આંબા અને કેરી નું નામ પડતાં જ મોટાભાગના લોકોના મો માં પાણી આવી જતું હોય છે. કેમકે, કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને લગભગ મોટાભાગના લોકો કેરીના સ્વાદ ના દિવાના હોય છે.
આપણે દરેક લોકો જાણીએ છીએ કે કેરી ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેરી જે ઝાડમાં થાય છે તે આંબાના પાન પણ આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે? જી હા મિત્રો, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આંબાના પાન ના કારણે તમારા સ્વાસ્થ્યને થતા લાભ વિશે.
આંબાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઘણી બધી બીમારીઓનો સરળ ઈલાજ એટલે આંબાના પાન. કેરી તો શરીર માટે ગુણકારી છે જ સાથે આંબાના પાન પણ ખૂબ જ ફાયદાકારક છે. આંબાના પાનથી ઘણી બીમારીઓની સારવાર સસ્તામાં કરી શકાય છે.
આંબાના પાનમાં રહેલા એન્ટી ઓક્સિડંટ્સ અને એન્ટીમાઈક્રોબેક્ટેરિયલ ગુણો શરીર માટે લાભકારી છે. સાથે જ આમાં વિટામિન A, B અને C રહેલા છે. જો કે, આંબાના પાન આડેધડ ન ખાવા જોઈએ. જે પાન હળવા લીલા રંગના અને આકારમાં નાના હોય તેનો ઉપયોગ કરવો. નવા ફૂટેલા પાનનો ઉપયોગ યોગ્ય રહેશે.
કેવી રીતે વાપરશો?
આંબાના તાજા પાન તોડીને ધોઈને ખાઓ. આ સિવાય તમે આ પાનને રાત્રે હૂંફાળા પાણીમાં નાખીને પલાળી દો. બીજા દિવસે સવારે ચાવીને ખાઓ. ઉપરાંત આંબાના પાનને ધોઈને તડકામાં સૂકવી દો અને પાઉડર બનાવી લો. આ રીતે પણ સેવન કરી શકો છો. ધ્યાન રાખો કે ખાલી પેટે જ સેવન કરવું.
હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવા
આંબાના પાન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. આમાં આ પાનનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલી રક્તવાહિનીઓ મજબૂત બને છે. જેથી કરીને વ્યક્તિના શરીરની અંદર હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તે દૂર થઈ શકે છે.
બ્લડ શુગર કંટ્રોલ કરે
આંબાના પાન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં કારગત છે. આ પાનમાં રહેલું ટૈનિન ઈન્સ્યુલીનનું ઉત્પાદન વધારે છે જેથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું નથી. આંબાના પાનના હાઈપોગ્લાઈડસેમિક પ્રભાવથી બ્લડ શુગર લેવલ ઘટે છે. રોજ સવારે 1 ચમચી આંબાના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.
આંબાના પાનની ચા
આંબા ના પાન ની ચા નું સેવન કરવાના કારણે તમને ડાયાબિટીસ ટાઇપ ટુ ની સમસ્યામાંથી ખૂબ આસાનીથી છુટકારો મળી શકે છે. સામાન્ય રીતે આંબાના પાનનો અર્ક ડાયાબિટીસની બીમારી ને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
આંબાના પાન અને પાણીની અંદર ઉકાળી લઇ અને ત્યારબાદ સવારમાં ભૂખ્યા પેટે તેનું સેવન કરવાના કારણે ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે.
આ ઉપરાંત આંબા ના પાન માંથી ચા બનાવવા માટે ચાર આંબાના પાનને એક નાના વાસણની અંદર ઉકાળી લો અને જ્યારે તે ઊકડી જાય ત્યારબાદ આંબાના પાન તેમાંથી બહાર કાઢી આખી રાત સુધી તેને રાખી મૂકો અને ત્યારબાદ સવાર સવારમાં ભૂખ્યા પેટે તેનું સેવન કરો. આમ કરવાથી ડાયાબિટીસને સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળી શકે છે.
પથરી
આંબાના પાનનું સેવન કરવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. સાથે જ કિડની પણ સ્વસ્થ રહે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેઓ આંબાના પાનનું સેવન કરતાં રહે તો ગોલ બ્લેડરમાં પથરી થતી નથી.
અસ્થમા
આંબાના પાન અસ્થમા કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ પાનનો ઉકાળો બનાવી તેમાં મધ ઉમેરીને પીવાથી ફાયદો થાય છે.
ઉધરસને દૂર કરવા
આંબાના પાન શરીરની અંદર રહેલી દરેક પ્રકારની શ્વાસની સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. વિશેષ માટે શરદી ઉધરસ અસ્થમા વગેરે જેવી બીમારીઓથી પીડાતા પેઢીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે
કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો આંબાના પાન દવા રૂપે કામ કરશે. આંબાના પાનમાં ફાઈબર, પેક્ટિન અને વિટામિન સી રહેલું છે જે હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. ઉપરાંત ધમનીઓ મજબૂત બનાવે છે.
તણાવને દૂર કરવા
જો કોઈ પણ વ્યક્તિને સતત કામના લીધે અથવા તો કોઈ પણ ચિંતાના કારણે માનસિક તણાવ રહેતો હોય તો તેવામા આંબા ના પાન નુ સેવન ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. સવારમાં સ્નાન કર્યા બાદ જો આંબાના પાનની ચાનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર તાજગી મહેસુસ થાય છે અને સાથે સાથે કોઈપણ પ્રકારના માનસિક તણાવમાંથી છુટકારો મળે છે.
કાનના દુખાવામાં
જ્યારે કોઈ પણ વ્યક્તિ ને કાન ની અંદર દુખાવો થાય છે ત્યારે વ્યક્તિઓ ખૂબ જ પરેશાન થઈ શકે છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિને કાનની અંદર દુખાવો થતો હોય તો તેમાંથી તરત જ રાહત મેળવવા માટે તમે આંબાના પાનનો ઉપયોગ કરી શકો છો. આંબાના પાન માંથી કાઢવામાં આવેલો રસ તમારા કાનમાં થતા દુખાવામાંથી રાહત અપાવવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ માટે આંબાના પાન અને પાણીની અને ત્યારબાદ તેનો ઉકાળો પીવાના કારણે વ્યક્તિને શ્વાસ સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેમાંથી રાહત મળે છે.
પેટના રોગો
પેટની બીમારીમાં આંબાના પાનને ગરમ પાણીમાં નાખો અને સવારે આ પાણી ગાળીને ખાલી પેટે પી લેવું. આ પ્રયોગ કરવાથી પેટને લગતી ઘણી બીમારીઓમાં રાહત મળશે.
આમ આંબાના પાન આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાથે સાથે તે આપણા શરીરની અંદર થયેલી અનેક પ્રકારની ગંભીર બીમારીઓમાંથી છુટકારો અપાવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. જો આંબાના પાન માંથી બનેલી ચા નું રેગ્યુલર રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.