળું પડવા લાગે છે. જેવું જમતી વખતે તમે વચ્ચે પાણી પીઓ છો તો જમવાનું પચતા વાર લાગશે. એવામાં પેટમાં વધારે સમય સુધી જમવાનું રહેશે.
એસિડિટી અને બ્લડ શુગર ની સમસ્યા ઉદભવે છે :
પેટમાં વધારે સમય સુધી જમવાનું પડી રહેવાથી એસિડિટીની સમસ્યા થવા લાગે છે. આ ઉપરાંત આમ કરવાથી ફેટ પણ જમા થવા લાગે છે. તેનાથી જ વજન વધવા લાગે છે. તેનું એક જોખમ એ પણ છે તેનાથી બ્લડ ગ્લૂકોઝ પણ વધવા લાગે છે.
ભોજન દરમિયાન લાળ બને છે જે ભોજન પચાવવામાં મદદ કરે છે. પરંતુ ભોજનની વચ્ચે પાણી પીવાથી આ લાળ પતલી થઇ જાય છે જે પાચનક્રિયાને અઘરું બનાવી દે છે. એટલા માટે ભૂલથી પણ જમતી વખતે વચ્ચે અથવા તુરંત બાદ પાણી ન પીવું જોઇએ.
ભોજન પહેલા અડધો કલાક કે ભોજન પછી એક કલાકે એક ગ્લાસ પાણી પીવું ફાયદા કારક રહે છે. આંતરડાને પાચન તંત્રનાં માધ્યમથી તેને પસાર કરાવવા માટે ભોજન પુરતા પ્રમાણમાં પચી જવું જોઇએ. આંતરડા ભોજનને પચાવવામાં નિષ્ફળ થાય છે. તેનાં પરિણામે તે કબજિયાત પેદા કરી શકે છે.
જ્યારે આપ બપોરનાં ભોજન બાદ પાણી પીવો છો, તો ગૅસ્ટ્રિકનો રસ પાતળો થઈ જાય છે. પરિણામે ભોજન પચવા માટે પેટમાં વધુ સમય સુધી રહે છે. તેને પચાવવા માટે વધુ રસ જોઇએ. તેથી હવે વધારાનાં ગૅસ્ટ્રિક સ્રાવથી છુટકારો પામવો જરૂરી બની જાય છે. તેનાથી એસિડિટી થઈ શકે છે. ભોજનનાં તરત બાદ પાણી પીવાની મુખ્ય માઠી અસરોમાંનું એક બ્લડ શુગરનું વધી જવું છે. પેટમાં અપચલિત ભોજનનું પ્રમાણ રક્તમાં શુગરનું લેવલ વધારી શકે છે.
આયુર્વેદ મુજબ ભોજન કરતા અગાઉ તથા ભોજન કર્યા પછીનાં અડધા કલાકે એક ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો તમે દિવસભરથી પાણી ના પીધું હોઈ તો જમતા પહેલા થોડું પાણી પી લેવું જોઈએ. કારણકે જો શરીરમાં પાણીની ઉણપ રહી ગઈ તો જમવાનું પણ નહી પચે.
ઘણા લોકોને ભોજન કરી લીધા બાદ ચા અથવા કોફી પીવાની આદત હોય છે, જે બિલકુલ યોગ્ય માનવામાં આવતી નથી. ભોજન લીધા બાદ તુરંત ચા અથવા કોફી પીવાથી ભોજનમાં રહેલા પોષકતત્વો ખતમ થઇ જાય છે અને શરીરને પ્રોટીન મળી શકતું નથી.
ભોજન કર્યા બાદ તુરંત જ જ્યુસ પીવું યોગ્ય માનવામાં આવતું નથી અને આવું કરવાથી પાચનક્રિયા નુકસાન પહોંચે છે. એટલા માટે ક્યારેય પણ ભોજન કર્યા બાદ જ્યુસ અથવા પ્રવાહી પદાર્થોનું સેવન કરવું જોઇએ નહીં. હંમેશા ભોજન કરી લીધાના બે કલાક બાદ જ્યુસ પીવું યોગ્ય માનવામાં આવે છે.
ભોજન કરતાં સમયે ક્યારેય પણ એક સાથે ઠંડી અને ગરમ ચીજો ખાવી જોઈએ નહીં. ઘણી વખત લોકો દહીં ખાધા પછી ઉપરથી દૂધ પીતા હોય છે, જે બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી. દૂધ અને દહીં એકસાથે પીવાથી પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. આવી જ રીતે પનીર ઉપર દહીં, દૂધ, ચા અથવા કોફી પણ પીવી જોઈએ નહીં.
સાત્વિક ભોજનનું સેવન કરો તામસી ભોજન ખાવાથી વચ્ચે વચ્ચે પાણીની જરૂર પડે છે. પાણી હમેશાં રૂમના તાપમાન મુજબ જ હોવું જોઈએ અને જમતી વખતે દારુ કે કોલ્ડડ્રીંકનો ઉપયોગ ના કરો.