જાંબુ ઔષધીય ગુણો નો ખજાનો છે અને તેને ખાવાથી ઘણા ચમત્કારિક શારીરિક ફાયદા પણ થાય છે. જાંબુ એક અમ્લીય ફળ છે અને તેનો સ્વાદ મીઠો હોય છે. જાંબુ વિટામિન C અને આયરનથી ભરપૂર હોય છે. જાંબુમાં કોલીન અને ફોલીક એસિડ પણ હોય છે. જાંબુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેવી જ રીતે આ જાંબુના ઝાડ ના પાન પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
તો ચાલો જાણીએ જાંબુથી આપણાં શરીને થતાં ફાયદાઓ વિશે વિગતવાર. પથરી ના ઈલાજ માટે પણ જાંબુ બહુ ફાયદાકારક હોય છે. પથરી ની સમસ્યા થવા પર જાંબુ ના બીજ ને સુકવીને બારીક પીસી લો અને તેને દહીં ની સાથે ખાઓ. કેટલાક જ દિવસો માં પથરી ની સમસ્યા થી છુટકારો મળી જશે.પિત્ત ની સમસ્યા થી પરેશાન છો તો જાંબુ ના સિરકા માં પલાળીને રાખો અને દરરોજ સવાર-સાંજ તેનું સેવન કરો. તેનાથી પિત્ત શાંત થાય છે.
જાંબુના ઠળિયા પણ ફ્લેવોનોઈડ અને અને ફિનોલિક સંયોજનો હોય છે, જે અત્યંત શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ માનવામાં આવે છે. જે શરીરમાંથી હાનિકારક મુક્ત રેડિકલને દૂર રાખવામાં મદદ કરે છે, સાથે શરીરની ઇમ્યુનિટી વધારે છે. જાંબુના ઠળિયામાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે, જેના કારણે તે પેટને સુરક્ષિત રાખવામાં અને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.
જાંબુના ઠળિયાને સૂકવીને તેનો પાઉડર બનાવી તેનું સેવન કરે છે જેથી તેમને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે પરંતુ જાંબુના ઝાડના પાન અને ઠળિયા ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક થાય છે જાંબુના ઠળીયા સાથે જાંબુના પાનને સુકવી જાંબુના ઠળિયાનો પાવડર બનાવવાની પ્રક્રિયામાં સાથે ઉમેરો અને તેનો પાવડર બનાવી દિવસમાં બેવાર સેવન કરવાથી ઉત્તમ પરિણામ આપશે.
સંધિવાના ઉપચારમાં પણ જાંબુ ખૂબ ઉપયોગી છે. તેની છાલને ખૂબ ઉકાળો અને તેને ઘૂંટણ પર લગાવો અને માલિશ કરો જેથી સંધિવા માં રાહત મળે છે. આમાં, લોહીની રચનામાં ભાગ લે એવું તાંબુ સારી માત્રામાં જોવા મળે છે જે ઝડપથી શોષાય જાય છે. જાંબુ નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જાંબુના પાનની અંદર રહેલા એન્ટિ-બાયોટિક ગુણ મોઢાના છાલા ઝડપથી ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે તેમજ ઘણી વાર જો પેટની અંદર પાચનતંત્રમાં ગડબડ હોય તો પણ વ્યક્તિઓને મોઢામાં છાલા પડે છે ત્યારે પણ જાંબુના પાન પાચનતંત્ર સારું કરવામાં ફાયદાકારક રહે છે અને મોઢાના છાલા જલદી મટી જાય છે.
જાંબુના ઠળિયા હાઈ બ્લડ પ્રેશર સામે ખૂબ મદદગાર છે. જાંબુના ઠળિયામાં એક પ્રકારનો એન્ટીઓકિસડન્ટ હોય છે, જેને એલીજીક એસિડ કહેવામાં આવે છે. જે બ્લડ પ્રેશરની ઝડપી ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો ઓછી ભૂખ લાગે છે તો જાંબુનું સેવન કરી શકો છો. જેનાથી ભૂખમાં વધારો થઇ શકે છે.
જાંબુના પાન ચાવવાથી મોની દુર્ગંધ દૂર થાય છે. ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો જાંબુના પાનનો રસ પીવડાવવો તેમજ તેના પાનની પેસ્ટ કરીને બાંધવાથી ઘા રૂઝાઈ જશે. નસકોરી ફૂટે ત્યારે જાંબુના કુણા પાનનો રસ બે ટીપા નાકમાં નાખવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓને શ્વેત પ્રદરમાં ચોખાના ઓસામણમાં જાંબુના ઠળીયાનું ચૂર્ણ નાખીને પીવાથી ફાયદો થાય છે.
સ્કિન અલ્સર એ આપણી સ્કિનને સંબંધિત સમસ્યા છે જેના માટે જાંબુના પાન નો ઉપયોગ કરી શકો છો અલ્સરની સમસ્યા માં શરીર પર સોજો આવે છે અને તે જગ્યાએ ભૂલ થી અડી જવાય દુખાવો થાય છે. આ સમસ્યામાં જાંબુની પેસ્ટ બનાવીને તેના પર લગાવવાથી લાભ મળે છે અથવા જાંબુના સેવનથી પણ ઘણો લાભ મળે છે.
જાંબુમાં વિટામિન સી અને આયર્ન હોવાથી તે ત્વચાની સાથે આંખો માટે પણ લાભદાયી છે અને આંખો નબળી પડતી નથી. આજે પ્રદૂષણને કારણે દરેકને ઉધરસ અને ગળામાં દુખાવો થાય છે, આ એક છે સમસ્યા, તે બધા લોકોએ જાંબુ ખાવાનું રાખવું જોઈએ, કારણ કે તેનાથી ગળું સાફ રહે છે.
જાંબુનું સેવન વાળ માટે ખુબ ફાયદાકારક છે. વાળ લાંબા થવામાં મદદરૂપ થાય છે તેમજ સફેદ થતા અટકાવે છે. તાવના ઈલાજ તરીકે જાંબુના પાનનું સેવન કરવું જોઈએ જાંબુનાં તાવને વધવા દેતા નથી તેમજ તે તાવ ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે. જાંબુમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફેક્ટીવ અને એન્ટી પ્રોપર્ટીઝ હોય છે જે શરીરના હાડકાંને મજબૂત રાખે છે અને શરીરને કેલ્શિયમની ઉણપના રોગોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
જાંબુ આયર્નથી સમૃદ્ધ હોવાને કારણે તે કુદરતી રક્ત શુદ્ધિકરણ છે. તે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે અને ત્વચાને રોગોથી દૂર રાખે છે. જાંબુનો રસ સહનશક્તિ વધારવામાં મદદગાર સાબિત થાય છે. જ્યારે તેને મધ અને આમળાના રસ સાથે ભેળવીને પીવામાં આવે ત્યારે તે શરીરમાંથી મુક્ત રેડિકલ્સને દૂર કરીને પીડા અને શરીરમાં અકારણે આવતા સોજો માં રાહત આપે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.